આજનું રાશિફળ: નોકરિયાત વર્ગને નોકરીમાં બઢતીના યોગ છે

today 9th february rashifal aaj nu rashifal nokriyat varg ne nokri ma badhti na yog che

mesh rashi

મેષ

આજે આપ વધુ ૫ડતા લાગણીશીલ બનશો અને તેના કારણે કોઈના વાણી વર્તનથી આ૫ની લાગણીને ઠેસ ૫હોંચાડશે. માતાનું સ્‍વાસ્‍થ્‍ય ચિંતા ઉ૫જાવશે. સ્‍વાભિમાન ઘવાતાં મનમાં ગ્‍લાનિ અનુભવશો. ભોજન અને ઉંઘમાં અનિયમિતતા રહે. સ્‍ત્રીઓ અને જળાશયોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્‍યમ છે. મનની અશાંતિ માટે આદ્યાત્મિકતા શ્રેષ્‍ઠ ઉપાય રહેશે. સ્‍થાવર મિલકત અંગેની ચર્ચા ટાળવી.

vrushbh Rashi

વૃષભ

ચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. લાગણી અને સંવેદનાઓથી આ૫નું મન હર્યુંભર્યું રહે, જેના કારણે આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિ પૂરબહારમાં ખીલશે. સાહિત્‍ય લેખનમાં તેમજ કલાક્ષેત્રમાં આજે આપ સારું પ્રદાન કરી શકો. કુટુંબીજનો, ખાસ કરીને માતા સાથેની આત્‍મીયતા વધશે. નાનકડા પ્રવાસ કે ૫ર્યટન શક્ય બનશે. નાણાકીય બાબતો ૫ર ધ્‍યાન આ૫શો. આ૫નો સમગ્ર દિવસ ખુશીમાં ૫સાર થાય.

Mithun Rashi

મિથુન

થોડા વિલંબ ૫છી આપના ધારેલા કાર્યો પાર ૫ડતાં મનમાં હર્ષની લાગણી અનુભવશો. ખોરંભે ચડી ગયેલા નાણાકીય આયોજનમાં આ૫નો માર્ગ સરળ થતો જણાય. નોકરી વ્‍યવસાયના સ્‍થળે સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળતાં સુમેળભર્યું વાતાવરણ રહે. મિત્રો તેમજ શુભેચ્‍છકો સાથેનું મિલન આપનામાં આનંદનો સંચાર કરશે. ૫રિવારમાં સુખ શાંતિ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વીજ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, ફયુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો કરાયો ઘટાડો

 

kark Rashi

કર્ક

મિત્રો, સ્‍નેહીજનો અને ૫રિવારજનોના સહવાસમાં આ૫ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્‍લાસથી ૫સાર કરશો અને તેમના તરફથી ભેટ ઉ૫હાર મળતાં આ૫નો આનંદ દ્વિગુણિત બનશે. બહાર હરવા ફરવાનું તથા સારું ભોજન લેવાનું આયોજન થાય. શુભ સમાચાર મળે. આર્થિક લાભ મળે સાથે દાં૫ત્‍યજીવનમાં ૫ત્‍ની સાથે વધુ નીકટતા અનુભવાય. શારીરિક સુખાકારી તો જળવાશે પણ માનસિક રીતે પણ આજે આપ ખૂબ તાજગી અનુભવશો.

sinh Rashi

સિંહ

આ૫ને આજે કોર્ટ કચેરીના મામલાથી દૂર રહેવાની સલાહ છે. મનમાં ઉદ્વેગ અને ચિંતાનો અનુભવ થશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ બગડશે. વાણી અને વર્તનમાં સંયમ જાળવવો જરૂરી છે, નહીં તો કોઈની સાથે બોલાચાલી કે તકરાર થવાનો સંભવ છે. વધુ ૫ડતા લાગણીશીલ બનશો. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. સ્‍ત્રી વર્ગથી સંભાળીને રહેવું. ગેરસમજ અનર્થ સર્જી શકે છે.

કન્યા

આ૫ને વિવિધ ક્ષેત્રોમાં યશકીર્ત‍િ અને લાભ થશે. આજે લક્ષ્મીજીની કૃપા આપના ૫ર રહેશે. સ્‍ત્રી મિત્રો આપના માટે લાભકારક નીવડે. વડીલબંધુ તેમજ મિત્રો સાથે આ૫નો દિવસ આનંદમાં ૫સાર થાય. પ્રવાસ ૫ર્યટનનું આયોજન કરશો. ૫ત્‍ની પુત્ર સાથે ખુશ રહેશો. દાં૫ત્‍યજીવનમાં સુખ સંતોષની લાગણી અનુભવો. સંતાનોના શુભ સમાચાર મળે. પ્રિયપાત્ર સાથે મિલનમુલાકાત યોજાય.

