દુનિયાના 1000 લોકો 1 સેકન્ડ માટે પણ સૂઈ શકતા નથી, જો સૂઈ ગયા તો…

toddler can died from falling asleep
toddler can died from falling asleep

જો તમને એવું કહેવામાં આવે કે સુઈ જવાથી તમારું મોત થઇ શકે છે તો શું તમે ક્યારેય ઊંઘશો ? પણ દુનિયામાં એવા કેટલાંક બદનસીબ છે જેમના માટે ઊંઘ મોતનો ખતરો લઈને આવે છે. ખરેખરમાં આ એક એવી બીમારીની વાત છે જેમાં ઊંઘ આવતાજ વ્યક્તિનો શ્વાસ બંધ થઇ શકે છે.

ઇંગ્લેન્ડ ના હેમ્પશોરના એક બાળકનો ફોટો વાયરલ થઇ રહ્યો છે જે એક વિચિત્ર બીમારીનો શિકાર બન્યો છે. આ બિમારીના કારણે જયારે પણ આ બાળક ઊંઘે છે તેનું મોત થવાનો ખતરો રહે છે.

toddler could die from falling asleep 6.22.12 PM
toddler could die from falling asleep (Image Credit : Family)

ચાર્લીને Congenital Central Hypoventilation Syndrome (CCHS) નામની બીમારી છે. 1 વર્ષના ચાર્લી વેંગસ્ટાફના ઈલાજ માટે ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે જેથી તેના માટે Lifesaving Mask ખરીદી શકાય અને ચોંકાવનારી વાત એ છે કે આખી દુનિયામાં ફક્ત 1000 લોકો આ બીમારીનો ભોગ બન્યા છે.

READ  ખતરનાક રેડિયેશનવાળા સ્માર્ટફોનનું આવ્યું લિસ્ટ! તમારો ફોનનો તો નથી ને આ લિસ્ટમાં?

આ બીમારી વ્યક્તિના સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમની શ્વાસ લેવાની ક્રિયા પર નિયંત્રણ કરે છે. એક વર્ષનો ચાર્લી જયારે પણ ઊંઘે છે તેને વેન્ટિલેટરથી જોડાયેલ એક માસ્ક પહેરવું પડે છે. આ માસ્કના કારણે બાળકના ચેહરાનો વિકાસ નથી થઇ રહ્યો અને ચેહરાનો આકાર પણ બગડી રહ્યો છે. ચાર્લીના માતા-પિતાને ડેનમાર્ક માં ઈલાજ માટે જરૂરી ફંડ મળી ગયું છે.ડેન્માર્કમાં ડૉકટર બાળકના ઈલાજ માટે બ્રિથિંગ માસ્ક બનાવશે જેથી આ બાળકના ચેહરાનો વિકાસ સામાન્ય રીતે થઇ શકે. ઉલ્લેખનીય છે કે ચાર્લી જયારે ઊંઘે છે તે દરમિયાન તેની સેન્ટ્રલ નર્વ સિસ્ટમ શ્વાસ લેવાની પ્રક્રિયાને નિયમિત નથી કરી શક્તું.

READ  જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!
toddler will die if he falls asleep (Image Credit : Family)
toddler will die if he falls asleep (Image Credit : Family)

શ્વાસોશ્વાસ એ કુદરતી પ્રક્રિયા છે જેના માટે વ્યક્તિએ વિચારવું નથી પડતું કે તે ક્યારે શ્વાસ લે પરંતુ Congenital Central Hypoventilation Syndrome(CCHS) ની બીમારીમાં શ્વાસ લેવાની પ્રક્રિયા દરમિયાન કેન્દ્રના તંત્રિકા તંત્રના સુરક્ષાગાર્ડ કામ કરવાનું બંધ કરી દે છે.
જયારે વ્યક્તિના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ નું સ્તર વધી જાય છે ત્યારે તંત્રિકા તંત્ર વ્યક્તિને શ્વાસ લેવા માટેની સૂચના આપે છે પરંતુ આ બીમારીનો ભોગ બનેલા વ્યક્તિને આવી કોઈજ સૂચના નથી મળતી જેના કારણે શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા રોકાઈ શકે છે અને જો આ દર્દીને સમયસર સારવાર ના મળે તો તે વિકલાંગ બની શકે છે અથવા તો તેનું મોત પણ થઇ શકે છે.

આ બીમારીના લક્ષણો ક્યાં-ક્યાં છે ?

સામાન્ય રીતે આ બીમારીના લક્ષણો જન્મના થોડાજ સમયમાં જોવા મળે છે , આ બીમારીનું મુખ્ય લક્ષણ શ્વાસ લેવામાં તકલીફ છે અને ક્યારેક શ્વાસ રોકાઈ જાય છે
આ બીમારી મગજ અને શરીર વચ્ચે સંદેશો મોકલનારી તંત્રિકાઓમાં બદલાવ થવાથી થાય છે.

READ  18 વર્ષમાં પ્રથમ વખત, રાત્રે 12 વાગ્યા સુધી કેમ લોકસભામાં ચાલી ચર્ચાઓ?

ચોંકાવનારી વાત એ છે કે આ બીમારીનો કોઈજ ઈલાજ નથી, જેની સારવારમાં દર્દીને શ્વાસ લેવા માટે ફક્ત વેન્ટિલેશનનો સપોર્ટ આપવામાં આવે છે.

[yop_poll id=54]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments