અલ્પેશ ઠાકોર લોકસભા ચૂંટણીમાં નિભાવશે મહત્ત્વનો રોલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું મધ્યમવર્ગ માટે નિવેદન, જાણો આ સહિત ગુજરાતથી જોડાયેલ ટોપ 6 ખબરો

ટોપ ન્યૂઝ 1 : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારે રજૂ કરેલ બજેટને આવકાર્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ બજેટથી તમામ વર્ગના લોકોને લાભ થશે. ગુજરાતમાં આ બજેટથી 36 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે. સાથે સાથે ઈન્કમટેક્સની મર્યાદા બજેટમાં વધારવામાં આવી છે. જેને કારણે મોટાભાગના મધ્યમવર્ગના લોકોને પણ ફાયદો થશે.

ટોપ ન્યૂઝ 2 : મોદી સરકારની ટર્મ પૂર્ણ થતા પહેલા છેલ્લું બજેટ રજૂ થયું. જેને પ્રદેશ ક્રોંગેસે છેલ્લું જુમલા બજેટ ગણાવ્યું. ક્રોંગ્રેસે આરોપ લગાવ્યો કે ખેડૂતો પર 11 લાખ 68 હજાર કરોડનું દેવું છે. જો સરકાર ખેડૂતોનું હિત વિચારતી હોત તો દેવામાફીનું બજેટ લાવી હોત. ઉપરાંત બજેટમાં શિક્ષણક્ષેત્રે પણ અન્યાય થતો હોવાનો આરોપ ક્રોંગ્રેસે લગાવ્યો.

READ  ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, આ છે મોટું કારણ

 

ટોપ ન્યૂઝ 3 : લોકસભા ચૂંટણીને લઈને અલ્પેશ ઠાકોરને મહત્વની જવાબદારી મળી શકે છે. દિલ્હીમાં પ્રભારી પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ અલ્પેશ ઠાકોર સાથે બેઠક કરી. જેમાં લોકસભાની ચૂંટણી માટે વિવિધ સમિતિઓમાં નિમણૂંક અંગે ચર્ચા થઈ છે. હવે વિવિધ સમિતિઓની નિમણૂંક કરવામાં આવે તેવી શકયતાઓ છે.

ટોપ ન્યૂઝ 4 : આફ્રિકામાંથી પકડાયેલા ડોન રવિ પૂજારી સામે અમદાવાદમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ રવિ પૂજારી સામે કાર્યવાહી કરશે. આગામી દિવસોમાં ડોન રવિ પૂજારીને ભારત લાવશે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ ટ્રાન્સફર વોરંટના આધારે રવિ પૂજારીની ધરપકડ કરીને કાર્યવાહી કરી શકે છે.

READ  Bhakti : Pradakshina Mahima , Part 2

ટોપ ન્યૂઝ 5 : જૂનાગઢમાં પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. વંથલી તાલુકાના બંઠીયા ગામના ખેડૂતે અગ્નિસ્નાન કરી મોતને વ્હાલું કર્યું. છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત પાક નિષ્ફળ જવાથી બેન્કનું દેવું માથે હતું. જેથી કંટાળીને ખેડૂતે મોતને વ્હાલું કર્યું.

ટોપ ન્યૂઝ 6 : મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારતો વિડીયો વાયરલ થયો છે. તેને લઈને અમદાવાદના રામોલના રહીશોએ દુ:ખ વ્યકત કર્યું. રહીશો બેનર સાથે રામોલ પોલીસ સ્ટેશન પહોંચીને વિરોધ કર્યો હતો. પોલીસે વિરોધીઓને આશ્વાસન આપ્યું હતું કે કાર્યવાહી માટે રાજય સરકારને રજૂઆત કરવામાં આવશે.

READ  ભાજપની ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરીથી કોને આપવા માગે છે સંદેશ?

 

[yop_poll id=980]

Few days left in Trump's visit to Ahmedabad, cops on alert mode | TV9News

FB Comments