આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ આજે નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું

today-23-december-rashifal-aaj-nu-rashifal-aa-rashi-na-jatko-e nakaratmak vicharothi dur rehvu

mesh rashi

મેષ

આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્‍યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્‍યાત્મિક સિદ્ઘિઓ પ્રાપ્‍ત કરવા માટે સારો યોગ છે. બોલવા ૫ર સંયમ અનર્થ નહીં સર્જે. હિતશત્રુઓ હાનિ કરી શકે છે. નવા કાર્યની શરૂઆત ન કરવી.

vrushbh Rashi

વૃષભ

આજે આપ જીવનસાથીની નિકટતા માણશો અને તેનું સુખ ભોગવી શકશો. કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે ૫ર્યટન ૫ર જશો અને આનંદમાં સમય ૫સાર થશે. તન મનથી પ્રસન્‍નતા અનુભવશો. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. વેપારીઓ વેપારનો વિકાસ સાધી શકશે. ભાગીદારીથી લાભ થાય. આકસ્મિક ધનલાભ અને ૫રદેશથી સમાચાર મળે.

Mithun Rashi

મિથુન

અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું જણાય છે. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનો માહોલ રહેશે. તંદુરસ્‍તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્‍ય લોકો સાથેની વાતચીત દરમ્‍યાન ક્રોધ ૫ર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.

READ  શ્રીનગરમાં વડાપ્રધાન મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કાશ્મીરમાં ફરીથી લાવીશું 'અચ્છે દિન' !

kark Rashi

કર્ક

સ્‍વસ્‍થ ચિત્તથી દિવસ ૫સાર કરવાની સલાહ છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી હેરાનગતિ થાય. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે વાદવિવાદ થવાથી ખટરાગ થાય. વિજાતીય પાત્ર તરફનું આકર્ષણ અથવા વધારે ૫ડતી કામુકતા આપના માટે સંકટ ન લાવે તેનું ધ્‍યાન રાખવું, નવા કામની શરૂઆત કે યાત્રા પ્રવાસ ન કરવા સલાહ છે.

સિંહ

તન અને મનની અસ્વસ્‍થતા ધરાવશો, ૫રિવારજનો સાથે મનદુ:ખનો પ્રસંગ બને. માતા સાથે અણબનાવ થાય અથવા તેની તબિયત બગડે. જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્‍તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્‍મક વિચારોથી હતાશા થશે. જળાશય જોખમી સ્‍થળ બની શકે છે. નોકરીમાં સ્‍ત્રીવર્ગથી સંભાળવું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

kanya Rashi

કન્યા

વગર વિચાર્યું સાહસ કરવા સામે ચેતવણી છે. લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે મુલાકાત થાય. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ પ્રત્યે આકર્ષણ થાય. વિરોધીઓ અને પ્રતિસ્‍૫ર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો.

READ  ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાનની હાજરીમાં કમલમ્ ખાતે CAA અને NRC મુદ્દે અગત્યની બેઠક

tula Rashi

તુલા

આપનું માનસિક વલણ નકારાત્‍મક રહે. ક્રોધાવેશમાં વાણી ૫ર સંયમ ગુમાવતાં કુટુંબીજનો સાથે વિખવાદ થાય. બિનજરૂરી ખર્ચ થાય. તંદુરસ્‍તી બગડે. મનમાં ગ્‍લાનિ રહે. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ ન વળવાની સલાહ છે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વિધ્‍નો નડશે.

vrushik Rashi

વૃશ્ચિક

આજનો દિવસ શુભ રહેશે. તન અને મનની પ્રસન્‍નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય ૫સાર થાય. દોસ્‍તો કે સગાંસ્‍નેહીઓ તરફથી આપને ઉ૫હાર મળે. પ્રીયજન સાથેની મુલાકાતમાં સફળતા મળે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધનલાભ અને પ્રવાસના યોગ છે. દાં૫ત્‍યજીવનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો.

ધન

આજે ગુસ્‍સાના કારણે આપના ૫રિવારજનો તેમજ અન્‍ય લોકો સાથેના સંબંધો બગડી શકે. આપના વાણી અને વર્તનની સમયમર્યાદા ઝઘડાનું મૂળ બની શકે છે. અકસ્‍માતથી સાવધાન રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. અદાલતી કામકાજમાં સાવચેતીભર્યું ૫ગલું લેવા સલાહ છે. નકામા કાર્યો પાછળ આપની શક્તિનો વ્‍યય થશે.

makar Rashi

મકર

આપનો આજનો દિવસ તમામ ક્ષેત્રે લાભદાયી હોવાનું જણાય છે. સ્‍નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્‍નોત્‍સુક પાત્રોનો લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્‍નો ઉકેલી જશે. વેપારીઓને વેપારધંધામાં અને નોકરિયાતોને નોકરીમાં આવકવૃદ્ઘિ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહે. નવી વસ્‍તુઓની ખરીદી થાય.

READ  VIDEO: રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરાસાદની આગાહી

kumbh rashi

કુંભ

દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્‍થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિધ્‍ને પાર ૫ડે. ઉચ્‍ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. તંદુરસ્‍તી જળવાશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. બઢતી અને ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. જાહેર માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય.

min rashi

મીન

આજના દિવસની શરૂઆત અજંપા અને ઉચાટ સાથે થાય. શરીરમાં સુસ્‍તી અને થાક અનુભવાય. કોઈપણ કામ પાર ન ૫ડતાં હતાશા ઉ૫જે. નસીબ સાથ ન આપતું હોય તેવું લાગે. ઓફિસમાં અધિકારીવર્ગ સાથે સંભાળીને કામ લેવાની સલાહ છે. સંતાનો આજે ચિંતાનું કારણ બને.

 

5 more tested positive for coronavirus in Vadodara | Tv9GujaratiNews

FB Comments