હજી પણ સમય હોય તો બદલી દો નોકરી કે કરી લો આ ફિલ્ડનો કોર્સ , જાણો દેશના એવા 10 પ્રોફેશન્સ જ્યાં મળે છે સૌથી વધુ પગાર

દેશમાં એકબાજુ જ્યાં પ્રોફેશનલ તકોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવે માત્ર ડૉક્ટર્સ કે એન્જિનિયર્સ જ વધુ કમાય છે તેવું નથી રહ્યું. દેશના એવા ટોપ 10 પ્રોફેશન્સ જોઈએ જ્યાં તમે સારી કમાણી કરી શકો છો. આ 10 પ્રોફેશન્સમાં કામ કરતા લોકોને અન્યોની સરખામણીએ વધુ પગાર મળે છે.

10. કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ

આજના સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે દરરોજ નિતનવી તકો ઉભી થઈ રહી છે. આગામી સમયમાં હજી પણ તકો વધશે. ત્યારે આજની મોટી મોટી ડિજિટલ MNCs જેવી કે, અમેઝોન, માઈક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબૂકના ઘણાં ઓપરેશન્સ ભારતમાં થાય છે જેઓ હંમેશાં સ્થાનિક ટેલેન્ટની શોધમાં હોય છે. આ કંપનીઓ પહેલેથી જ સારા પગારે વ્યક્તિઓને નોકરી પર રાખે છે.

9. કંપની સેક્રેટરી

કોઈ પણ મોટી કંપનીમાં કંપની સેક્રેટરીનો રોલ ખૂબ મહત્ત્વનો હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ઝડપી આગળ વધવા માટે યોગ્ય સ્ટ્રેટેજી જોઈએ અને તેવામાં કંપનીઓ સારા પગારે કંપની સેક્રેટરીને નોકરી પર રાખે છે.

8. મર્ચન્ટ નૅવી

જો તમારા માતા-પિતા કે મિત્રોએ તમને બીચથી દૂર ખેંચીને લઈ જવા પડતા હોય તો આ નોકરી તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે. કોમર્શિયલ શીપ્સની પ્રવૃત્તિઓ સંભાળવાનું કામ કરવાનું હોય છે. જોકે આ નોકરીમાં તમારે વર્ષના 6-9 મહિના દરિયામાં જ કાઢવા પડે. પરંતુ મર્ચન્ટ નૅવીની ગણતરી દેશની ટોપ 10 વધુ પગાર મેળવતી નોકરીઓમાં થાય છે. જોકે તેમાં પણ તમારા અનુભવ અને આવડત પ્રમાણે અલગ અલગ પદ હોય છે જે પ્રમાણે પગાર નક્કી થતો હોય છે.

7. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

પ્રોફેશનલ્સનો એક એવો વર્ગ જેની હંમેશાં ડિમાન્ડ રહે છે અને મહત્ત્વ પણ. દરેક નાની મોટી કંપનીએ તેમની અકાઉન્ટિંગની આવડતની જરૂર પડતી જ હોય છે. આજની તારીખમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ અન્ય પ્રોફેશન્સની સરખામણીએ ઘણો સારો પગાર મેળવે છે.

6. સિવિલ સર્વિસીસ

દેશની સૌથી જૂની એન્ટ્રન્સ એક્ઝામ જેની શરૂઆત બ્રિટિશકાળમાં કરવામાં આવી હતી. આજે પણ તે ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતી માનવામાં આવે છે. અને એમાં પણ 7મા પગારપંચ પછી સિવિલ સર્વિર્સમાં પગાર ઘણો જ સારો થઈ ગયો છે. અને તેમાં પણ ઈન્ડિયન ફોરેશન સર્વિસીસમાં જાઓ તો દુનિયામાં કોઈ પણ દેશમાં પોસ્ટિંગ મળે અને ફોરેન અલાઉન્સ તો અલગ.

5. મેનેજમેન્ટ કન્સલટન્ટ

રોજબરોજ બિઝનેસમાં આવતા પડકારોનો સામનો કરી, સફળ થવા માટે મેનેજમેન્ટ કન્સલટન્ટ્સ ઘણાં ડિમાન્ડમાં છે. MBA ડિગ્રી મેળવનાર વ્યક્તિ મેનેજમેન્ટ કન્સલટન્ટ તરીકે નોકરી કરે છે. જેમાં ઘણું રિસર્ચ કરીને, કંપનીએ કઈ દિશામાં આગળ વધવું જોઈએ તે અંગે ગાઈડ કરવાનું રહે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

4. ડૉક્ટર

ભારતીય માતા-પિતામાં પોતાના બાળકોને ડૉક્ટર્સ બનાવવાનો ઘણો ક્રેઝ જોવા મળે. તેમાં પૈસાની સાથે માન-સન્માન પણ ઘણું હોય છે.

3. મેનેજમેન્ટ પ્રોફેશનલ

માર્કેટિંગ, ફાઈનાન્સ, હ્યુમન રિસોર્સ, લોજિસ્ટિક્સ જેવી કોઈ પણ બિઝનેસ કંપનીમાં તમે MBAની ડિગ્રી સાથે જોડાઈ શકો છો.

આ પણ વાંચો: સલમાનખાનનો આ VIDEO જોઈને દંગ રહી જશો, બોલી ઉઠશો ‘વાહ સલમાન વાહ’

2. કમર્શિયલ પાયલટ

દેશની બીજા નંબરની વધુ પગાર મેળવતી નોકરી અને સાથે જ ગ્લેમરસ પણ. શરૂઆતનો પગાર જ રૂપિયા 1.5 લાખથી 2 લાખ હોય છે. જોકે પાયલટ બનવા માટે તમાારે સખત મહેનત કરવી પડે છે.

1. વકીલ

આ એક એવું પ્રોફેશન છે જે હંમેશાં ડિમાન્ડમાં રહે છે. કોઈ પણ ક્ષેત્ર હોય, વકીલની જરૂર પડતી જ રહે છે. વકીલ કંપનીમાં જોડાય કે પોતાની અલગથી પ્રેક્ટિસ કરે, એક વકીલની કમાણી અન્ય પ્રોફેશન્સ કરતા ઘણી વધારે હોય છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Tanker carrying chemical catches fire, Valsad - Tv9

FB Comments

Hits: 1053

Comments are closed, but trackbacks and pingbacks are open.