• March 26, 2019

BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિરના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વ પૂર્ણ સુનાવણી થવા જઈ રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યની બેન્ચે ગયા બુધવારના રોજ આ મુદ્દા પર વિભિન્ન પક્ષોને સાંભળ્યા હતા. હવે બેન્ચ જો આ કેસને મધ્યસ્થતા દ્વારા સમાધાન કરવા માટે મોકલે છે તો તેને સાહસિક નિર્ણય ગણાશે.

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતાં મધ્યસ્થતાને પરવાનગી આપી દીધી છે. આ મામલે મધ્યસ્થતાની મદદથી નિરાકરણ લાવવામાં આવશે.

કોર્ટે આપ્યો આદેશ

જેના માટે કમિટીની રચના કરવામાં આવશે. જેના અધ્યક્ષ જસ્ટિસ ઇબ્રાહિમ ખલીફુલ્લાહ રહેશે. આ ઉપરાંત શ્રીશ્રી રવિશંકર અને શ્રીરામ પંચૂ પણ તેનો ભાગ હશે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું કે, આ મામલે મધ્યસ્થતા જ મહત્વની રહેશે. જેના માટે એક પેનલની રચના કરવામાં આવશે. આ માટે તમામ પક્ષે પોતાના નામ આપવાના રહેશે. એટલું જ નહીં આ કેસની સુનાવણી દરમિયાન મીડિયા રિપોર્ટિંગ પર પણ પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. તેમજ 4 અઠવાડિયામાં રિપોર્ટ આપવાનો રહેશે.

કોર્ટના નિર્ણય એટલાં માટે પણ મહત્વનો છો કારણ કે હિન્દુ પક્ષ આ પગલાનો વિરોધ કરી રહ્યાં છે અને તેમણે તેને સમયની બર્બાદી ગણાવી દીધું છે. જ્યારે મુસ્લિમ પક્ષો અને નિર્મોહી અખાડે અલગ-અલગ નામ સોંપી દીધા છે.

આજે કોર્ટમાં બેન્ચમાં CJI સિવાય જસ્ટિસ એસએ બોબડે, ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ અબ્દુલ નજીર સામેલ છે. જો કે અન્ય હિન્દુ પક્ષો એ મધ્યસ્થતાનો વિરોધ કર્યો છે અને તેના લીધે તેમણે કોઇ પણ નામ પણ સોંપ્યું નથી. ઉલ્લેખનીય છે કે પહેલાં પણ ચાર વખત મધ્યસ્થતાનો પ્રયાસ કર્યો પરંતુ અસફળ રહ્યો.

આ પણ વાંચો : શા માટે આજે જ, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવવામાં આવે છે ? જાણો શું છે ઇતિહાસ

સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ 2.77 એકર જમીન ત્રણ પક્ષકારો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાની વચ્ચે બરાબર વહેંચવાના ઇલાહાબાદ હાઇકોર્ટના 2010ના નિર્ણયની વિરૂદ્ધ દાખલ કરેલી 14 અપીલો પર સુનવણી દરમ્યાન મધ્યસ્થતાના માધ્યમથી વિવાદ ઉકેલવાની સંભાવના તપાસવાની ભલામણ કરી હતી.
બુધવારના રોજ સુપ્રીમ કોર્ટે એ વાતને પ્રમુખતા કહી હતી કે મોગલ શાસક બાબરે જે કર્યું તેની ઉપર તેનું કોઇ નિયંત્રણ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેનું માનવું છે કે કેસ મૂળ રીતે અંદાજે 1500 વર્ગફૂટ જમીનથી સંબંધિત નથી પરંતુ ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલ છે.

હિન્દુ સંગઠનો જેમકે નિર્મોહી અખાડાએ રિટાયર્ડ જજો – જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ એકે પટનાયક અને જસ્ટિસ જીએસ સિંઘવીના નામ મધ્યસ્થી તરીકે આવ્યા છે જ્યારે સ્વામી ચક્રપાણી ધડાનું હિન્દુ મહાસભા એ પૂર્વ ચીફ જસ્ટિસ- જસ્ટિસ જેએસ ખેહર અને જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ (રિટાયર્ડ) એકે પટનાયકના નામનો પ્રસ્તાવ કર્યો છે.

Gujarat: Dharmesh Patel thanks Congress party for giving him LS ticket for Navsari seat- Tv9

FB Comments

Hits: 442

TV9 Web Desk6

Read Previous

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડું, દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત

Read Next

પાકિસ્તાનને જવાબ આપવા માટે સેનાનો મહત્વનો નિર્ણય, કર્નલ રેન્કના અધિકારીઓને યુદ્ધ ભૂમિ પર મોકલવામાં આવશે

WhatsApp chat