અમેરિકા: શિકાગો બરફના તોફાન અને હિમવર્ષાની ઝપેટમાં, 1 હજારથી વધુ ફલાઈટ રદ

Thousands of flights cancelled due to snow storm in Chicago america chicago baraf na tofan ane himvarsha ni japet ma 1 hajar thi vadhu flight cancel

અમેરિકાના દક્ષિણી રાજ્ય શિકાગોમાં બર્ફીલું તોફાન આવ્યું છે. શિકાગો બરફના તોફાન અને હિમવર્ષાની ઝપેટમાં આવી ગયું છે. શિકાગોના મુખ્ય એરપોર્ટ પર જ એક હજારથી વધુ ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી અને 470 મોડી પડી હતી. ભયાનક હિમ વર્ષાને પગલે શિકાગોમાં સ્કૂલ-કોલેજ અને યુનિવર્સિટીમાં રજા જાહેર કરાઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહાસત્તાના મહાનાયકના આગમન પહેલા અમેરિકન સુરક્ષાનો કાફલો અમદાવાદ પહોંચ્યો

બરફના આ તોફાન અને ખરાબ હવામાનની નવ કરોડથી પણ વધુ લોકોને અસર થઈ છે. ડેલ્ટા એરલાઈન્સના પ્રવક્તા માર્થા વિટે કહ્યું કે, હિમ વર્ષાને પગલે કેન્સાસ સિટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરબસ એ-219 લપસી ગયું હતું. જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આ ઘટના વખતે ફ્લાઈટમાં છ ક્રૂ સહિત 129 લોકો સવાર હતા.

READ  મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારઃ શું રાજ ઠાકરેની પાર્ટી MNSએ પોતાના પિતરાઈ ભાઈને સમર્થન આપ્યું કે નહીં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે બીજી તરફ ખરાબ હવામાનના કારણે શિકાગોમાં હજુ થોડા દિવસ એર ટ્રાફિક પર નકારાત્મક અસર પડી શકે છે. રસ્તા ઉપર પણ ભારે બરફ જામ્યો હોવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. આ સ્થિતિમાં હવામાન વિભાગે સ્થિતિ હજુ વણસે એવી ચેતવણી આપી છે. બાદમાં સ્કૂલ-કોલેજો અને યુનિવર્સિટી સહિત સરકારી કાર્યાલયો પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ છે.

READ  હવામાન વિભાગની આગાહીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનના દિવસે જ ગરમી વધશે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: નાગરિકતા સુધારા કાયદો લાગૂ કરવાથી કોઈ રાજ્ય ઈનકાર ના કરી શકે: કપિલ સિબ્બલ

FB Comments