ભારતીય ટીમની આ તાકાત તેને જીતાડશે વલ્ડૅકપ!

ઈંગ્લેન્ડમાં આગામી 30મેના રોજ શરૂ થતાં વલ્ડૅકપ માટે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને મોટા મોટા દાવેદાર માનવામાં આવી રહ્યાં છે પણ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનનું માનવું છે કે ટીમ ઈન્ડિયા એક ખાસ કારણના લીધે આ વલ્ડૅકપને જીતવા માટે સૌથી મોટી દાવેદાર ટીમ છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે કહ્યું કે સંતુલિત બોલિંગ આક્રમણવાળી ટીમ આગામી વલ્ડૅકપને જીતવા માટે પ્રબળ દાવેદાર છે અને આ વિભાગમાં ભારતની વિવિધતા તેને આ ખિતાબ માટે મજબુત દાવેદાર બનાવે છે. ચેપલે કહ્યું કે આધુનિક આક્રમક બેટિંગ શૈલી છતાં જે ટીમ સતત વિકેટ મેળવે છે ખાસકરીને મિડલ ઓવર્સમાં તેમને આ ખિતાબ જીતવાની સંભાવના વધારે હશે.

 

READ  ન્યૂઝીલેન્ડની સામે ઈંગ્લેન્ડની જીત બાદ સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે પાકિસ્તાનની આશા પર પાણી ફરી ગયુ, વિશ્વ કપમાંથી બહાર થવાનું નક્કી

તેમને વધુમાં કહ્યું કે આ વલ્ડૅકપમાં વિકેટ મેળવવાની ક્ષમતા મુખ્ય ભૂમિકા ભજવશે. સર્વશ્રેષ્ઠ સંતુલિત આક્રમણના સફળ થવાનો વિશ્વાસ છે અને આ આક્રમણ ઈંગ્લેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પાસે છે. ભારતના બોલિંગ આક્રમણ પર ચેપલે કહ્યું કે ભારતની પાસે ભલે ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયાના બોલર જેવી સ્પીડ નથી પણ તેમની પાસે ખુબ જ વિવિધતા છે અને ઝડપી બોલિંગ છે અને અનુકુળ સ્થિતીમાં અસાધારણ થઈ શકે છે.

READ  શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં એવુ તે શું થયુ કે એમ્પાયર અને ખેલાડી મેદાન પર જ સુઈ ગયા?

ચેપલે કહ્યું કે જો પીચ ભેજવાળી છે તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભૂવનેશ્વર કુમાર તેનો પુરો ફાયદો ઉઠાવી શકે છે પણ જો પિચ તુટવા લાગશે અને સુકી હશે તો પછી કુલદીપ યાદવ અને યૂજવેન્દ્ર ચહલ વિકેટ મેળવવા માટે ખતરનાક જોડી છે. તે સિવાય હાર્દિક પંડ્યા અસરકારક અને ઝડપી બોલર અને ઓલરાઉન્ડર છે અને વિરાટ કોહલી પણ સારો વિકલ્પ છે.

READ  તમાકુ અને નશાની આદત અંગે મનની વાતના કાર્યક્રમમાં યુવાનોને PM મોદીનો સંદેશ

આ પણ વાંચો: ભાજપના આ સાંસદને લોકો કહે છે ‘મોદી’

ઉલ્લેખનીય છે કે ભારતની બોલિંગ અને બેટિંગ પણ ખતરનાક છે. ટીમની પાસે ધવન, વિરાટ અને શર્મા જેવા બેટસમેન છે. ધોની જેવા અનુભવી બેટસમેન અને વિકેટકીપર પણ ભારતીય ટીમમાં સામેલ છે પણ ન્યૂઝીલેન્ડ સામેની પ્રેકટિસ મેચમાં ઈન્ડિયાની બેટિંગ ફેલ રહી અને તેને હારનો સામનો કરવો પડ્યો ત્યારે ભારતીય બેટસમેનોએ બાંગ્લાદેશની વિરૂધ્ધ પ્રેકટિસ મેચમાં તેમની તાકત બતાવવી પડશે.

 

Oops, something went wrong.
FB Comments