જમ્મૂ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

three militants killed in shopian district of jammu kashmir Jammu Kashmir na shopian jilla ma sena e 3 aatanki o ne karya thar search opration chalu

જમ્મૂ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના તુર્કવાંગમ ગામમાં આજે વહેલી સવારે સેના અને પોલીસની ટીમે જોઈન્ટ ઓપરેશનમાં એક એન્કાઉન્ટર કર્યુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં ઓપરેશન ચાલુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

જે ગામમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે, તે ગામ આર્મીના RR કેમ્પથી 400થી 500 મીટર દુર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં શોપિયાં જિલ્લામાં આ ચોથું એન્કાઉન્ટર છે. અત્યાર સુધી લગભગ 19 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયેલા હોવાની આશંકાના કારણે સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

READ  હિઝબુલના આતંકીઓની સાથે ઝડપાયેલા DSP દવિંદર સિંહે કરી હતી આટલા રૂપિયાની ડીલ!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments