આ 5 ભૂલોના કારણે તમને મળે છે Wi-Fiની ઓછી સ્પીડ, ભૂલ સુધારો, હાઈસ્પીડ મેળવો

reasons of slow wi-fi

reasons of slow wi-fi

આજકાલ લોકો પોતાના ઘરમાં Wi-Fi ના કનેક્શન લેતા હોય છે. જેને કોઈપણ ડિવાઇસ સાથે કને કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે પછી એ કમ્પ્યુટર હોય કે પછી લેપટોપ કે મોબાઈલ ફોન. પણ જો Wi-Fi ની સ્પીડ તમને હેરાન કરી રહી છે તો આટલું કરો

1. Wi-Fi ના રાઉટરને ઘરની વચ્ચે રાખવું જેથી કરીને તેના સિગ્નલ ઘરના તમામ ભાગોમાં પહોંચે અને તમે કોઈપણ ઘરના કોઈપણ ખૂણામાં બેઠા હોય પણ ઇન્ટરનેટની સ્પીડ મળી રહે. રાઉટરની જગ્યા નક્કી કરવા માટે તમે ‘ક્લાઉડ ચેક’ ની પણ મદદ લઇ શકો છો જેથી તમને ખબર પડશે કે કઈ જગ્યાએ સિગ્નલ કમજોર છે.

2 રાઉટરને જમીનથી ઓછામાં ઓછી 2 ફૂટની ઊંચાઈ પર રાખવું જોઈએ. કેમકે સિગ્નલની દિશા નીચેની તરફ હોય છે અને જો રાઉટર જમીન પર હશે તો સિગ્નલ માં રુકાવટ નો સામનો કરવો પડશે

3. ધ્યાન રહે ભૂલથી પણ રાઉટર ને TV કેબિનેટ પર અથવા પડદા ની પાછળ ના રાખો।. રાઉટર ને હમેશા ખુલ્લામાં રાખો જેથી સિગ્નલ વ્યવસ્થિત મળે. ફક્ત TV જ નહીં પણ રાઉટરને કૉડલેસ ફોન, માઇક્રોવેવ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો થી દૂર રાખવું.

4. જયારે તમારી આજુબાજુ ઘણા Wi-Fi નેટવર્ક હોય ત્યારે Wi-Fi analyzer, Wi-Fi Stumbler જેવા ટૂલ તમને પરફેક્ટ ચેનલ શોધવામાં મદદ કરી શકે છે

5. આટલું કર્યા પછી પણ જો તમને Wi-Fi ની સ્પીડ સારી નથી મળી રહી અથવા તો લાગે છે કે કોઈ તેમના Wi-Fi ના સિગ્નલ ચોરી રહ્યું છે તો તમારા Wi-Fi નો પાસવર્ડ ચોરાઈ ગયો હશે જેને તમારે તાત્કાલિક બદલવાની જરૂરિયાત છે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Case of increasing menace of locusts: Congress MLA Geniben Thakor visits border areas of Banaskantha

FB Comments

TV9 Web Desk1

Read Previous

સવારના નાસ્તામાં ખમણ-ઢોકળાં કે ઈડલી-સંભાર ખાવા જોઈએ કે નહીં? સવારે નાસ્તો કરવામાં કોઈ ભૂલ તો નથી કરતા ને? જાણો

Read Next

LRD પેપર લીકનો રેલો ગુજરાતની બહાર 3 રાજ્યો સુધી પહોંચ્યો, 8 લોકોની ધરપકડ

WhatsApp પર સમાચાર