ટિકટોક એપ પર પ્રતિબંધની લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટે ટિકટોક એપના પ્રતિબંધને પડકારતી અરજીને લઈને કહ્યું મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ જ વધુ સુનાવણી

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ કરેલી સુનાવણી ટિકટોક પર મદ્રાસ હાઈકોર્ટની અરજીને પડકારવાને લઈને ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે હજી મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી કરી રહી છે ત્યારે હાલ કોઈ તેમના નિર્ણય વિરુદ્ધ આદેશ આપી શકાય નહીં.

મદ્રાસ હાઈકોર્ટે ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવવા માટે આદેશ આપ્યો હતો અને આદેશને પડકારવા માટે ટિકટોકની માલિકી ધરાવતી બાઈટ ડાન્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટિકટોકની તરફથી વરિષ્ઠ વકીલ મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યાં હતા.

 

 

આ મામલે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી લઈને કોઈપણ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાં મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ, ન્યાયધીશ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આ અરજીને લઈને કહ્યું કે હાલ આ મામલો હાઈકોર્ટમાં વિચારાધીન છે તેથી કોઈપણ આદેશ આપી શકાય નહીં. કોર્ટે કહ્યું કે પહેલાં હાઈકોર્ટ કોઈ આપે તે પછી આ બાબતે સુનાવણી થઈ શકશે.

મદ્રાસ હાઈકોર્ટમાં 16 એપ્રિલે આ ટિકટોકને લઈને સુનાવણી હાથ ધરાવાની છે અને સુપ્રીમે કહ્યું કે હાઈકોર્ટના આદેશ બાદ આગળની સુનાવણી 22 એપ્રિલના રોજ કરીશું. આમ મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે કોઈ કાર્યવાહી કરવાનો ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે અશ્લીલ સામગ્રીના મુદ્દાને લઈને મદ્રાસ હાઈકોર્ટે સરકારને ટિકટોક પર પ્રતિબંધ લગાવવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પણ ટીકટોકને રાહત મળી નથી જેથી ટિકટોક એપ પર પ્રતિબંધ લાગવાને લઈને એક તલવાર હજી લટકી રહી છે.

 

Heavy rainfall lashed Ahmedabad, parts of city witness water logging | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

પત્ની ભાજપમાં, બહેન કોંગ્રેસમાં, જાણો રવિન્દ્ર જાડેજાએ કઈ પાર્ટીને સપોર્ટ આપ્યો?

Read Next

રબારી અને માલધારી સમાજે ખોલ્યો સરકાર સામે મોરચો, ચૂંટણીમાં સમાજના ઉમેદવાર નહીં તો વોટ નહીં!

WhatsApp પર સમાચાર