વલ્ડૅકપ ટીમમાંથી બહાર થઈ શકે આ ખેલાડી?

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના બેટસમેન એલેક્સ હેલ્સને ટીમની બહાર કાઢવામાં આવ્યા છે. તેમને વલ્ડૅકપ પહેલા જ ઈંગ્લેન્ડની બધી જ ટીમમાંથી બાહર કરવામાં આવ્યા છે.

થોડા દિવસ પહેલા જ તેમની પર ડ્રગ્સ લેવા બાબતે 21 દિવસનો પ્રતિબંધ લાગ્યો હતો. ત્યારબાદ તેમને પર્સનલ કારણ જણાવીને અનિશ્ચિત સમય માટે આરામ લીધો હતો. તે પછી સામે આવ્યું કે ડ્રગ્સ લેવાના કારણે તેઓ ક્રિકેટથી દુર થયા છે.

 

READ  ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો

તેમને ટીમની બાહર કાઢવાનો નિર્ણય ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડીરેકટર અને ઈંગ્લેન્ડ ટીમની પસંદગીકર્તાઓએ લીધો છે. આ નિર્ણય ટીમમાં સારૂ વાતાવરણ બનાવવા માટે અને કોઈ પણ પ્રકારના ભ્રમને દુર કરવા માટે લેવામાં આવ્યો છે.

આ પગલું લીધા પછી હેલ્સ વન-ડે મેચ માટે આયરલેન્ડ નહી જઈ શકે. તેમને પાકિસ્તાનની સામે ટી-20 અને 5 વન-ડેની સીરીઝની મેચમાંથી બહાર કાઠવામાં આવ્યા છે. ત્યારે હવે હેલ્સના વલ્ડૅકપ રમવા પર પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે.

READ  IND vs BAN મેચમાં વરસાદ પડવાની કેટલી સંભાવના?,જાણો હવામાનની સ્થિતિ

 

Top News Headlines @ 2 PM : 08-07-2019 | Tv9GujaratiNews

FB Comments