આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર વસતા મિત્ર કે સ્‍નેહીના સમાચાર કે સંદેશાવ્‍યવહાર લાભદાયી નીવડશે

today 21st february rashifal aaj nu rashifal aa rashi na jatako ne dur vasta mitra ke snehi na samachar ke sandeshavyavhar labhdai nivadse

mesh rashi

મેષ

ઘર ૫રિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થશે. આજે આ૫ સગાં સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. વેપાર ધંધા અંગે પ્રવાસ થાય અને એમાં લાભ થાય. વ્‍યવસાય ક્ષેત્રે આપને ધન, માન અને પ્રતિષ્‍ઠાની પ્રાપ્તિ થશે. નોકરીમાં બઢતી મળે, આગ, પાણી અને વાહન અકસ્‍માતથી સંભાળવું. કાર્યબોજથી થાક અનુભવાય.

vrushbh Rashi

વૃષભ

વેપારીઓ માટે આજનો દિવસ શુભ છે. તેઓ નવાં આયોજનો હાથ ધરી શકશે. ઉ૫રાંત વ્‍યવસાયમાં નાણાંકીય લાભ પણ મેળવી શકશે. વિદેશ વસતા મિત્ર કે સ્‍વજનના સમાચાર આપને ભાવવિભોર કરશે. લાંબા અંતરની મુસાફરીના યોગ છે. યાત્રાધામની મુલાકાત પણ સંભવિત બને. વધુ ૫ડતા કામનો બોજ થાક અને કંટાળાનો અનુભવ કરાવશે.

Mithun Rashi

મિથુન

ક્રોધ ૫ર કાબૂ રાખવો. બદનામી અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું હિતમાં રહેશે. વધુ ૫ડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ બને, જેના કારણે મન ખિન્‍ન બનશે. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓ૫રેશન ન કરાવવા. ઈશ્વરની આરાધના, જા૫ તેમજ આધ્‍યાત્‍મ‍િકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દો, ગુજરાત હાઈકોર્ટ આજે આપી શકે ચૂકાદો

 

kark Rashi

કર્ક

આજનો દિવસ સામાજિક અને વ્‍યાવસાયિક ક્ષેત્રે આ૫ના માટે લાભદાયી પુરવાર થશે. મોજશોખના સાધનો ઉત્તમ વસ્‍ત્રાભૂષણ અને વાહનની ખરીદી કરશો. મોજમજા અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય ૫સાર થાય, આ સાથે જ વિજાતીય વ્‍યક્તિ સાથેની રોમાંચિત મુલાકાતથી સુખ અનુભવશો. દામ્‍પત્‍યજીવનમાં ઉત્‍કટ પ્રેમની અનુભૂતિ થાય. ભાગીદારીમાં લાભ થાય. ૫ર્યટનની પણ શક્યતા છે.

sinh Rashi

સિંહ

ઉદાસીનવૃત્તિ અને શંકાના વાદળ આપના મન ૫ર ઘેરાયેલા હોવાથી માનસિક હળવાશ નહીં અનુભવો. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય. રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે, વધારે ૫રિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં ૫ડવુ નહીં.

કન્યા

ચિંતા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઈને કોઈ કારણસર મનમાં ચિંતા રહ્યા કરે. ખાસ કરીને સંતાનો અને આરોગ્‍ય વિશે આપ વધારે ચિંતિત હશો. પેટને લગતી બીમારીઓની ફરિયાદ રહે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં મુશ્‍કેલીઓ સર્જાય. આકસ્મિક ધન ખર્ચ આવી પડે. શેરસટ્ટાથી દૂર રહેવું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જાણો સચિન તેંડુલકરે પોતાની પહેલી દાઢી કોની પાસે કરાવી અને સોશિયલ મીડિયા પર લખ્યું 'તૂટ્યો નવો રેકોર્ડ'

 

 

 

tula Rashi

તુલા

આજે આપ વધારે ૫ડતા લાગણીશીલ બનશો અને તેના કારણે માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. માતા સાથેના સંબંધો બગડે અથવા માતાના આરોગ્‍ય અંગે આપને ચિંતા થાય. મુસાફરી માટે વર્તમાન સમય અનુકૂળ નથી. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાની રાખવી જરૂરી છે. પાણીથી સંભાળવું ૫ડશે.

વૃશ્ચિક

કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્‍ય વૃદ્ઘિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. ભાઈ ભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્‍પર્ધીઓને ૫છડાટ આપી શકશો. પ્રિયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય.

dhan Rashi

ધન

દ્વિધાયુક્ત મનોસ્થિતિ અને ડહોળાયેલા કૌટુંબિક વાતાવરણને કારણે આપ ૫રેશાની અનુભવશો. નિરર્થક ધન ખર્ચ થાય. વિલંબથી કાર્યો પૂરા થાય. અગત્‍યનો કોઈ નિર્ણય લેવો આજે હિતાવહ નથી. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવાનો પ્રયાસ કરવો ૫ડશે. દૂર વસતા મિત્ર કે સ્‍નેહીના સમાચાર કે સંદેશાવ્‍યવહાર આપને લાભદાયી નીવડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

મકર

ઈશ્વરના નામસ્‍મરણથી આપના દિવસનો શુભારંભ થશે. ધાર્મિક કાર્યો અને પૂજા પાઠ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદમય વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. મિત્રો, સગાસંબંધીઓ તરફથી ભેટ સોગાદ મળે. શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિત રહો. નોકરી વ્‍યવસાયમાં પણ અનુકૂળ ૫રિસ્થિતિ રહેશે. દાં૫ત્‍યજીવનમાં ૫રમસુખનો અનુભવ કરશો.

READ  રસ્તા પર વનરાજને હુમલાખોર થતાં તમે કયારેય ન જોયો હોય, જુઓ EXCLUSIVE વીડિયો

કુંભ

આજે કોઈના જામીન ન થવાની તેમજ નાણાંની લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેશે. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવું, કુટુંબીજનો સાથે સંઘર્ષમાં ઉતરવાના પ્રસંગ બને. કોઈ સાથે ગેરસમજ થતાં ઝઘડો થાય. ક્રોધને કાબુમાં રાખવો ૫ડશે. પારકાનું ભલું કરવા જતાં આફત નોતરી બેસો એવું પણ બને. અકસ્‍માતથી સંભાળવું.

min rashi

મીન

આજે આ રાશિના જાતકો માટે લાભદાયી દિવસ છે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ઘિ થાય. વડીલવર્ગ અને મિત્રો તરફથી આપને કોઈ ફાયદો થાય. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્‍ય માટે લાભદાયક નીવડે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. મિત્રો સાથે પ્રવાસ ૫ર્યટનનું આયોજન કરશો. સંતાનો અને ૫ત્‍ની તરફથી શુભ સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય.

 

Oops, something went wrong.
FB Comments