નવા ટ્રાફિક નિયમોનું પાલન તો કરવું છે પણ આ વ્યક્તિનું માથું હેલમેટ પહેરવાને રાજી નથી…..કરવું શું?

નવા મોટર ટ્રાફિક નિયમોનો અમલ તો શરૂ થઈ ગયો. દિવાળી મહિનામાં લોકો બીજી કોઈ ખરીદી કરે કે નહીં, પરંતુ હેલમેટની ખરીદી જરૂર કરી રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાઈને હેલમેટ પહેરવું છે, નિયમનું પણ પાલન કરવું છે પણ ઈચ્છે તોય એવું કરી શકતો નથી.

આ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ ટ્રાફિકના નવા નિયમોને સમર્થન કર્યું અને ગુજરાત કોંગ્રેસે નિયમ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું!

આ મહાશયને નવા મોટર વ્હીકલ એક્ટ સામે કોઈ વાંધો નથી. પણ હેલમેટ ના પહેરવું એ એમની મજબૂરી છે. મૂળ વાત એવી છે કે આ યુવકનું માથુ મોટુ હોવાના કારણે માર્કેટમાં તેના માપનું હેલમેટ જ નથી મળતું. જેના કારણે તે ઈચ્છીને પણ હેલમેટ નથી પહેરી શકતો. ફળની એક નાની દુકાન ચલાવતો આ યુવાન તેની દુકાને જતા બોડેલી પોલીસ ચોકી પાસેથી પસાર થાય છે. અને ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે પોલીસ પકડશે ત્યારે તે શું કરશે ?

READ  રાજકોટમાં ગેસની પાઈપલાઈનમાં આગ લાગતા અફરાતફરી મચી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજી બાજુ યુવકના પિતાને ચિંતા છે કે જો પોલીસ તેની વિનંતી નહીં માને અને વારંવાર મેમો પકડાવશે, તો તેમના ખિસ્સાં તો હેલમેટના દંડથી જ ખાલી થતા રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટ તમામ પક્ષને પૂછી રહી છે આટલા મુશ્કેલ પ્રશ્નો....જાણો સુનાવણીમાં કયા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે

હવે એક બાજુ નવા ટ્રાફિક નિયમોના કડક અમલ માટે પોલીસ રસીદની કાપલી લઈને તૈયાર જ બેઠી છે. અને જાકીરને હેલમેટ વગર જોઈને મેમો પકડાવવા તૈયાર જ હશે પણ એ ભાઈની તો સમસ્યા જ કંઈક અલગ છે. એ કેટલાને સમજાવશે? એટલે હવે ઉકેલ રૂપે બે કામ થઈ શકે એમ છે. કાં તો હેલમેટ બનાવતી કંપની આ ભાઈની વિનંતી સાંભળીને તેના માપનું હેલમેટ બનાવી આપે કે, પછી તંત્ર મોટું મન રાખીને, યુવકને જવા દે. પણ એવું થઈ શકશે ખરૂં ?

READ  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા જામ્યો વરસાદિ માહોલ, જાણો રજ્યભરની વરસાદની સ્થિતિ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments