આ છે ભારતના 7 MOST WANTED દુશ્મનો કે જેમને પાકિસ્તાનમાં ઘુસીને મારવા પડશે

પુલવામા આતંકી હુમલા બાદ હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે આકરો બોધપાઠ ભણાવવામાં આવે. દેશ આખામાંથી આ એક જ સુર ઉઠી રહ્યો છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ ભારત માટે મોસ્ટ વૉંટેડ 7 આતંકવાદીઓને ઝડપી પાડવા માટે વધુ સક્રિય થઈ ગઈ છે.

આ એવા આતંકવાદીઓ છે કે જેઓ પાકિસ્તાનમાં ઘુસીને જ મારવા પડશે, કારણ કે આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનમાં છે. કેટલાક સંતાઈને બેઠેલા છે, તો કેટલાક ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આવો જાણીએ કયા છે સાત મોસ્ટ વૉંટેડ આતંકવાદીઓ ?

મસૂદ અઝહર

પુલવામા આતંકી હુમલાની જવાબદાર લેનાર જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પઠાનકોટ ઍરબેસ અને ઉરી આતંકી હુમલાના ગંભીર આરોપો છે. ભારત તેને વૈશ્વિક આતંકી જાહેર કરવા માંગે છે, પણ ચીન અવળાઈ કરી રહ્યું છે. મસૂદ અઝહરને 31 ડિસેમ્બર, 1999માં ભારતે કંધાર વિમાન અપહરણ કાંડના પગલે શ્રીનગરની જેલમાંથી મુક્ત કર્યો હતો. ત્યાર બાદ તેણે જૈશ એ મોહમ્મદની રચના કરી. તેણે પાકિસ્તાનમાં પનાહ લઈ રાખી છે. એનઆઈએની મોસ્ટ વૉંટેડ યાદીમાં મસૂદનું નામ સૌથી ઊપર છે.

READ  જસદણ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ શરૂ, સવારે 10 વાગ્યા સુધી થયું 15% મતદાન!

હાફિઝ સઈદ

એનઆઈએની યાદીમાં બીજુ મોટું નામ છે હાફિઝ સઈદનું. ગુપ્તચર માહિતીઓ મુજબ હાફિઝ પાકિસ્તાન ખાતેના લાહોરમાં રહે છે. જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારો અને હવાલા વડે પોતાના આતંકી સંગઠન માટે પૈસા એકઠા કરે છે. આ પૈસાનો ઉપયોગ તે ભોળા નવયુવાનોને ઉશ્કેરવા અને તેમને આતંકી પ્રવૃત્તિઓમાં ધકેલવા માટે કરે છે. હાફિઝ સામે સંસદ હુમલો, મુંબઈ લોકલ ટ્રેન હુમલો અને 26/11 મુંબઈ હુમલો કરાવવાનો આરોપ છે.

READ  VIDEO: વડોદરામાં 'મહા' વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, જરોદ ખાતે NDRFની 12 ટીમો સ્ટેન્ડ બાય પર

મુફ્તી અબ્દુલ રઊફ અસગર

તાજેતરમાં જ ભારતના અનેક ભાગોમાં ધડાકાઓ કરી લોકોમાં દહેશત ફેલાવનાર મુફ્તી અબ્દુલ રઊફ અસગર પણ NIAના મોસ્ટ વૉંટેડ લિસ્ટમાં છે. અસગરે કહ્યુ હતું કે ફરી એક વાર કાશ્મીર સૉલિડટરી ડે ઉજવશે, ત્યારે દિલ્હી ધ્રુજી ચુક્યું હશે.

શાહિદ લતીફ

શાહિદ લતીફ પર આરોપ છે કે તેણે પઠાનકોટ ઍરબેસ પર હુમલો કરનારાઓની મદદ કરી હતી. યૂપીએ સરકારના શાસન કાળમાં 2010માં શાહિદ લતીફને મુક્ત કરવામાં આવ્યો હતો.

જાવેદ

ભારતીય સલામતી એજન્સીઓ મુજબ જાવેદ કરાચીનો રહેવાસી છે. જાવેદ માટે ઇંટરપોલે પણ રેડ નોટિસ જાહેર કરેલી છે. જાવેદ સામે 2015માં ભાજપના નેતાઓની હત્યા કરવાનો આરોપ છે.

READ  Breaking News: પુલવામામાં ફરીથી આતંકવાદી હુમલો, સેનાએ વિસ્તારને ઘેર્યો

સૈયદ સલાઉદ્દીન

સૈયદ સલાઉદ્દીનને ભારતમાં આતંકી હુમલા કરાવવા માટે પાકિસ્તાન તરફથી મદદ મળે છે. તેણે અમેરિકા પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી ચુક્યું છે. સલાઉદ્દીન કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં આતંકી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે.

મોહમ્મદ નાવીદ જટ

મોહમ્મદ નાવીદ જટ પર શ્રીનગર સ્થિત SMHS હૉસ્પિટલમાં આતંકી હુમલો કરવાનો આરોપ છે. આ હુમલામાં 2 પોલીસ અધિકારીઓ શહીદ થઈ ગયા હતાં, જ્યારે હુમલા બાદ આતંકવાદી નાવીદ ફરાર થઈ ગયો હતો.

[yop_poll id=1476]

Latest News Stories From Gujarat : 22-11-2019 | Tv9GujaratiNews

FB Comments