આ છે ભારતીય ટીમના TOP 5 ‘દાનવીર’ ક્રિકેટર્સ, નંબર-2 પર આવનાર ક્રિકેટરનું નામ જાણી ચોંકી જશો, ભારતીય સૈનિકોના પરિવારોની ઉપાડી છે જવાબદારી

બૉલિવૂડ સેલિબ્રિટીઝ જે સામાજિક ધોરણે સેવા કરતા હોય કે લોકોને મદદ કરતા હોય છે તે અવારનવાર સમાચારોમાં આપણે જોઈએ છીએ. ઘણી વખત તેમાં ખેલાડીઓ પણ આગળ પડતા હોય છે.

પરંતુ ઘણાં ખેલાડીઓ એવા છે જે પોતે લોકોની મદદ કરે છે તે બહાર નથી આવવા દેતા. ત્યારે આજે જોઈએ એવા 5 ટૉપ ભારતીય ક્રિકેટર્સ છે જેઓ દાન કરવામાં અવ્વલ છે.

5. વિરેન્દ્ર સેહવાગ

દાનવીર ક્રિકેટરના લિસ્ટમાં પાંચમા સ્થાને છે વિરેન્દ્ર સેહવાગ. સેહવાગ સમગ્ર દુનિયામાં ખતરનાક બેટિંગ માટે જાણીતા છે અને તેમના ઘણાં રેકોર્ડ તોડવા મુશ્કેલ છે. પરંતુ તેઓ બેટિંગની જેમ ગરીબોને મદદ કરવામાં પણ અવ્વલ છે.

READ  VIDEO: પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ કારણથી કરી પાકિસ્તાની બાળકીની મદદ

4. મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. તેમણે પોતાની સંપત્તિમાંથી ઘણી વખત દાન કર્યું છે અને હંમેશાં ગરીબોની મદદ કરતા રહે છે.

 

3. સચિન તેંદૂલકર

દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક એટલે સચિન તેંદૂલકર. તેઓ પોતાની કમાણીના 5% ગરીબોમાં વહેંચી દે છે.

READ  આ બેઠક પરથી લડશે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભાની ચૂંટણી, ભાજપે આપી ટિકીટ

2. ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર એક શાનદાર ક્રિકેટર હોવાની સાથે સાથે એક સારા અને સાચ્ચા માણસ પણ છે. ગૌતમ ગંભીરે હાલમાં જ સૈનિકોના પરિવારની મદદ કરી છે અને કેટલાંયે જવાનોના બાળકોના અભ્યાસની જવાબદારી ઉપાડી છે. ગંભીર બહુ મોટા દાનવીર છે.

1. રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ ભલે બહુ સમાચારોમાં ન આવતા હોય પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પોતાની કમાણીનો અડધો ભાગ ગરીબોમાં દાન કરી દે છે. બહુ ઓછા લોકો હોય જે આવું કરી શકે.

READ  EPFOની ચેતવણી: આ એક ભૂલથી ખાલી થઈ જશે આખી જિંદગીની કમાણી

[yop_poll id=897]

Top News Headlines Of This Hour : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments