જુઓ દુનિયાના સૌથી શક્તિશાળી દેશોનું LIST, ભારતનું સ્થાન જાણીને આપની છાતી ગજ-ગજ ફૂલી જશે અને પાકિસ્તાનીઓએ પોતાના દેશનું નામ બિલોરી કાંચ લઈને શોધવું પડશે !

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલીનો માહોલ છે અને આ તંગદિલી વચ્ચે દરેક મોરચે ભારતનો હાથ પાકિસ્તાન કરતા ઊપર રહ્યો છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ, તેમની ક્ષમતા, તેમના કૌશલ, તેમની કૂટનીતિ અને તેમની રણનીતિની ચોતરફ પ્રશંસા થઈ રહી છે, તો પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના દેશ જ નહીં, આખા વિશ્વ તરફથી ઘેરાઈ ગયા બાદ શાંતિનો અંચળો પહેરવા મજબૂર બન્યા છે.

આવા ગૌરવશાળી વાતાવરણમાં ભારતીયો માટે વધુ એક ગૌરવ અનુભવાય, તેવા સમાચાર સામે આવ્યા છે. ગ્લોબલ ફાયપાવરે દુનિયાના સૌથી સૈન્ય શક્તિશાળી દેશોની યાદી જાહેર કરી છે અને આ યાદીમાં ભારત ચોથા સ્થાને છે. આ યાદીમાં કુલ 136 દેશોના નામ છે અને ભારત માત્ર અમેરિકા, રશિયા તથા ચીન કરતા પાછળ છે. એટલું જ નહીં, ભારત આ યાદીમાં જાપાન, ફ્રાંસ અને બ્રિટન કરતા આગળ છે.

READ  VIDEO: દેશમાં એક જ દિવસમાં 3,344 નવા પોઝિટિવ કેસ નોંધાયા, આંકડો વધીને 59,695 પર પહોંચ્યો

ગ્લોબલ ફાયરપાવર દ્વારા 2018ની પરિસ્થિતિને આધાર બનાવી જાહેર કરાયેલી આ યાદીમાં પાકિસ્તાનનું નામ ટૉપ 10માં પણ નથી. પાકિસ્તાન છેક 17મા સ્થાને છે.

ભારત એક દમદાર દેશ

ગ્લોબલ ફાયરપાવર 2019 મિલિટરી સ્ટ્રેંથ રૅંકિંગમાં ભારત ચોથા સ્થાને છે. આ યાદી મુજબ ભારતની કુલ વસતી 1, 28,19,35,911 (1 અબજ 28 કરોડ 19 લાખ 35 હજાર 9 સો 11) છે અને તેમાં મૅન પાવર એટલે કે કામ કરતા લોકોની સંખ્યા 61,60,00,000 (61 કરોડ 60 લાખ) છે. આ વસતીમાં સૈન્ય સેવા માટે ફિટ લોકોની સંખ્યા 48,96,00,000 (48 કરોડ 96 લાખ) છે. ભારતમાં દર વર્ષે 2,29,000,00 (2 કરોડ 29 લાખ) લોકો સૈન્યમાં સામેલ થવાની ઉંમરે પહોંચે છે. હાલમાં ભારત પાસે ત્રણેય સેનાઓમાં 42,07,250 (42 લાખ, 7 હજાર 2 સો 50) લોકો છે કે જેમાં 13,62,500 સક્રિય અને 28,44,750 અનામત સૈનિકો છે.

READ  પાકિસ્તાને 32 વર્ષ બાદ આતંકીઓના કેમ્પ પર કરી આ કાર્યવાહી, 12 જેટલા આતંકી અડ્ડાઓ પર તાળા મારી દેવાયા

પાકિસ્તાન રસાતળે

ગ્લોબલ ફાયરપાવર 2019 મિલિટરી સ્ટ્રેંથ રૅંકિંગમાં પાકિસ્તાન છેક 17મા સ્થાને છે. આ યાદી મુજબ પાકિસ્તાનની કુલ વસતી 20,49,24,861 (20 કરોડ 49 લાખ 24 હજાર 8 સો 61) છે અને તેમાં મૅન પાવર એટલે કે કામ કરતા લોકોની સંખ્યા 9,50,00,000 (9 કરોડ 50 લાખ) છે. આ વસતીમાં સૈન્ય સેવા માટે ફિટ લોકોની સંખ્યા 7,32,50,000 (7 કરોડ 32 લાખ, 50 હજાર) છે. પાકિસ્તાનમાં દર વર્ષે 43,45,000 (43 લાખ 45 હજાર) લોકો સૈન્યમાં સામેલ થવાની ઉંમરે પહોંચે છે. હાલમાં પાકિસ્તાન પાસે ત્રણેય સેનાઓમાં 9,19,000 (9 લાખ, 19 હજાર ) લોકો છે કે જેમાં 6,37,000 સક્રિય અને 2,2,000 અનામત સૈનિકો છે.

READ  પાકિસ્તાનને કેમ આર્ટિકલ 35A ની સુનાવણીના કારણે પેટમાં દુખે છે, આર્ટિકલ 35A શું છે અને તે કેવી રીતે કાશ્મીરને ભારતના અન્ય રાજ્યોથી અલગ કરે છે ?

[yop_poll id=1918]

Oops, something went wrong.
FB Comments