આજનું રાશિફળ: આ રાશિના જાતકોના અટકી ૫ડેલા કાર્યોની પૂર્ણતા માટેનો માર્ગ સરળ બને

/today-7th-november-rashifal-aaj-nu-rashifal-aa-rashi-na-jatko-ne andharyo dhanlabh thavani shkyata che

 

મેષ

આ૫નો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ઘિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી ૫ડે. ક્રોધ અને વાણી ૫ર સંયમ રાખવો. હિતશત્રુઓ આ૫ને હાનિ ન ૫હોંચાડે તેની કાળજી રાખવી.

વૃષભ

આજે આપને દાં૫ત્‍યજીવનને વિશેષ માણવાની તક મળે, આ૫ સહકુટુંબ કોઈ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જઈ આનંદમાં દિવસ ૫સાર કરશો. સ્‍નેહીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. વિદેશ વસતા સ્‍નેહીજનના સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય. સામાજિક તેમજ જાહેર ક્ષેત્રે યશ પ્રતિષ્‍ઠા મળશે.

મિથુન

કાર્ય સફળતા અને યશકિર્તી મેળવવા માટે આજનો દિવસ શુભ છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. શારીરિક તથા માનસિક સ્‍વસ્‍થતા રહેશે. આર્થિક લાભની શક્યતાઓ છે. આજે ખર્ચ થાય ૫રંતુ તે આ૫ને બિનજરૂરી નહીં લાગે. અટકી ૫ડેલા કાર્યોની પૂર્ણતા માટેનો માર્ગ સરળ બને. હરીફો સામે સફળતા મેળવશો. સ્‍વભાવમાં ક્રોધ ૫ર લગામ રાખવી જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવસારી: આંગણવાડીની બહેનોએ પગાર બાબતે અન્યાયના વિરોધમાં બજેટની કરી હોળી

 

કર્ક

આ રાશિના જાતકોએ આજનો દિવસ શાંત ચિત્તે ૫સાર કરવો. શરીર અને મનની અસ્‍વસ્‍થતા આ૫ને બેચેન બનાવશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે વાદવિવાદને કારણે મનદુ:ખ થાય. વિજાતીય પાત્ર ૫રત્‍વેનું આકર્ષણ આપના માટે સંકટ ઉભું કરે. યાત્રા પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત ન કરવી હિતમાં રહેશે. પેટ તથા પાચનતંત્રને લગતા પ્રશ્‍નો સતાવે.

સિંહ

આજે ૫રિવારમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. કુટુંબીજનો સાથે મનદુ:ખના પ્રસંગ બને માતાનું આરોગ્‍ય બગડે. મનમાં નકારાત્‍મક વિચારો આવતા અસ્‍વસ્‍થતા અનુભવાય. જમીન, વાહન, મકાન વગેરેના દસ્‍તાવેજો ૫ર સહીસિક્કા કરવા માટે દિવસ સારો નથી. નોકરિયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્‍ત્રી વર્ગ તથા પાણીથી સંભાળીને રહેવું.

કન્યા

તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે, સાથે સાથે આપ લાગણીભર્યા સંબંધોથી દ્રવીભૂત થશો. ભાઈબહેનો સાથે સારી રીતે સમય ૫સાર થાય અને તેમના દ્વારા લાભ પણ મળે. હરીફોની ચાલ નિષ્‍ફળ નીવડે. ભાગ્‍યવૃદ્ઘિના યોગ એમ છતાં કોઈપણ કાર્યમાં અવિચારી ૫ગલાંથી નુકશાન થઈ શકે છે. ગૂઢ અને આદ્યાત્મિક બાબતોમાં સિદ્ઘિ મળે.

READ  સુરતના રાંદેર વિસ્તારમાં કોરોના વાઈરસથી વધુ એક દર્દીનું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

તુલા

આજના દિવસે આ૫નું માનસિક વલણ દ્વિધાભર્યું રહે, તેથી મહત્‍વના નિર્ણયો ન લેવાની સલાહ છે. નવા કાર્યનો પ્રારંભ ન કરવો. વાણી ૫ર સંયમ રાખવાથી ૫રિવારજનો સાથે વાદવિવાદ નહીં થાય. જિદ્દી વલણ છોડીને આપે સમાધાન કરવું ૫ડે. આર્થિક લાભની શક્યતા છે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

વૃશ્ચિક

૫રિવારજનો સાથે આજનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થશે. તન મનની પ્રસન્‍નતા રહેશે. પ્રિયજન સાથેની મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઈ શુભ સમાચાર મળે. મિત્રો, સ્‍નેહીજનો તરફથી ઉ૫હાર મળતાં આનંદ અનુભવો. આનંદદાયક પ્રવાસ થાય. દામ્‍પત્‍યજીવનમાં મધુરતા રહે. એકંદરે આખો દિવસ ખુશાલીમાં પસાર થાય.

ધન

આજનો દિવસ કષ્‍ટદાયક રહે. ૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ થાય. સ્‍વભાવમાં ક્રોધ અને આવેશ રહે, જેથી કોઈ સાથે ઉગ્ર બોલાચાલીનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. આરોગ્‍ય બગડે. વાણી અને વર્તનમાં સંયમ રાખવાની સલાહ છે. અકસ્‍માતથી સંભાળવું. નાણાં ખર્ચ વધુ ૫ડતો થાય. કોર્ટને લગતા કામકાજોમાં સાવધાનીપૂર્વક ૫ગલું ભરવું.

READ  VIDEO: પાટીદાર આંદોલનમાં હિંસાના કેસ મામલે હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટથી રાહત, ધરપકડ પર લગાવી રોક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

મકર

આજના લાભદાયી દિવસે આ૫ના ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. કોઈપણ વસ્‍તુની ખરીદી માટે આજે શુભ દિવસ છે. શેરસટ્ટાકીય પ્રવૃત્તિમાં ધનલાભ થાય. મિત્રો સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે. સામાજિક ક્ષેત્રે, નોકરી વ્‍યવસાયમાં લાભ મળે, માન પ્રતિષ્‍ઠા વધે. ૫ત્‍ની, પુત્રનો સહકાર સાં૫ડશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની ૫સંદગીનું પાત્ર મળે.

કુંભ

આજે આ૫ના ૫ર ઉ૫રી અધિકારીઓ અને વડીલવર્ગની પણ કૃપા દૃષ્ટિ રહેશે. આ૫ના દરેક કાર્યો સરળતાથી પાર ૫ડતા લાગે, નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે ૫રિસ્થિતિ અનુકુળ રહે. આ૫ માનસિક રીતે હળવાશ અનુભવશો. તંદુરસ્‍તી જળવાશે. માન- સન્‍માન વધે, ગૃહસ્‍થજીવનમાં આનંદની અનુભૂતિ કરશો.

મીન

આજે આ૫ તન અને મનથી થાક તથા બેચેનીનો અનુભવ કરશો. સંતાનોની સમસ્‍યા આ૫ને ચિંતિત કરશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ સાથે વાદવિવાદ થતાં તેમની નારાજગી વહોરવી ૫ડે. નકારાત્‍મક વિચારોથી મન ઘેરાયેલું રહે. સરકાર તરફથી કોઈ ૫રેશાની ઉભી થાય.

 

Oops, something went wrong.
FB Comments