દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, જાણો કેવી રહી છે તેમની રાજનીતિક સફર?

દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું નિધન થયું છે. તેઓએ એક એવી છબી બનીને રાજકીય નેતા રહ્યાં છે કે વિરોધીઓને પણ તેમના વખાણ કરવા પડે છે. શીલા દીક્ષિતે દિલ્હી શહેરની કાયાપલટ કરવામાં મોટો ફાળો આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શીલા દીક્ષિતે રાજનીતિમાં એકડો ઘૂંટ્યો ત્યારે તેમને બધી જ સલાહ સસરા દ્વારા આપવામાં આવી હતી. તેમના સસરાનું નામ ઉમાશંકર દીક્ષિત હતું અને તેઓ કાનપૂર કોંગ્રેસમાં સચિવ હતા. ઈંદિરાના શાસનકાળમાં તેઓ કોંગ્રેસમાં આગળ આવ્યા અને ગૃહમંત્રી પણ બન્યા. તેમની પ્રેરણાથી શીલા દીક્ષિત પણ રાજનીતિમાં આવ્યા. શીલા દીક્ષિતના પતિનું મોત ટ્રેનમાં હાર્ટ એટેક આવવાથી થયું અને બાદમાં શીલા દીક્ષિતે વિરાસતને સંભાળી લીધી હતી.

READ  કારગિલ યુદ્ધમાં દેશના જવાનો વીરગાથાને દર્શાવતી આ ત્રણ ફિલ્મ વિશે જરૂર જાણો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શીલા દીક્ષિત પોતાની પહેલી ચૂંટણી કન્નોજ બેઠક પરથી લડ્યા હતા. કોંગ્રેસમાં આ તેમની પરીક્ષાનો સમય હતો અને તેઓએ આ પરીક્ષામાં સારું એવું પ્રદર્શન કર્યું અને કન્નોજ સીટ પરથી જીત મેળવીને સાંસદ બન્યા. રાજીવ ગાંધીની કેબિનેટમાં પણ મંત્રી પદ શીલા દીક્ષિતને આપવામાં આવ્યું. 1998ની સાલમાં તેમને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. દિલ્હી પૂર્વ સીટ પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો પણ પછીની ચૂંટણીમાં તેમણે જીત મેળવી અને તેઓ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા.

READ  ZOMATOએ ડિલિવરી બોયની ભૂલ પર કરી લાલ આંખ, જુઓ વીડિયો

આ પણ વાંચો:   VIDEO: મેઘરાજાના રિસામણા પૂર્ણ અને લાંબો સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખૂશીનો માહોલ

2013માં અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને દિલ્હીમાંથી હરાવીને જીત મેળવી. બાદમાં તેઓ કેરળના રાજ્યપાલ બન્યા. મોદી સરકારની જીત બાદ તેઓએ રાજીનામું આપી દીધું અને તેઓ ફરીથી દિલ્હી આવી ગયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

2019ની લોકસભા ચૂંટણીની કમાન પણ શીલા દીક્ષિતને સોંપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ શીલા દીક્ષિત પર ભરોસો મૂક્યો હતો. દિલ્હીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનની માગણી કરી હતી. શીલા દીક્ષિતે આ ગઠબંધનનો વિરોધ કર્યો હતો. અંતે ભાજપને લોકસભાની ચૂંટણીમાં જીત મળી હતી. આમ આજે પણ શીલા દીક્ષિત કોંગ્રેસના એક બાહોશ નેતા તરીકે લોકોના દિલમાં સ્થાન ધરાવે છે.  20 જૂલાઈના રોજ તેમનું નિધન થયું છે ત્યારે તમામ નેતાઓ રાજકીય વાદ-વિવાદ ભૂલીને શીલા દીક્ષિતને યાદ કરે છે.  વડાપ્રધાન સહિતના નેતાઓએ ટ્વીટ કરીને તેમના નિધન બાબતે દુખ વ્યક્ત કર્યું છે.

READ  શું દિગ્વિજય સિંહ 10 વર્ષના વનવાસ બાદ ફરીથી જીતી શકશે? આ 4 પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મત છે દાવ પર

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

Gujarat: Authorities fail to take action in the case of threat caused to the lives of lions| TV9News

FB Comments