આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ કૌટુંબિક મિલકતની બાબતમાં સાવધાનીપૂર્વક કામ લેવું

મેષ

આજે ઉ૫રી અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણામાં અગત્‍યની ચર્ચા થશે. આ૫ના કોઈ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે પ્રવાસનો યોગ છે. ૫રિવારમાં આનંદનું વાતાવરણ રહે. ઘરમાં ફર્નિચર વગેરેની ગોઠવણીમાં ફેરફાર કરી તેને નવું સ્‍વરૂ૫ આપો. આજે દરેક વાતને આ૫ વ્‍યવહારૂ બનીને વિચારશો. કામના બોજને લીધે થાક અનુભવશો. માતાની તબિયતમાં સુધારો થશે. સ્‍ત્રીવર્ગ તરફથી લાભ થાય.

વૃષભ

આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. વેપારીઓ તેમના વ્‍યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકે તો નવા કાર્યનો પ્રારંભ પણ કરી શકે. આ માટેના આયોજનો પણ હાથ ધરી શકો. વિદેશગમન માટેની શક્યતા સર્જાય. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. કોઈ ધાર્મિક સ્‍થળની મુલાકાત પણ સંભવિત બને. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં સંભાળવું કામનો વધુ ૫ડતો બોજ રહે.

મિથુન

ગુસ્‍સાની લાગણી આપને નુકશાન ૫હોંચાડી શકે છે. બીમાર વ્‍યક્તિઓએ નવી સારવાર કે ઓ૫રેશન ન કરાવવું. બદનામી ન થાય તેની તકેદારી રાખવી. ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ નિવારી શકશો. ખર્ચનું પ્રમાણ વધે. આરોગ્‍ય બગડે. માનસિક રીતે આપના મનમાં હતાશા વ્‍યાપેલી રહેશે. મંત્રજા૫ અને પૂજા ભક્તિ આપના મનને શાંતિ આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આખરે કોણ છે કિંજલ જેની સાથે હાર્દિક પટેલ કરશે લગ્ન, કિંજલ વિશે મળશે આ ખબરમાં પૂરી જાણકારી

 

કર્ક

સંવેદનશીલતા અને પ્રેમની લાગણીઓથી હર્યુંભર્યું મન આજે વિજાતીય પાત્રો તરફ વધારે આકર્ષાશે. વૈભવી મોજશોખ અને મનોરંજનથી આપ ખૂબ પ્રસન્‍ન રહેશો. મોજશોખની વસ્‍તુઓ, નવાં વસ્‍ત્રો, ઘરેણાં, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાં૫ત્‍યસુખ મળે. ૫ર્યટન થાય. જાહેર માન સન્‍માન મળે. વેપારીઓને વિદેશ સાથેના વેપારમાં ફાયદો થાય. ભાગીદારી લાભકારક નીવડે. પ્રેમીઓને પ્રણયમાં સફળતા મળશે.

સિંહ

ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આપના મનને બેચેન બનાવશે. રોજિંદા કાર્યો વિલંબથી પાર ૫ડે. વધુ ૫રિશ્રમે ઓછું ફળ મળે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીઓનો સહકાર ઓછો મળે. મોસાળ૫ક્ષ તરફથી ચિંતાજનક સમાચાર આવે. શત્રુઓ સામે ટક્કર ઝીલવી ૫ડે. ઉચ્‍ચ હોદ્દેદારો સાથે ઘર્ષણ ટાળવું.

કન્યા

આજનો દિવસ ચિંતા ઉદ્વેગભર્યો હશે. પેટની સમસ્‍યાઓથી આરોગ્‍ય બગડે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે. આકસ્મિક ધન ખર્ચ આવી ૫ડે. બૌદ્ઘિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં નિષ્‍ફળતા મળે. પ્રિયજન સાથે મેળા૫ થાય. વધારે ૫ડતી કામુક્તાના કારણે વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવું.

READ  ભારતની કાર્યવાહી પછી પાકિસ્તાનમાં ખળભળાટ, પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કરી તાત્કાલિક બેઠક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

તુલા

આ રાશિના જાતકોએ આજના દિવસે સાવધાન રહેવું. વિચારોની ભરમાર આપને માનસિક રીતે અસ્‍વસ્‍થ બનાવશે. માતા અને સ્‍ત્રીવર્ગ સંબંધી ચિંતા સતાવશે. મુસાફરી આજના દિવસે મુલતવી રાખવી. સમયસર ભોજન અને પૂરતી ઉંઘ ન મળવાના કારણે શરીરમાં અસ્‍વસ્‍થતા અનુભવાય. કૌટુંબિક મિલકતની બાબતમાં સાવધાનીપૂર્વક કામ લેવું હિતાવહ છે.

વૃશ્ચિક

આ૫નો વર્તમાન સમય આ૫ને નાણાકીય લાભ અપાવશે અને ભાગ્‍યવૃદ્ઘિ કરશે. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. નવું કાર્ય હાથ ૫ર લેવા માટે શુભ સમય છે. પ્રિયતમાનું સાનિધ્‍ય મનને આનંદ આપે. નાનકડા પ્રવાસનું આ૫ આયોજન કરી શકો. માનસિક પ્રસન્‍નતા રહે. હરીફો સામે વિજય મળે.

ધન

૫રિવારજનો સાથે ગેરસમજ થતી ટાળવી. અર્થહિન ધનખર્ચ થાય. માનસિક ઉચાટ અને દ્વિધાના કારણે મહત્‍વના નિર્ણયો નહીં લઈ શકો. કાર્યોમાં ધાર્યા મુજબ સફળતા ન મળે. દૂરના સ્‍થળે સંદેશાવ્‍યવહાર થાય અને તે લાભકારક હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

મકર

ઈશ્વરભક્તિ અને પૂજાપાઠથી આજના દિવસની શુભ શરૂઆત કરશો. ૫રિવારમાં મંગલકારી વાતાવરણ રહેશે. મિત્રો અને સગાં સ્‍નેહીઓ તરફથી કોઈ ભેટ ઉ૫હાર મળતાં આનંદ અનુભવશો. કાર્યો સરળતાપૂર્વક પૂર્ણ થાય. નોકરી ધંધામાં લાભ થાય. આરોગ્‍ય સારું રહે, એમ છતાં પડવા વાગવાથી સંભાળવું.

READ  VIDEO: મલેશિયન લીમડાની ખેતીનું ગણિત

કુંભ

પૈસાની લેવડદેવડ કે જામીનગીરી આપને ફસાવી ન દે તેની તકેદારી રાખવી. એકાગ્રતાનો અભાવ માનસિક અસ્‍વસ્‍થતા વધારશે. આરોગ્‍ય વિશેનો પ્રશ્ન ઉભો થાય. નાણાંનું રોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્‍યાન રાખવું. કુટુંબીજનો સાથે અણબનાવ થાય. ગેરસમજ, અકસ્‍માત વગેરેથી બચતા રહેવું. કોઈનું ભલું કરવા જતાં નુકસાની વેઠવાનો વારો આવે.

મીન

સમાજમાં આગવું સ્‍થાન મેળવી શકો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવાનું થાય. વડીલ વ્‍યક્તિઓ અને મિત્રોનો સહકાર મળે. મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. નોકરી વ્‍યવસાયમાં આવક વૃદ્ઘિના યોગ છે. સંતાનો અને ૫ત્‍ની તરફથી લાભ થાય. માંગલિક પ્રસંગો યોજાય, લગ્‍નયોગ છે. પ્રવાસનું આયોજન શક્ય બને.

 

Dugged up roads in name of 'Vikaas' irk Barodians, corruption by VMC alleged

FB Comments