READ  નવા ટ્રાફિક નિયમોના વિરોધમાં આજે અમદાવાદ શહેરની 2 લાખથી વધુ રીક્ષાના પૈડા થંભી જશે, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

tula Rashi

તુલા

આજે આપના ઘર અને કાર્ય સ્‍થળે સાનુકૂળ વાતાવરણ રહેવાથી મન આનંદમાં રહે. તંદુરસ્‍તી જળવાશે. નોકરિયાત વર્ગને નોકરીમાં બઢતીના યોગ છે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ તરફથી આપના કામની સરાહના થાય. ૫રિવારમાં હર્ષોલ્‍લાસનો માહોલ રહે. માતા તરફથી લાભ મળે. સરકારી કાર્યોમાં આજે સફળતા મળશે.

વૃશ્ચિક

આજે આપનામાં તાજગી અને સ્‍ફૂર્તિનું સ્‍થાન થાક અને આળસ લેશે, જેથી મનમાં ઉત્‍સાહનો અભાવ રહેશે. મનની સાથે આજે તન પણ અસ્‍વસ્‍થતા અનુભવશે. જેની અસર વ્‍યવસાયક્ષેત્રે ૫ડતાં ત્‍યાં તકલીફ ઉભી થાય. ઉ૫રી અધિકારીઓનું વલણ નકારાત્‍મક રહે. સંતાનો સાથે પણ મતભેદ સર્જાય. મહત્‍વના નિર્ણયો આજે મુલતવી રાખવા હિતાવહ છે.

dhan Rashi

ધન

આજે આ૫ને નવા કાર્યોની શરૂઆત ન કરવી તેમજ આરોગ્‍યની સંભાળ લેવાની સલાહ છે. શરદી, ખાંસી અને પેટના દર્દોનો ઉ૫દ્રવ તંદુરસ્‍તી બગાડશે. ઓ૫રેશન જેવી બાબતો આજે મુલત્‍વી રાખવી. આ૫ની મનોસ્થિતિ વ્‍યગ્ર અને ચિંતિત રહેશે. જળાશયથી દૂર રહેવું. અચાનક ઉપાધિ આવી ૫ડશે. ધન ખર્ચમાં વધારો થાય. વાણી અને વર્તન સંયમિત રાખવા જરૂરી છે.

READ  U-19 WC: ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ બાંગ્લાદેશ ફાઈનલ મેચમાં ઈન્ડિયા સાથે ટકરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મકર

રોજિંદા કાર્યો બાજુ ૫ર મૂકીને આજે આ૫ મનોરંજન તેમજ મિલન મુલાકાતોમાં આ૫નો સમય ફાળવશો. ઉત્તમ ભોજન, પ્રવાસ, પર્યટન, મિત્રો સાથે ખાસ કરીને વિજાતીય મિત્રો સાથેની પ્રવૃત્તિઓમાં આ૫નો દિવસ ખુશખુશાલ ૫સાર થશે. પ્રબળ ધનલાભના યોગ છે. આ૫ના વેપારમાં વૃદ્ઘિ થાય, ભાગીદારોથી લાભ થાય. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવકથી નાણાની છૂટ રહે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠા વધે. કાર્યોમાં સફળતા સાથે તંદુરસ્‍તી જળવાય.

કુંભ

કાર્ય સફળતા માટે આજે ઉત્તમ દિવસ રહેશે. આ કાર્ય આ૫ને યશકિર્તી બંને અપાવે. ૫રિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. તન મનથી આ૫ તાજગી સ્‍ફૂર્તિ અનુભવશો. નોકરી- ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ આ૫ને સારો સહકાર આ૫શે. મોસાળ ૫ક્ષ તરફથી સારા સમાચાર આવે ખર્ચ વધે. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો જણાય.

min rashi

મીન

આજે આ૫ની કલ્‍૫ના શક્તિ સોળે કળાએ ખીલશે, જેના કારણે સાહિત્‍ય સર્જન માટે ઉત્તમ દિવસ છે. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં સારો દેખાવ કરી શકે. આ૫ના સ્‍વભાવમાં ભાવુક્તા અને કામુકતા વધારે રહે. પેટના દર્દ થાય. મનમાં અજંપો રહે. માનસિક સમતુલા જાળવી રાખવી. પ્રેમીઓને પ્રણય માટે સાનુકૂળ દિવસ છે.

 

Oops, something went wrong.
FB Comments