આજનું રાશિફળ: આ રાશિના જાતકોની તબિયત નાદુરસ્ત રહે, ખાવા-પીવામાં વિશેષ કાળજી રાખવી

today-rashifal-todays-rashifal-21st-june

મેષ

આ૫નો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આજે આ૫ તબિયતમાં થોડી અસ્‍વસ્‍થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે અને તેના કારણે કામ બગડી શકે છે. જો કે આજે આ૫નું વલણ ન્‍યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઈ શકો. ધા‍ર્મિક પ્રવાસનું આયોજન થઇ શકે છે. આજે આ૫ જે પ્રયત્‍નો કરો છો તે ખોટી દિશામાં થતાં હોય તેવું બને.

વૃષભ

આજના દિવસે સાવચેતીપૂર્વક ચાલવાની સલાહ છે. આજે કોઈપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરવી. આજે આ૫ની તબિયત નાદુરસ્‍ત રહે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવી. આજે શારીરિક રીતે થાક અનુભવો અને માનસિક રીતે પણ બેચેની અનુભવાય. ઓફિસ કે વ્‍યવસાયમાં વધારે પડતા કાર્યબોજથી થાક અનુભવાય. મુસાફરી લાભદાયી ન રહે. બને તેટલો સમય આધ્‍યાત્મિકતામાં ૫સાર કરવો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

મિથુન

આ૫નો આજનો દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં ૫સાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે ૫ર્યટન થાય. વાહનસુખ મળે નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવાં વસ્‍ત્ર ૫રિધાન માટેના પ્રસંગો બને. મિષ્ટાન્‍ન સહિતનું ઉત્તમ સુરૂચિ ભોજન પ્રાપ્‍ત થાય. તંદુરસ્‍તી સારી રહે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. આજે ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

કર્ક

READ  આજનું રાશિફળ: નોકરી અને વ્‍યવસાય સાથે સંકળાયેલા આ રાશીના જાતકો માટે આજે દરેક રીતે લાભદાયી દિવસ

આ૫નો આજનો દિવસ સારી રીતે ૫સાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આ૫ જે કોઈ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. આરોગ્‍ય સારૂં રહે તેથી ઘરમાં સુખ અને આનંદદાયક રીતે ૫રિવારજનો સાથે આરામથી સમય ૫સાર કરો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. હાથ નીચેના માણસો અને નોકરિયાત વર્ગથી ફાયદો થશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્‍ન રહેશે. શત્રુઓ ૫ર વિજય મેળવી શકશો.

સિંહ

આજે આ૫નો દિવસ આનંદથી ૫સાર થાય. આજે આ૫ વધારે ૫ડતા કલ્‍૫નાશીલ બનશો. મૌલિક સાહિત્‍ય સર્જન કે કાવ્‍ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચક મુલાકાતનો પ્રસંગ બને અને આ૫નેએ મુલાકાત હર્ષ‍િત કરે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરવા માટે ખૂબ સારો સમય છે. મિત્રવર્તુળ સાથે મિલન- મુલાકાત સંભવિત બને. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. આજે આ૫ને હાથે કોઈ ૫રો૫કારનું કાર્ય થાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

કન્યા

આજે આ૫ના માટે સમય અનુકુળ નથી. શરીર અને મનની સ્‍વસ્‍થતા નહીં જળવાય. મન અનેક ઉપાધિઓના કારણે ચિંતાતુર રહે. આજે તાજગી સ્‍ફૂર્તિનો અભાવ રહે. સ્‍વજનો સાથે અણબનાવ રહે. માતાની તબિયત વિશે ચિંતા થાય. જમીન મકાનના દસ્‍તાવેજો સંભાળીને કરવા. સ્‍ત્રી અથવા પાણીથી ભય રહે. જાહેરમાં અ૫માનિત ન થવાય તેની કાળજી રાખવી. ધનખર્ચ થાય.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોના અટકી ૫ડેલા કાર્યોની પૂર્ણતા માટેનો માર્ગ સરળ બને

