વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્રને યાદગાર બનાવવા માટે ભાજપ નેતાઓએ NDAના ઘટક પક્ષોને આમંત્રિત કર્યા છે.

વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન NDAના ઘણાં દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. વડાપ્રધાનના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન પ્રથમવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહેશે.

 

READ  લોકસભા ચૂંટણી જીતવા માટે ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પ્રિયંકા ગાંધી નહી પણ આ છે મોટો પડકાર?

નીતિશ કુમાર છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદની દાવેદારીથી નારાજ થઈને NDAથી અલગ થયા હતા. નીતિશ કુમારે વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ વારાણસીમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો પણ નીતિશ કુમારની પાર્ટી JDU એકવાર ફરી NDAમાં જોડાઈ ગઈ છે. નીતિશ કુમાર આ પહેલા વડાપ્રધાન મોદીના કોઈ પણ ચૂંટણી વખતે ઉમેદવારીમાં સામેલ નથી થયા.

READ  ગત રાત્રીથી ભુજમાં ધોધમાર વરસાદ, 6 કલાકમાં 3 ઈંચ ખાબક્યો, જુઓ VIDEO

હાજર રહેશે આ દિગ્ગજ નેતાઓ

વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે નીતિશ કુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ પણ હાજર રહેશે. લોજપા પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી નેતા રામવિલાસ પાસવાન, AIADMK, અને ઉત્તર પૂર્વના સંગઠન NDAના સહયોગી પક્ષોના ઘણાં નેતાઓ પણ હાજર રહેશે.

READ  બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, 7 જેટલા લોકોના મોત અને 13થી વધુ ઈજાગ્રસ્ત, જાણો હેલ્પલાઇન નંબર

 

Top News Stories From Gujarat: 18/2/2020| TV9News

FB Comments