સુરતમાં એક પરીવારને ત્યાં બિરાજમાન છે હનુમાન દાદાની અનોખી મૂર્તિ, હનુમાન જયંતિની કરાઈ છે ભવ્ય ઉજવણી!

ભગવાન શ્રી રામના અતિપ્રિય એવા હનુમાન દાદાની આજે જન્મજયંતી છે. આ દિવસે લોકો મંદિરે બજરંગ બલીની પૂજા અર્ચના કરે છે. 

હનુમાન જયંતિના દિવસે કેટલાક ભક્તો પોતાના ઘરે પણ મંદિરમાં હનુમાન દાદાની નાની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા કરતા હોય છે. ભગવાન શ્રીરામના પરમ ભક્ત પવનપુત્ર હનુમાનને માનવામાં આવે છે. અંજની પુત્ર હનુમાનના આમ તો અનેક રૂપો છે સાથે જ તેમના આ રૂપોના અનેક મંદિરો પણ દેશ અને દુનિયામાં બનાવવામાં આવ્યા છે ત્યારે સુરતમાં એક પરીવારને ત્યાં તેમની ખાસ મૂર્તિ પણ છે. જેમાં હનુમાન દાદાના રોદ્ર્ સ્વરુપના દર્શન થાય છે.

READ  કેમ અંબાણી પરિવારે લાડકી પુત્રીના લગ્ન માટે આજનો એટલે કે 12 ડિસેમ્બરનો દિવસ જ પસંદ કર્યો ?

 

આ પણ વાંચો: કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પ્રિયંકા ચતુર્વેદી શિવસેના સાથે જોડાયા, જાણો પ્રિયંકાએ શિવસેનાની જ પસંદગી કેમ કરી?

 

શું  છે હનુમાન દાદાની આ મૂર્તિની ખાસિયતો?

1. સવા છ ફૂટની હાઈટ ધરાવે છે.
2. 351 કિલો વજન ધરાવે છે અને તેમાં 10 કિલો જેટલાં વજનની તો ગદા છે.
3. પાંચ મહિના જેટલો સમય મૂર્તિને બનાવવામાં લાગેલો.
4. ઉદયપૂરના કારીગરોએ આ મૂર્તિને તૈયાર કરી છે.
5. મૂર્તિને બનાવવા માટે  ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
6. મૂર્તિને સંપૂર્ણ સોનાનો ઢાળ ચડાવવામાં આવ્યો છે.
7. હનુમાન દાદાની આ મૂર્તિમાં રૌદ્ર સ્વરુપમાં દાદાના દર્શન થાય છે.
8. ભક્તો 8 વર્ષથી ભક્તિ કરી રહ્યાં છે.
સુરતના લોહાણા પરિવાર છેલ્લા 9  વર્ષથી પોતાના ઘરમાં જ આ દાદાની પૂજા અર્ચના કરતા આવ્યા છે. હનુમાન દાદા પર તેમને ઘણી શ્રદ્ધા છે. અહીં આ ઘરમાં રામ નવમી અને હનુમાન જયંતિને એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. ભક્તો પણ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.

Health dept conducts search operation at sweet shops ahead of festive season | Tv9GujaratiNews

FB Comments