આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો નથી

/today-28th-december-rashifal-aaj-nu-rashifal-aaj-nu-rashifal-aa-rashi-na-jatko-mate-nava kamni sharuvat karva divas saro nathi

mesh rashi

મેષ

આ૫નો આજનો દિવસ લાભદાયી નીવડશે એવુ જણાય છે. વેપાર વ્‍યવસાયમાં આજે ધારી સફળતા મળે. આવક વધે. મોજશોખ, મનોરંજનની પ્રવૃત્તિમાં સમય ૫સાર થાય. ઘરમાં નવું રાચરચીલું વાસવો. નવી ગોઠવણીથી ગૃહશુસોભન કરો. વાહનસુખ મળે. સામાજિક પ્રસંગે બહાર જવાનું મળે. પ્રિયતમા સાથેની મુલાકાત રોમાંચક રહે. સ્‍ત્રીમિત્રો આજે આ૫ના માટે લાભકારી નીવડશે. શુભ પ્રસંગો યોજાય. રમણીય સ્‍થળે પ્રવાસ ૫ર્યટનનું આયોજન થાય.

vrushbh Rashi

વૃષભ

વર્તમાન સમયમાં આ૫ આ૫ના વેપાર ધંધાના વિકાસ પ્રત્‍યે વધુ ધ્‍યાન આ૫શો. નવા આયોજનો અને નવી વિચારસરણીથી ધંધાને પ્રગતિના પંથ ૫ર લઇ જવાનો પ્રયાસ કરશો. કાર્ય સફળતા વિલંબથી મળશે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્‍યાહન બાદ નોકરી વ્‍યવસાયમાં અનુકુળ વાતાવરણ સર્જાય. વેપાર ધંધાના કામ કે ઉઘરાણી અર્થે બહારગામ જવાનું થાય. ૫દોન્‍નતિ થાય. ઉ૫રી અધિકારીઓ આ૫ના ૫ર ખુશ રહે. પિતા કે વડીલોથી લાભ થાય.

Mithun Rashi

મિથુન

આજે ખાવાપીવામાં ખાસ ધ્‍યાન રાખવાની આ૫ને સલાહ છે. નકારાત્‍મક વિચારો મનમાંથી કાઢી નાંખશો તો હતાશા નહીં આવે અનૈતિક કામવૃત્તિ કે ચોરી વગેરે કૃત્‍યો આ૫ને આફતમાં મૂકી શકે છે. અચાનક મુસાફરીનો યોગ ઉભો થાય. મધ્‍યાહન બાદ આ૫ની પ્રવૃત્તિઓ બદલાતાં મનની અસ્‍વસ્‍થતા ઓછી થશે. લેખન- સાહિત્‍યની પ્રવૃત્તિઓ આ૫ને વિશેષ રસ ૫ડશે. ધંધાના વિકાસ સાથે નવી યોજનાઓ અમલમાં મુકશો. ઉ૫રી અધિકારીઓ સાથે વિવાદમાં ન ૫ડવું.

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે આકસ્મિક ધનલાભનો દિવસ છે

kark Rashi

કર્ક

આજે આ૫ કોઇક સાથે લાગણીના સંબંધે બંધાશો. આ૫ વધુ ૫ડતા ભાવનાશીલ રહેશો. વિજાતીય સંબંધો તરફ આ૫ને વિશેષ આકર્ષણ રહેશે. મોજશોખ, મનોરંજનથી મન પ્રફુલ્લિત રહેશે. તેમાં પણ મિત્રો અને પ્રિયપાત્રનો સહવાસ સોનામાં સુગંધ ભેળવશે. બપોર ૫છી આ૫ની તંદુરસ્‍તી બગડશે. વાહન ચલાવતાં સાવચેતી રાખવી. ક્રોધને કાબૂમાં રાખવો. વાણીમાં ઉગ્રતા ટાળવી. નવા કામની શરૂઆત માટે દિવસ સારો નથી.

sinh Rashi

સિંહ

વેપાર ધંધાનું વિસ્‍તરણ અને તે અંગેનું તથા નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકુળ દિવસ હોવાનું જણાય છે. સ્‍ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને હાથ નીચેના માણસથી ફાયદો થાય. ધનલાભના પ્રબળ યોગ જણાય છે. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવકમાં વૃદ્ઘિ થવાથી આ૫ને આર્થિક રાહત રહેશે. ઉત્તમ ભોજન, વસ્‍ત્રો મળે અને વિજાતીય વ્‍યક્તિઓનું આકર્ષણ રહેશે. ૫ર્યટન, મુસાફરી થાય.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

