નવા ટ્રાફિક નિયમોના વિરોધમાં આજે અમદાવાદ શહેરની 2 લાખથી વધુ રીક્ષાના પૈડા થંભી જશે, જુઓ VIDEO

છેલ્લા બે વર્ષથી અમદાવાદના રીક્ષા ચાલકો વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે અને રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે નવા ટ્રાફિક નિયમ આવતા રીક્ષા ચાલકોની સમસ્યા વધી હોવાના રીક્ષા ચાલકોના આક્ષેપ છે. જે આક્ષેપ સાથે રીક્ષા ચાલકો અને રીક્ષા એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધનું એલાન કરાયું છે. જેને લઈને સ્કૂલ વર્ધિ રીક્ષા સાથે 2 લાખ કરતા વધુ રીક્ષાના પૈડાં થંભી જશે.

રીક્ષા ચાલકોના વિવિધ એસોસિએશનની માંગ છે કે નવા ટ્રાફિક નિયમ આવતા દરરોજ કમાઈને દરરોજ ખાનારા તેઓને વધુ દંડ કરવામાં આવી રહ્યો છે. જે દંડ તેમની કમાણી સામે બમણાથી પણ વધુ છે. જે દંડ રીક્ષા ચાલકોને પરવડી શકે તેમ નથી. જેની અગાઉ મુખ્યમંત્રી સુધી પણ રજુઆત કરવામાં આવી છે. જો કે તેમ છતાં પણ રીક્ષા ચાલકોને વધુ દંડ કરવામાં આવી રહ્યો છે, જેથી 2 લાખ રિક્ષા ચાલકોના મોટા ભાગના એસોસિએશને સ્વયંભુ બંધ પાડીને વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એટલુ જ નહી પણ જો કોઈ રિક્ષા ચાલક રસ્તા પર રિક્ષા લઈને દેખોશે તો તેને અન્ય રિક્ષા ચાલક ગુલાબનું ફુલ આપીને તેઓને સહકાર આપવા વિનંતી કરશે તેવુ પણ રિક્ષા એસોસિએશન દ્રારા જણાવાયુ છે, એટલુ જ નહી પણ રિક્ષા ચાલકો તેમની પડતર માંગણીઓને લઈને પણ છેલ્લા 2 વર્ષથી લડત ચલાવી રહ્યા છે, જે માંગણી પણ ન સંતોષાતા અને તેમાં નવા ટ્રાફીક નિયમનો માર વાગવાના આક્ષેપ સાથે વિવિધ રિક્ષા એસોસીએશન દ્રારા આ નિર્ણય કરાયો છે.

READ  સુરત: ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં ફરી મુકાયા અશ્લીલ વીડિયો! ગ્રુપમાં સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેના કારણે સ્કુલ વર્ધીમાં ચાલતી રિક્ષાઓ પણ બંધમા જોડાશે અને બંધમા તેમના પ્રશ્નો અને બંધમાં સહકાર આપશે, જેના કારણે શહેરમાં રિક્ષામાં જતા મુસાફરો માટે હાલાકી પણ સર્જાઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વડોદરા બાદ રાજકોટમાં ભારે વરસાદને કારણે વસાવડી નદીમાં આવ્યુ પૂર, જુઓ VIDEO

 

જો કે બીજી તરફ નવરાત્રીને લઈને શહેરીજનોને હાલાકી ન પડે માટે સાંજે 6 વાગ્યા બાદ રિક્ષા ચાલુ રાખવા માટે પણ એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે, સાથે જ સ્વયંભુ બંધ છતાં જો કોઈ નિવેડો નહી આવે તો એસોસિએશન દ્વારા આગામી 10 તારીખે ગુજરાતમાં રિક્ષા બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192