અમદાવાદીઓ ચેતી જજો! જો નવરાત્રીમાં આ વાતનું ધ્યાન ન રાખ્યું તો ખિસ્સા થઈ જશે ખાલી

અમદાવાદમાં નવરાત્રિમાં ગરબે રમવા જતા ખેલૈયાઓ વાહન પાર્કિંગમાં ખાસ ધ્યાન રાખજો. આડેધડ વાહન પાર્ક કર્યા તો ખિસ્સા ખાલી થઈ થઈ જશે. ટ્રાફિક પોલીસના જવાનો વાહન ઉપાડી જશે. નવા નિયમો અનુસાર ટુ વ્હીલર ચાલકે 750 અને ફોર વ્હીલર ચાલકે 1 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડની અસર નવરાત્રિ પર, ઈલેક્ટ્રિક અને ફાયર સેફ્ટી નહીં તો ગરબાની મંજૂરી નહીં

આ ઉપરાંત ગરબા આયોજકો માટે પણ પાર્કિંગના નિયમો કડક કરવામાં આવ્યા છે. જો પાર્ટી પ્લોટની બહાર આડેધડ વાહન પાર્ક થતા ટ્રાફિક જામ થશે તો ગરબા આયોજક સામે ગુનો નોંધાશે. અને ગરબાની મંજૂરી રદ્દ કરવામાં આવશે. અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ટ્રાફિકના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરાવશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસના 5 હજાર જવાનો રાતભર ડ્યૂટી પર કાર્યરત રહેશે. એસ.જી. હાઈવે પર રાત્રે 11થી 3 સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PNB fraud: UPA could've avoided Nirav Modi scam in 2013 : Former-Allahabad Bank director

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments