અમદાવાદના ખોખરામાં વીજળીનો શોક લાગવાથી ત્રણ ગાયના મોત, ટોરેન્ટ પાવર સામે ફરિયાદ

શહેરના ખોખરા પોલીસ સ્ટેશન પાસે આવેલ વીજળીની પેટીમાં શોર્ટ સર્કિટ થતા ત્રણ ગાયના મોત નિપજયા છે. આ સાથે જ ખોખરા પોલીસ સ્ટેશન સહિતના આસપાસના તમામ રહેણાંક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો. પોલીસ સ્ટેશન પાસે આવેલી વીજળીની પેટીમાંથી કેબલ લાઈનની ઉપર પાણી ભરાતા ગાયનો પગ આવતા અહીં આગળ અચાનક સ્પાર્ક થતા ત્રણ ગાયોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર! બજેટમાં ખેડૂતલક્ષી અનેક યોજનાઓની કરવામાં આવી જાહેરાત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્થાનિકો તેમજ ગાયોના માલિકે ટોરેન્ટ પાવર પર રોષ ઠાલવતા કહ્યું હતું કે આ તો ગાયો હતી પરંતુ અહીંયાં કોઈ માણસ હોત તો આટલી જ વાર લાગતી અને તેમને પણ શોક લાગી શકે તેમ હતો. ગાયોના માલિકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ટોરેન્ટ પાવરની ઘોર બેદરકારીને લઈને ફરિયાદ નોંધાવી નારાજગી વ્યક્ત કરી છે.

READ  VIDEO: ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું ગુજરાત, સૌપ્રથમ વખત નર્મદા ડેમના 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  આશ્ચર્યજનક ખૂલાસો! ક્રિકેટમાં ભારતની સામે હાર બાદ પાકિસ્તાની ટીમનો આ સદસ્ય કરવા માગતો હતો આત્મહત્યા

 

FB Comments