આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું, જો શક્ય હોય તો મહત્વના કામ ન કરવા

મેષ
આજના દિવસે તમને વર્ષો જૂની મહેનતનું ફળ મળી શકે છે. જેથી મનમાં ધીરજ રાખવી. લોકો સાથે બોલાચાલી ટાળવી અને જરૂર મુજબનું લોકો સાથે વર્તન કરવું જરૂરી છે. મિત્રો અથવા સંબંધીઓ તમારી પાસે મદદ માગવા પણ આવી શકે છે. તો અંગે પણ વિચારીને પગલુ ભરવું પડી શકે છે.


વૃષભ
આજે તમે તમારા પ્રયત્નોમાં સફળ થઈ શકો છો. તમારા મનની અધુરી ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે. પરિવાર સાથે સમય સારો પસાર થશે. સમાજ અને સંબંધિઓ વચ્ચે તમને માન સન્માન મળશે. મિત્રો સાથે બહાર જવાનું અને ભોજનો સંયોગ પણ સર્જાઈ શકે છે.

મિથુન
વૃષભ રાશિના જાતકની સાથે તમને પણ તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી મહેનત તમને તમારા કાર્યોમાં આગળ લઈ આવશે. પ્રેમ સંબંધો માટે થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે. તો ધીરજતાથી કામ લેવું જરૂરી છે. પરિવારમાં પત્ની-પતિ સાથે ઉભું રહેવાની જરૂર પડી શકે છે. તો ભાઈ-બહેન સાથે બોલાચાલી થઈ શકે છે.

READ  Anand : Illegal call centre raided in Vidhyanagar, 4 arrested - Tv9

કર્ક
વિદ્યાર્થીઓ માટે આ શુભ સમય છે સાથે પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકાયેલા કાર્યો પણ પૂર્ણ થવાની શક્યતાઓ છે. આર્થીક સ્થિતિમાં સુધારો થશે તો સામે ખર્ચાઓમાં પણ કાળજી રાખવાની સલાહ છે. નકામી કામગીરીમાં પોતાની શક્તિનો વ્યય કરવાથી દૂર રહેવું. લગ્ન લાયક જાતકો માટે સારા સમાચાર આવી શકે છે.

સિંહ
જો તમે વધુ અભ્યાસ અથવા નોકરી કે ધંધા માટે વિદેશ જવા માગો છો તો આ સારો સમય છે. રાજનૈતિક કે સામાજિક જીવન સાથે જોડાયેલા લોકોએ કાળજી રાખવાની જરૂર રહેશે. તો ધંધાદારીઓ માટે વ્યવસાયમાં નફો થઈ શકે છે. એકંદરે દિવસ સામાન્ય રહેશે

કન્યા
નોકરીમાં તમારા ઉપલા અધિકારીઓ સાથે મનદુઃખ થઈ શકે છે. આ સમયમાં ખાસ શાંતિથી અને રાહ જોઈને કામગીરી કરવી ફરજિયાત બને છે. જો કોઈ કામ કરવા જતાં બગડી જાય તો પણ ધીરજ રાખવી પડશે. પરિવાર સાથે સામાન્ય દિવસ પસાર થશે. તો પ્રેમી મિત્ર સાથે લાગણીના સંબંધોમાં વધારો થઈ શકે છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આવી શકે છે ખુબ સારા સમાચાર

તુલા
વિદ્યાર્થીઓ માટે સામાન્ય દિવસથી વધારે મુશ્કેલ દિવસ રહી શકે છે. તેમ છતાં પોતાના પ્રયત્નોમાં સતત લાગી રહેવાથી કામ પાર પડી શકે છે. નોકરી માટે પ્રયત્ન કરી રહેલા જાતકોને તક મળશે. જો કોઈ મહત્વના નિર્ણય લેવાથી દૂર રહી શકાય તો તે કરવું જરૂરી છે. પરિવારમાં માતા અથવા બહેન સાથે પોતાની મુશ્કેલી જણાવવાથી નિરાકરણ આવી શકે છે.

વૃશ્ચિક
તમારી લોકપ્રિયતા તેની ચરમસીમા પર છે જેથી તમને મોટા લોકો સાથે સંપર્ક બનાવવાની તક મળશે. આ સમયમાં તમારા દુશ્મન પણ તમારું ખરાબ નહીં કરી શકે. આર્થીક સ્થિતિમાં કોઈ મોટા ફેરફારો થવાની સંભાવના નથી. દિવસ સામાન્ય અને સુંદર રહેશે. પરિવારમાં સારા પ્રસંગો પણ પૂરા થઈ જશે.


ધન
જો કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો તેને થોડા સમય માટે ટાળવાની કોશિશ કરી શકો છો. વારસાઈ સંપતિનો લાભ તમને મળી શકે છે. પરિવાર સાથે મનમેળ ન સર્જાતા તણાવની પરિસ્થિતિ આવી શકે છે.

મકર
આજે તમે તમારા પ્રિયજનોને તમારા મનની વાત જણાવી શકો છો. જે કામને કરવા માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો તે પાર પડી શકે છે. બગડેલા સંબંધો સુધરવાની પૂરી શક્યતાઓ સર્જાઈ શકે છે. વેપાર અને ધંધામાં પણ આગળ વધવાની સંભાવનાઓ છે. નોકરીમાં પણ સારુ પ્રદર્શન કરશો.

READ  ટીમ ઈન્ડિયાની વિશ્વ કપમાં હાર બાદ લતા મંગેશકરે કરી એવી વાત કે ધોની પડી ગયા છે 'ધર્મ સંકટ'માં

કુંભ
પરિવાર સાથે સમય સારો રહેશે. નોકરી ધંધામાં કામનો બોજો વધી શકે છે. આ સમયમાં તમે જીવનના ધ્યેયમાં આગળ વધી શકો છો. પ્રેમીમિત્ર મિત્રો માટે આજનો દિવસ થોડો નિરાશાજનક રહી શકે છે. કોઈ દુર્ઘટના થવાની શક્યતા પણ સર્જાઈ શકે છે. સ્વાસ્થયની પણ ચિંતા તમને રહેશે. અનિચ્છનિય પ્રવાસોને ટાળવા જોઈએ.

મીન
નાની-મોટી બાબતોને લઈને બોલાચાલી થઈ શકે છે. આજના દિવસે સાવધાનીથી કામગીરી કરવી જરૂરી છે. પરિવારમાં પણ થોડી મુશ્કેલી થઈ શકે છે. નકામી વાતોથી દૂર રહેવું જરૂરી છે. તો ભોજનને લઈને પણ સંયમી રહેવું પડશે. પ્રેમસંબંધો માટે પણ આ સમય યોગ્ય નથી. થોડા સમય માટે મોટા કામ ટાળવા પડી શકે છે.

FB Comments