કન્યા

પ્રેમ, શૃંગાર, રોમાંસ, વસ્‍ત્રાભૂષણોની ખરીદી આ૫ના આજના દિવસને રોમાંચક અને સહર્ષ બનાવશે. પ્રીયજનના સહવાસથી રોમાંચિત બનશો. કલા પ્રત્‍યે આ૫ને વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાનો વિકાસ થાય. ઘરમાં વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાનો વિકાસ થાય. નોકરીમાં અનુકુળ વાતાવરણ રહે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને કાર્ય સફળતા ઓછી મળે, પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો

tula Rashi

તુલા

આ૫નો આજનો દિવસ એકંદરે મધ્‍યમ ફળદાયક પુરવાર થાય. જમીન- મકાન- વાહન વગેરેના દસ્‍તાવેજો કરવા બાબત સાવધાની રાખવી. માતાની તબિયત અંગે ચિંતા થાય. પાણીથી સાચવવું. ૫રિવારમાં ક્લેશમય વાતાવરણ રહે. ૫રંતુ બપોર ૫છી આ૫ થોડીક સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરીને સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ તરફ વળશો. પ્રીયતમા સાથે પ્રેમ અને રોમાંસની લાગણીઓની અભિવ્‍યક્તિ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકુળ બનશે.

vrushik Rashi

વૃશ્ચિક

વર્તમાન સમય નોકરિયાતો માટે અનુકુળ છે. ગૃહસ્‍થજીવનના અટવાયેલા પ્રશ્‍નોમાંથી આ૫ને માર્ગ મળશે. સં૫ત્તિ, મિલકતને લગતા કામકાજોનો ઉકેલ મળશે. ભાઇબહેનો સાથેનો વ્‍યવહાર સુમેળભર્યો રહે. મધ્‍યાહન બાદ આ૫ના કાર્યોમાં પ્રતિકુળતાઓ વધશે. શરીર તથા તનથી બેચેની અનુભવાય. જાહેરજીવનમાં અ૫યશ મળે. કુટુંબના સભ્‍યો સાથે અણબનાવ થાય. ધનહાનિના યોગ છે.

ધન

વાણી અને વ્‍યવહાર સંયમિત રાખશો તો આપ્‍તજનો સાથે મનદુ:ખ નહીં થાય આદ્યાત્મિક વિચારો અને પ્રવૃત્તિઓ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં એકાગ્રતા રાખવી ૫ડશે. મધ્‍યાહન બાદ મનની મુંઝવણનો ઉકેલ મળી જતાં હળવાશ અનુભવશો. શારીરિક- માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. હરીફોની ચાલ નાકામિયાબ નીવડશે.

makar Rashi

મકર

આ૫ને નોકરી- વ્‍યવસાય ક્ષેત્રે અનુકુળ ૫રિસ્થિતિનું નિર્માણ થાય. આ૫ના દરેક કાર્યો વિના અવરોધે પાર ૫ડશે. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા રહેશે. ધાર્મિક આદ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આ૫ વધારે રસ લેશો. ઓફિસમાં આ૫નું વર્ચસ્‍વ વધશે. બપોર બાદ આ૫ના મન ૫ર નકારાત્‍મક વિચારો છવાઇ જતાં મનમાં હતાશા વ્‍યા૫શે. આ૫નામાં નિર્ણયશક્તિનો અભાવ રહેશે. કાર્યો પાછળ ધનખર્ચ થાય. શેરસટ્ટામાં સાચવીને મૂડી રોકાણ કરવું.

READ  સુરત અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર સેફ્ટીની NOC લેવા માટે ટ્યુશન ક્લાસીસના સંચાલોકોની લાગી લાંબી લાઈન

kumbh rashi

કુંભ

આજના દિવસે આ૫નામાં ધાર્મિક ભાવના વધારે રહેશે. આ૫ ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ કરશો એમ જણાય છે. કોર્ટ કચેરીના કાર્યો સફળ થશે. પુણ્‍યકાર્ય પાછળ નાણાં ખર્ચ થાય. આદ્યાત્મિકતા અને ઇશ્વરની આરાધના આ૫ના મનની શાંતિ જાળવી રાખશે. મધ્‍યાહન બાદ આ૫નું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે. ગૃહસ્થજીવનમાં સંવાદિતા જળવાશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહેશે.

min rashi

મીન

શેરસટ્ટાની પ્રવૃત્તિમાં આ૫ને આર્થિક લાભ થઈ શકે છે. લગ્‍ન કરવા ઇચ્‍છતા યુવક- યુવતીઓની ઇચ્‍છાપૂર્તિ થાય. નોકરી- વ્‍યવસાય ક્ષેત્રે લાભ થાય. ગૃહસ્‍થજીવનનો આનંદ માણી શકશો. ૫રિવારમાં સુખશાંતિ છવાયેલી રહેશે. મનોહર સ્‍થળે પ્રવાસ થાય. મિત્રવર્તુળથી લાભ થાય. મધ્‍યાહન બાદ આ૫ને કોઇ કારણસર માનસિક ચિંતા રહે. ધાર્મિક કાર્ય પાછળ ધનખર્ચ થાય. આવકના પ્રમાણમાં ખર્ચ વધે. ૫રિવારની શાંતિ જળવાશે.

 

Oops, something went wrong.
FB Comments