મહીને રૂપિયા 1500ની આવક ધરાવતી આ મહિલા બની KBCમાં કરોડપતિ

કોન બનેગા કરોડપતિ સિઝન-11ના પ્રથમ કરોડપતિ ગયા અઠવાડિયે મળી ગયા છે. જેમનું નામ છે સનોજ રાજ, ત્યારે હવે KBCને બીજા કરોડપતિ મળવા જઈ રહ્યા છે, જેમનું નામ છે બબિતા.

આ પણ વાંચો: VIDEO: ઉપરવાસમાં વરસાદને પગલે મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ, આંકલાવના ઉમેટા ચમારા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યાં

સોની ટીવીના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બબિતાના કરોડપતિ બનવાની સફરની એક ઝલક બતાવવામાં આવી છે. તેઓ અમરાવતીમાં રહે છે. આ અઠવાડિયે તે શોમાં નજરે આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બબિતાનું જીવન સંઘર્ષોથી ભરેલુ છે. આ વાતનો ખ્યાલ બબિતાના એક જવાબથી મળી શકે છે. જ્યારે અમિતાભ બચ્ચને તેમને પૂછ્યુ કે તમને પગાર કેટલો મળે છે? તેનો જવાબ બબિતાએ હસીને આપ્યો કે 1500 રૂપિયા, આ સાંભળીને અમિતાભ બચ્ચન પણ ચોંકી ઉઠે છે અને કહે છે કે માત્ર 1500 રૂપિયા. બબિતાએ તેમના વિશે વધુ માહિતી આપતા કહ્યું કે તે સ્કુલમાં ખિચડી બનાવવાનું કામ કરે છે. બાળકોને મારા હાથે બનાવેલી ખિચડી ખુબ પસંદ આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સોની ટીવીએ શેયર કરેલા વીડિયોમાં બબિતાના જીવનની ઝલક જોવા મળે છે. જ્યાં તે બાળકો માટે સ્કુલમાં ખિચડી બનાવતી નજરે આવે છે. ત્યારબાદ હોટ સીટ પર અમિતાભ બચ્ચન સાથે બેઠેલા બબિતાના 1 કરોડ રૂપિયા જીતવાની જાહેરાત અમિતાભ બચ્ચન કરે છે. KBCમાં અત્યાર સુધી એવા ઘણા લોકો આવ્યા છે, જે બીજા માટે પ્રેરણા છે. સ્થિતી કેવી પણ રહે, વ્યક્તિનો જુસ્સો તેમને મજબૂત બનાવે છે. ઉલ્લેખનીય છે કે KBCની 11મી સિઝનમાં 1 કરોડ રૂપિયા જીતનારા વ્યક્તિ બિહારના સનોજ રાજ છે.

 

Oops, something went wrong.
FB Comments
READ  કેરળની APMCમાં કેળા વેચાયા રૂ.50,000 પ્રતિ ક્વિન્ટલ, જાણો દેશમાં કયા 10 પાક વેચાયા સૌથી મોંઘા