તુલા

આ૫નો આજનો દિવસ શુભફળદાયી રહેશે. ભાઈભાંડુઓ સાથે સુમેળભર્યા સંબંધો રહે તેમજ તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા કરો. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. ધનલાભના યોગ છે. વિદેશથી સારા સમાચાર આવે. વ્યવહાર પ્રસંગે પણ બહારગામ જવાનું આયોજન થાય. નવા કાર્યોના આરંભ માટે શુભ દિવસ છે. તન અને મનનું આરોગ્‍ય જળવાશે. રોકાણકારો માટે સારો દિવસ છે. આજનો દિવસ ભાગ્‍યવૃદ્ઘિનો છે.

વૃશ્ચિક

આ રાશિના જાતકો માટે આજે સામાન્‍ય લાભનો દિવસ છે. બિનજરૂરી ખર્ચ ૫ર લગામ રાખવી. પારિવારિક કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. શારીરિક તકલીફ સાથે ચિત્તમાં ગ્‍લાનિ રહે. નકારાત્‍મક માનસિક વલણ ટાળવું. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને અવરોધ આવે.

ધન

આજના દિવસે આ રાશિના જાતકો તન-મનની સ્‍વસ્‍થતા જાળવી શકશે. આજે આ૫ નિર્ધારિત કાર્ય કરી શકો. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. પ્રવાસની વિશેષ કરીને ધાર્મિક પ્રવાસની શક્યતાઓ છે. ૫રિવાર કે સગાંસ્‍નેહીમાં ક્યાંક માંગલિક પ્રસંગમાં હાજરી આ૫વાનું બને. સ્‍વજનોના મિલનથી મન આનંદમાં રહે. દામ્પત્‍યજીવનમાં પણ સુખ અને આનંદ મળે. આજે આ૫નું વલણ ન્‍યાયી રહે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. સામાજિક ક્ષેત્રે યશકીર્તિમાં વૃદ્ઘિ થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

મકર

આજના દિવસે આ રાશિના જાતકોએ થોડુક સાવધાનીપૂર્વક ચાલવાની સલાહ છે. આજે વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટકચેરીના કાર્યમાં સફળતા મળે. આવક કરતાં ખર્ચ વધારે થાય. ધાર્મિક સામાજિક કાર્યોમાં વ્‍યસ્‍તતા વધે અને ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. આરોગ્‍ય અંગે ચિંતિત રહેશો. પુત્ર, સગાં- સંબંધીથી અણબનાવ થાય. વધુ મહેનતે ઓછી સફળતા મળે. માનસિક બેચેનીનો અનુભવ કરો. અકસ્‍માતથી સંભાળવું.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આર્થિક લાભની શક્યતા છે, વિદેશગમન માટેની તક સર્જાય

કુંભ

આ રાશિના જાતકો માટે નવા કાર્યો કે આયોજનોની શરૂઆત કરવા માટે શુભ દિવસ છે. નોકરી કે વેપારમાં લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટ‍િ આજે આ૫ના ૫ર રહેશે. સામાજિક ક્ષેત્રે આ૫ની ખ્‍યાતિ વધે. સંતાનો સાથે સુમેળ રહેશે. ૫ત્‍ની અને પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. જીવનસાથીની શોધ કરનારાઓ માટે લગ્‍નના સંજોગો ઉભા થાય. સુંદર સ્‍થળે ૫ર્યટનનું આયોજન કરો.

મીન

આ૫નો આજનો દિવસ અત્‍યંત શુભ ફળદાયી નીવડશે. આજે આ૫ના માટે કાર્યસફળતા અને ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િના કારણે આ૫ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ અને સફળતા મળે. ઉઘરાણીનાં નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. લક્ષ્મીદેવીની કૃપાદૃષ્ટ‍િ રહે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારૂં રહેશે. સરકાર તરફથી ફાયદો થાય. માનસન્‍માન અને ઉચ્‍ચ હોદ્દો મળે. સાંસારિક જીવન આનંદમય રહે.

 

Top News Headlines Of This Hour : 10-04-2020 | Tv9GujaratiNews

FB Comments