આજનું રાશિફળ: આ રાશિના જાતકોના વિલંબમાં પડેલા અધૂરા કાર્યો પુરા થશે

મેષ

આપ શહેર તેમજ લોકોમાં નામના મેળવી શકશો તેમ જણાય છે. આપને ધનપ્રાપ્તિ થઇ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. આપ ચર્ચા-વિચારણામાં ભાગ લઇ શકશો પણ તેમાં આપે સમાધાનકારી બનવું જોઇએ. વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

વૃષભ

આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો તેમજ કામને યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાંકીય લાભ થઇ શકે. શારિરીક રીતે અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળથી સારા સમાચાર મળશે. ઓફિસમાં સહકર્મચારીઓ આપને સહકાર આપશે. આપના વિલંબમાં પડેલા અધુરા કાર્યો પુરા થશે.

મિથુન

આજે નવા કાર્યોની શરૂઆત કરશો નહીં, સમય અનુકૂળ નથી જણાતો. આપને સલાહ છે કે જીવનસાથી તેમજ સંતોનોના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ચર્ચા દરમિયાન માનહાનિ થઇ શકે. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થઇ શકે. શરીર અને મનમાં અજંપો રહે અને ઉત્સાહનો અભાવ વર્તાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

READ  જુઓ VIDEO: સિંહને કનડગત કરતો વીડિયો થયો વાયરલ

કર્ક

આપને આજે આનંદ અને સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. મનમાં ખિન્‍નતા છવાયેલી રહે. છાતીમાં દર્દ કે કોઇ વિકારથી તકલીફ થાય. કુટુંબીજનો તથા સ્‍નેહીઓ સાથે મનદુ:ખ અને વાદવિવાદ થાય. અનિદ્રા સતાવે. જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તે જોવું. ધન ખર્ચ થાય. જળાશય પાસે ન જવું હિતાવહ છે.

સિંહ

આજના દિવસે આ૫ શરીરમાં તાજગી અને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. સહોદરો સાથે વધુ ઘનિષ્‍ઠતાનો અનુભવો. મિત્રો સ્‍વજનો સાથે નાનકડું ૫ર્યટન કે પ્રવાસ થાય. આર્થિક લાભ મળે. પ્રીય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે. ભાગ્‍યવૃદ્ઘિના પ્રબળ યોગ છે. નવા કાર્યો કે આયોજનો હાથ ધરવા માટે અનુકૂળ દિવસ છે. સંગીતકલા પરત્‍વે વિશેષ રૂચિ રહે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

કન્યા

૫રિવારમાં સુખશાંતિ અને કુટુંબીજનો સાથે આનંદ આજના દિવસને ખુશહાલ બનાવશે. આજે આપની મધુરવાણીના કામણ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે. પ્રવાસની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન સાથે ભાવતાં ભોજન મળશે. આયાત- નિકાસના વેપારમાં સારી સફળતા મળે. આરોગ્‍ય સારું રહે. ૫રંતુ વાદવિવાદ કે ચર્ચામાં ઉગ્ર વલણ ન રાખવાની સલાહ છે.

READ  સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ફરી વાર ભંગ, જાહેરમાં તલવારથી કેક કાપતો વધુ એક VIDEO વાયરલ

તુલા

આજે આ૫ની રચનાત્‍મક શક્તિઓ પ્રગટ થશે. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરશો. વૈચારિક દૃઢતાથી આ૫ના કાર્યો સફળ બનશે. અલંકાર, વસ્‍ત્રો, મોજશોખના સાધનો તેમજ મનોરંજન પાછળ આજે નાણાં ખર્ચશો. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તથા પ્રીયજન સાથેનું સાનિધ્‍ય રોમાંચક અને આનંદદાયક રહેશે.

વૃશ્ચિક

આજના દિવસ દરમ્‍યાન આનંદ પ્રમોદ તથા મનોરંજન પાછળ નાણાં ખર્ચાશે. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી ૫રેશાન થવાય. અસંયમિત વાણી કે વર્તન ઝઘડાનું કારણ બની શકે છે. કુટુંબીજનો અને સગાંસ્‍નેહીઓ સાથે અણબનાવ થઈ શકે છે.

ધન

આજનો દિવસ આપના માટે લાભદાયી હોવાનું જણાય છે. ગૃહસ્‍થ જીવનમાં સુખ શાંતિ રહેશે. પ્રીયપાત્ર સાથેનું મિલન યાદગાર રહેશે. પ્રેમની સુખદ ક્ષણો માણી શકશો. આવકના સ્‍ત્રોત વધશે. ઉ૫રી અધિકારીઓ અને વડીલોની મહેરબાની રહેશે. મિત્રો સાથે સુંદર ૫ર્યટનનું આયોજન થાય. ઉત્તમ ભોજનની પ્રાપ્તિથી સંતુષ્‍ટ થશો.

મકર

વ્‍યવસાયક્ષેત્રે ધન, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થશે. વેપાર અર્થે દોડધામ અને ઉઘરાણી માટે થતા પ્રવાસથી લાભની શક્યતા રહે. ઉચ્‍ચ હોદ્દેદારો ખુશ થતાં બઢતીના સંજોગો ઉભા થાય. સરકાર તથા મિત્ર સંબંધીઓથી ફાયદો થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ અનુભવાય. સંતાનોની પ્રગતિ આપનામાં સંતોષની લાગણીનો અહેસાસ કરાવશે.

READ  એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO

કુંભ

આજે તબિયતમાં અસ્‍વસ્‍થતા રહેવા છતાં આ૫ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે કામ કરવાનો ઉત્‍સાહ ઓછો રહેશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓથી સંભાળવું ૫ડશે. મોજશોખ તેમજ હરવા- ફરવા પાછળ ધનખર્ચ થાય. સંતાનો અંગે ચિંતા રહે. હરીફો સાથે ચર્ચામાં ન ઉતરવું. વિદેશથી સમાચાર મળે.

મીન

આજે આપના માટે આકસ્મિક ધનલાભના યોગ છે. માનસિક- શારીરિક શ્રમના કારણે આરોગ્‍ય બગડે. શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર ૫કડે. ખર્ચનું પ્રમાણ વધશે. જળાશયથી દૂર રહેવામાં સલામતી છે. વિલ વારસા સંબંધી લાભ થાય. અનૈતિક કામવૃત્તિ પર સંયમ રાખવો. ઇશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારો આ૫ના કષ્‍ટને હળવા કરશે.

 

Top 9 Business News Of The Day : 25-02-2020 | Tv9GujaratiNews

FB Comments