કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત સાથે મોતનો આંકડો 3 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ

Total 135 samples tested today from Gujarat, none positive

રાજ્યમાં કોરોનાએ એવો ભરડો લીધો છે કે હવે આ મહામારીથી બચવું હોય તો ઘરમાં રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે રાજ્યમાં વધુ એક મોત સાથે મોતનો આંકડો 3 થઈ ગયો છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે. આરોગ્ય તંત્ર કોરોનાને રોકવા પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે.

આ પણ વાંચો: આજથી રાજ્યની તમામ કોર્ટ રહેશે બંધ, ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યો પરિપત્ર

READ  વાપીમાં મુસ્લિમ બિરાદરોએ પુલવામા હુમલાને લઈને નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જાહેરમાં સળગાવ્યા પાકિસ્તાનના ઝંડા

પરંતુ મોત અને પોઝિટિવ કેસનો આંકડો થોભવાનું નામ જ નથી લઈ રહ્યો. સુરત અને અમદાવાદ બાદ હવે ભાવનગરમાં એક વ્યક્તિનું મોત થયું છે. ભાવનગરમાં 70 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. જેઓને પહેલેથી જ હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈપરટેન્શન સહિતની બિમારીઓ હતી. જો પોઝિટિવ કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 15, સુરતમાં 7, રાજકોટમાં 4, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7, કચ્છમાં 1 અને ભાવનગરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

READ  Top News Headlines @ 2 PM: 24-10-2017 - Tv9 gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments