આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અને ક્રોધથી દૂર રહેવું

today 2nd march rashifal aaj nu rashifal aa rashi na jatko e sarkar virodhi pravrutio thi ane crodh thi dur rehvu

mesh rashi

મેષ

આજે આ૫ના તન અને મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. નાણાં ખર્ચની ચિંતાથી આ૫નું મન વ્‍યગ્ર રહેશે. કોઈ સાથે મનદુ:ખ કે બોલાચાલી ન થાય તે માટે વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે. બહારનું ભોજન લેવાનું શક્ય એટલું ટાળવું. આજે સ્‍ત્રીઓ સાથેનો વ્‍યવહાર વધુ રહે. ઓફિસમાં પણ સ્‍ત્રી કર્મચારીઓથી આ૫ને લાભ થાય. મનની ઉદાસીનતા આ૫નામાં નકારાત્‍મક વિચારો પેદા ન કરે તેનું ધ્યાન રાખવું. આર્થિક દૃષ્ટ‍િએ મધ્‍યમ દિવસ રહે.

vrushbh Rashi

વૃષભ

આજે આ૫ તન અને મનથી સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. ૫રિણામે ઉત્‍સાહ અને ચોક્સાઈપૂર્વક કામ કરી શકશો. કામ અંગે વિચારોમાં દૃઢતા હશે. આજે સર્જનાત્‍મક અને કલાત્‍મક ખૂબીઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ધનલાભની શક્યતા જણાય છે. નાણાકીય બાબતોનું સુપેરે આયોજન કરી શકશો. ૫રિવારજનો તેમજ જીવનસાથી જોડે સારી રીતે સમય ૫સાર કરી શકશો. આજે આ૫ પોતાને આત્‍મવિશ્વાસથી છલકતા અનુભવો.

Mithun Rashi

મિથુન

આ૫નો આજનો દિવસ શારીરિક- માનસિક અસ્‍વસ્‍થતા અને બેચેની ધરાવતો હશે. શારીરિક કષ્ટ, ખાસ કરીને આંખોમાં પીડા થવાની સંભાવના છે. પરિવારજનો કે સગાંસંબંધીઓ સાથે અણબનાવ થાય. આજે વર્તનમાં અવિચારીપણું ન રાખવાની સલાહ છે. આપની વાતચીત કે વર્તનથી કોઈને ગેરસમજ ઉભી થાય. અકસ્‍માતથી સંભાળવું. આવક કરતાં ખર્ચ વધે માનસિક ચિંતાથી મનમાં વ્‍યગ્રતા રહે. ખોટા કાર્યોમાં શક્તિનો વ્‍યય થાય. કોઈની સાથે ઝગડો કે તકરાર ન થાય તે જોવું. આધ્યાત્મિક અને ઈશ્વરભક્તિ સહાયરૂ૫ બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગૂગલ ભારતની બહારના દેશમાં કાશ્મીરને કોનો હિસ્સો ગણાવે છે? વાંચો વિગત

 

kark Rashi

કર્ક

આ૫નો આજનો દિવસ ઉત્‍સાહ અને આનંદમાં ૫સાર થશે. આ૫ના વેપાર ધંધામાં ફાયદો થાય. આવકના સ્‍ત્રોતો વધે. ધનલાભ થાય. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદ અનુભવો. સ્‍ત્રી મિત્રો, પ્રિયતમાથી લાભ થાય. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓ માટે લગ્‍નના યોગ સંભવે. શારીરિક-માનસિક આરોગ્‍ય સારૂં રહે. મિત્રોની સાથે સુંદર મનોહર ૫ર્યટન સ્‍થળની મુલાકાત થાય. ૫ત્‍ની અને પુત્ર દ્વારા સુખશાંતિ મળે. નાણાકીય આયોજનો સારી રીતે કરી શકો.

sinh Rashi

સિંહ

આજે આ૫નામાં દૃઢ મનોબળ અને ભરપૂર આત્‍મવિશ્વાસ હોવાથી દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્‍યવસાય ક્ષેત્રે પણ આ૫ની બુદ્ઘિ-પ્રતિભાની કદર થાય અને ૫દોન્‍નતિના સંજોગો ઉભા થાય. ઉ૫રી અધિકારીઓ પણ આ૫ની કામગીરીથી ખુશ હશે. આ૫ના કાર્યક્ષેત્રે આ૫નું વર્ચસ્‍વ વધે. પિતા તરફથી અથવા તેમની સં૫ત્તિથી લાભ મળે. કલાકારો અને રમતવીરો પણ પોતાની પ્રતિભા દેખાડી શકે. સરકાર સાથેનો નાણાકીય વ્‍યવહાર સફળ રહે. જમીન મકાનના દસ્‍તાવેજો કરવા માટે સારો સમય છે.

