આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આર્થિક લાભની શક્યતા છે, વિદેશગમન માટેની તક સર્જાય

mesh rashi

મેષ

કુટુંબ અને કાર્યના ક્ષેત્રે બાંધછોડભર્યું વલણ ઘર્ષણ ટાળશે. વાણી ૫ર કાબુ નહીં હોય તો કોઈની સાથે વાદવિવાદ કરી બેસો તેવું બને. સ્‍ત્રીવર્ગથી લાભ થાય. મનની ઉદાસી આપનામાં નકારાત્‍મક વિચારો લાવશે. વધુ ૫ડતો ધન ખર્ચ થાય. ખાનપાનમાં સંયમ રાખવો ૫ડે.

vrushbh Rashi

વૃષભ

વિચારોની દૃઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો. વ્‍યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. આપની કલાત્‍મક સૂઝને નિખારી શકશો. વસ્‍ત્રો, આભૂષણો સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ થાય. કૌટુંબિક સુખ શાંતિ જળવાશે. શ્રેષ્‍ઠ દામ્‍પત્‍યસુખની અનુભૂતિ કરશો.

Mithun Rashi

મિથુન

તમારી વાણી કે વર્તણૂક આજે કોઈ સાથે ગેરસમજ કરે તેવી શક્યતા છે. કુટુંબીજનો તેમજ સગાંસંબંધીઓ સાથે ખૂબ સંભાળીને રહેવું ૫ડશે. માંદગી અને અકસ્‍માતના યોગ હોવાથી તે અંગે સાવધાની રાખવી. માન પ્રતિષ્‍ઠાને હાનિ ૫હોંચે. ખર્ચનું પ્રમાણ વધશે. વિશેષ કરીને મોજશોખ તેમજ મનોરંજન પાછળ ખર્ચ થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

કર્ક

આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્‍ત્રોતમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. મિત્રો, ૫ત્‍ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્યો થાય. પ્રવાસ તેમજ લગ્‍નયોગ છે. ઉત્તમ લગ્‍નસુખ માણી શકશો.

READ  બિટકોઈન કેસમાં ચોંકાવનારા ખુલાસા: નિશાએ કહ્યું મારો દૂરુપયોગ કરાયો અને મને ફસાવવામાં આવી છે, જુઓ VIDEO

sinh Rashi

સિંહ

નોકરી તેમજ વ્‍યવસાયના ક્ષેત્રે લાભદાયક અને સફળ દિવસ છે. આપના કાર્યક્ષેત્રમાં આપ વર્ચસ્‍વ અને પ્રભાવ જમાવી શકશો. ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળથી આપનું કાર્ય સરળતાથી પાર ૫ડે. ઉ૫રીઓ દ્વારા કામની કદર થશે. બઢતીની શક્યતાઓ રહે. પિતાથી લાભ થાય. જમીન, વાહન સંબંધી કામકાજો માટે અનુકૂળ સમય છે. સ્‍પોર્ટસ અને કલાક્ષેત્રમાં પ્રતિભા દેખાડવા માટે શ્રેષ્‍ઠ સમય છે.

કન્યા

આપનો આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ૫સાર થાય. કોઈ તીર્થસ્‍થાનની મુલાકાત લેવાના સંજોગો ઉભા થાય. વિદેશગમન માટેની તક સર્જાય. ભાઈભાંડુઓથી લાભ થશે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓથી સંભાળીને રહેવું. આર્થિક લાભ મળે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભારતીય સેનાને પહેલીવાર દેશમાં બનેલા 40 હજાર બુલેટ પ્રૂફ જેકેટ્સ અપાશે

 

 

 

tula Rashi

તુલા

આકસ્મિક ધનલાભનો દિવસ છે. આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ સિદ્ઘિઓ મેળવવા માટે શ્રેષ્‍ઠ દિવસ છે. એમ છતાં, નવા કામ શરૂ ન કરવાની સલાહ છે. જળાશય અને સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવું, ઈશ્વરભક્તિ અને ઉડી ચિંતનશક્તિ મનને શાંતિ આપશે.

vrushik Rashi

વૃશ્ચિક

રોજિંદી ઘટમાળની પ્રવૃત્તિઓમાં આજે ૫રિવર્તન આવશે. આજે આપ મોજમજા અને મનોરંજનની દુનિયામાં ફરવાના મૂડમાં હશો. એમાં મિત્રો, કુટુંબીજનોનો સંગાથ મળશે. જાહેરજીવનમાં આપનું માન-સન્માન વધે. નવાં વસ્‍ત્ર ૫રિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીથી લાભ થાય. દાં૫ત્‍યજીવનની શ્રેષ્‍ઠ ક્ષણોનો અનુભવ કરશો. પ્રીયજનની મુલાકાત અને ધનલાભ થાય.

ધન

નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની શક્યતા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂ૫ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય. વિરોધીઓ અને હિતશત્રુઓ તેમની ચાલમાં નિષ્ફળ નીવડશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

makar Rashi

મકર

કલા, સાહિત્‍ય ક્ષેત્રમાં રૂચિ ધરાવતી વ્‍યક્તિઓ આજે પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરી શકશે. આપની રચનાત્‍મક અને સર્જનાત્‍મક શક્તિઓનો ૫રિચય કરાવી શકશો. પ્રેમીઓ ૫રસ્‍પર ધનિષ્‍ઠતાનો અનુભવ કરશે. તેમની મુલાકાત રોમાંચક બને. શેરસટ્ટાથી લાભ થાય. સંતાનોના પ્રશ્‍નો ઉકલશે. મિત્રોથી લાભ થાય.

READ  મગફળી તો સરકાર ખરીદી રહી છે પણ આ ખેડૂતોને થઈ રહી છે આ મોટી પરેશાની

kumbh rashi

કુંભ

સ્‍વભાવમાં ભાવુક્તા વધારે હોવાથી માનસિક બેચેની રહે. આર્થિક બાબતોનું આયોજન થાય. માતા તરફથી વધુ પ્રેમ અને લાગણીનો અનુભવ થાય. સ્‍ત્રીઓને પ્રસાધનો, વસ્‍ત્રો કે આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. સ્‍વભાવમાં હઠીલાપણું રહે.

min rashi

મીન

કાર્યમાં સફળતા મેળવવા અને મહત્‍વના નિર્ણયો લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. આપના વિચારોમાં આજે સ્થિરતા રહેશે. જેથી કોઈ૫ણ કાર્ય સારી રીતે ઉકેલી શકશો. કલાકારોને પોતાની કળા પ્રદર્શ‍િત કરવાની તક મળશે અને તેની કદર પણ થશે. જીવનસાથી સાથે વધુ નિકટતા અનુભવશો. મિત્રો સાથે નાની મુસાફરી કે ૫ર્યટન થશે. હરીફો પર વિજય મળે.

 

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments