ધોળા દિવસે સુરત શહેરમાં વેપારી પર ત્રણ જેટલી ગોળી ચલાવી ત્રણ હત્યારાઓ ફરાર, વેપારીનું સારવાર દરમિયાન મૃત્યુ

સુરતમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનવા પામી છે. જ્યાં વ્યાજે નાણાં ધીરનાર વેપારીને છાતીના ભાગે ત્રણ જેટલી ગોળીઓ ઢળી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ફાયરિંગની આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિત પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.

જ્યાં પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓનું પગેરું મેળવવાની સાથે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ધોળા દિવસે ફાયરિંગની ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. પોલીસને ઘટના સ્થળ પરથી એક બુલેટ પણ મળી આવી છે. જ્યાં સ્થાનિક વિસ્તારના CCTV ફૂટેજ અને FSLની મદદ લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રૂપિયાની લેતી દેતી મામલે ફાયરિંગ કરી વેપારીની હત્યા કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિનો ચાળી ખાતો કિસ્સો ફરી સામે આવ્યો છે. સુરતમાં ધોળા દિવસે સોના – ચાંદીના દાગીના પર નાણાં ધીરનાર વેપારી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. અઠવા પોલીસ મથકની હદમાં આવેલ તલાવડી વિસ્તારમાં ચોકસી મહેન્દ્ર કુમાર કે.શાહ નામની પેઢી આવેલી છે. આજ રોજ બપોરના સમય દરમ્યાન પેઢીના માલિક મહેન્દ્રભાઈ પોતાની દુકાને હાજર હતા.જે વેળાએ અજાણ્યા ત્રણ શખ્સો તેમની દુકાને આવી ચઢ્યા હતા. અજાણ્યા શખ્સો દ્વારા મહેન્દ્ર ભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં છાતી અને મોઢાંના ભાગે ગોળી વાગતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણકારી મળતા અઠવા પોલીસ, ડીસીપી ,એસીપી તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ઘટના સ્થળ પરથી એક બુલેટ પણ મળી આવી હતી. પોલીસે દુકાન અને આસપાસના લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત  ડોગ સ્ક્વોડ સહિત FSL મદદથી લઈ આરોપીઓનું પગેરું મેળવવા કવાયત પણ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અને આરોપીઓ વચ્ચે નાણાકીય વ્યવહારોને લઈ વિવાદ ચાલ્યો આવ્યો હતો. જે વ્યવહારોની પણ ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને ટૂંક જ સમયમાં ઝડપી પાડવામાં આવશે તેવો આશાવાદ પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Vivek Oberoi urges people to celebrate victory of PM Modi by watching film PM Narendra Modi on May24

FB Comments

Baldev Suthar

Read Previous

ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો

Read Next

નવસારીના ગરીબોને જંગલ અધિકાર પત્ર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રામમંદિરનો રાગ આલાપ્યો

WhatsApp chat