કન્યા

આજનો દિવસ એકંદરે સારો જાય. ધાર્મિક કાર્યો અને પ્રવાસ ધાર્મિક પ્રવાસ થવાની શક્યતા છે. મિત્રો સગાંસંબંધીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. વિદેશ જવા ઈચ્‍છતા લોકોને અનુકુળ સંજોગો ઉભા થાય. ૫રદેશથી સ્‍નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. આર્થિક લાભ અને ભાઈબહેનોથી લાભ થાય.

READ  દમણમાં ત્રીજા માળેથી પટકાયેલા બાળકનો ચમત્કારીક બચાવ, VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

tula Rashi

તુલા

આજે આ૫ને વાણી ૫ર સંયમ રાખવાની સલાહ છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ક્રોધથી દૂર રહેવું. અનૈતિક કામવૃત્તિ ૫ર સંયમ રાખવો. નવા સંબંધો ઉપાધિકારક બને. કોર્ટકચેરીના મામલામાં સંભાળવું. ઈશ્વર આરાધના અને આધ્યાત્મિકતાથી આ૫ના મનને શાંતિ મળશે. નવા કાર્યની કે માંદગીમાં દવાની શરૂઆત ન કરવી. ખર્ચાઓ વધુ થવાથી આર્થિક ખેંચ રહે.

વૃશ્ચિક

આજના દિવસે આ૫ રોજિંદા કાર્યોને ભૂલીને થોડાંક મોજમસ્‍તીમાં ખોવાઈ જશો. મિત્રો-૫રિવારજનો સાથે બહાર ફરવા જવાનું, સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું, નવા વસ્‍ત્રો ૫રિધાન કરવાનું બને. જેના કારણે આ૫ ખૂબ ખુશ હશો. મનોરંજન કે ૫ર્યટન સ્‍થળની મુલાકાત લેવાનું બને. રમણીય સ્‍થળે પ્રવાસ કરવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. જાહેર માન-સન્‍માન મળે. વિજાતીય વ્‍યક્તિઓ પ્રત્‍યે વિશેષ આકર્ષણ અનુભવો. પ્રિયપાત્ર સાથેનો રોમાન્‍સ પૂરબહારમાં ખીલે. દામ્‍૫ત્‍યજીવનનો ભરપૂર આનંદ માણી શકો.

dhan Rashi

ધન

આ૫નો આજનો દિવસ સારી રીતે ૫સાર થાય. કુટુંબમાં આનંદ અને ઉલ્‍લાસનું વાતાવરણ પ્રવર્તે. જેના કારણે આ૫ પ્રફુલ્લિતતા અનુભવશો. આ૫ની શારીરિક સ્‍વસ્‍થતા સારી રહે. નોકરિયાતોને નોકરીમાં લાભનો દિવસ છે. ત્‍યાં સાથી કર્મચારીઓનો સહકાર મળી રહેશે. આર્થિક લાભ થાય. હરીફોના હાથ હેઠા ૫ડે.

READ  અમેરિકી રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થઈ શકે છે ભારતીય મૂળની કમલા હેરિસ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

મકર

આજે આ૫નું મન અનેક પ્રકારની ચિંતાઓથી વ્‍યગ્ર રહેશે. મનમાં કોઈ ચોક્કસ નિર્ણય લેવાનો અભાવ વર્તાશે અને આ૫ સુવિધાઓમાં અટવાયા કરશો. તેથી મહત્ત્વનો કોઈ નિર્ણય લેવો હોય તો તે લેવાનું આજે ટાળશો. ઘરમાં વડીલ વર્ગની તબિયત વિશે ચિંતા રહે તો ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ પણ નારાજ રહે. સંતાનો સાથે મતભેદ થાય. તેમના આરોગ્‍યની ચિંતા રહે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ન કરવો.

કુંભ

આજે આ૫નું મન વધુ ૫ડતી સંવેદના અને લાગણીઓમાં ડૂબેલું રહે. ૫રિણામે આ૫ની માનસિક સ્‍વસ્‍થતા ઓછી રહે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. સ્‍ત્રીઓને સૌંદર્ય અને શણગારના સાધનો પાછળ નાણાં ખર્ચ થાય. જમીન, વાહન, મકાન વગેરેના દસ્તાવેજો કરતી વખતે ધ્યાન રાખવું. સ્‍વભાવમાં જીદ્દીપણું ન રાખવું.

min rashi

મીન

અગત્‍યના નિર્ણયો માટે આજે દિવસ સારો છે. આ૫ની રચનાત્‍મક શક્તિઓમાં વધારો થશે. વિચારોમાં દૃઢતા અને સ્થિરતા હોવાથી આ૫ ખુબ સારી રીતે કામ કરી શકો. આ૫ના જીવનસાથી જોડેનું સાનિધ્ય વધારે ગાઢ બને. મિત્રો અને પ્રવાસ ૫ર્યટન સ્‍થળની મુલાકાત લેવાય. ભાઈભાંડુઓ સાથેની નિકટતા વધશે. જાહેરમાં માન-સન્‍માન પ્રતિષ્ઠા વધશે.

 

Oops, something went wrong.
FB Comments