VIDEO: દંડથી બચવાનો અનોખો પેંતરો! ધ્રાંગ્રધ્રાના યુવકે વાહન છોડી કરી ઘોડીની સવારી

ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા અને કડક નિયમો અમલમાં મૂકાઈ ગયા છે. આ નિયમોનો કેટલાક વ્યક્તિઓ અનોખી, અવનવી રીતે વિરોધ પણ નોંધાવી રહ્યા છે. આવી જ રીતે દંડથી બચવા એક અનોખો તિકડમ અજમાવ્યો છે.

ધ્રાંગ્રધ્રાના એક સગીરે ટ્રાફિકના નવા નિયમો લાગુ થતાં ધ્રાંગ્રધ્રાના ક્રિષ્ણસિંહ ઝાલા નામના સગીરે વાહન ચલાવવાનું જ છોડી દીધું અને ઘોડી પર સવાર થઈને બજારમાં ખરીદી કરવા નીકળી પડ્યો હતો. ક્રિષ્ણસિંહ પાસે ના તો લાયસન્સ છે કે ના તો બાઈકના કોઈ કાગળિયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં પહેલી સભા યોગી આદિત્યનાથની યોજવા પાછળ ભાજપની શું રણનીતિ છે?

અને તેથી જ દંડથી બચવા માટે તેને વાહન મૂકીને ઘોડી પર ફરવાનું તિકડમ સૂઝ્યુ હતુ. ક્રિષ્ણસિંહનું કહેવું છે કે ઘોડી પર ક્યાંક પહોંચવામાં ટાઈમ થોડો વધુ બરબાદ થાય છે. પણ મસમોટા દંડથી છુટકારો મળે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments