WORLD CUP 2019 : ટીમ ઇન્ડિયામાં કોહલી, ધોની, રોહિત જેવા ખેલાડીઓની જગ્યા તો પાકી છે, પણ આ 15 ખેલાડીઓ વચ્ચે ટીમ ઇન્ડિયાનો ભાગ બનવા માટે કાંટાની ટક્કર, SELECTORSની થશે આકરી કસોટી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌથી મોટી સ્પર્ધા એટલે વર્લ્ડ કપ ટૂર્નામેંટ આવી રહી છે અને આ સાથે જ ટીમ ઇન્ડિયાની ફાઇનલ ઇલેવનને લઈને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.

વિરાટ કોહલીની કૅપ્ટનશિપમાં ભારતીય ટીમે નવા-નવા મોરચે સફળતાઓ હાસલ કરી છે. ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યા અને પછી ન્યૂઝીલૅંડને કચડી નાખ્યા બાદ ટીમ ઇન્ડિયા સામે વધુ એક સૌથી મોટો મોરચો છે અને એ છે ICC WORLD CUP 2019 ટૂર્નામેંટ.

વર્લ્ડ કપ ચાલુ વર્ષે મે મહિનાથી ઇંગ્લૅંડમાં રમાનારો છે. આઈસીસી રૅંકિંગમાં હાલમાં ઇંગ્લૅંડ ટોચ ઉપર છે, જ્યારે બીજા નંબરે છે ટીમ ઇન્ડિયા.

જોકે હાલમાં સૌથી મોટો ચર્ચાનો મુદ્દો એ બન્યો છે કે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયામાં કયા-કયા ખેલાડીઓને તક મળશે ? એક તરફ કેટલાક ખેલાડીઓની જગ્યા પાકી છે, તો ટીમમાં કેટલાક સ્થાન એવા છે કે જેના પર કબજો જમાવવા માટે ખેલાડીઓ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.

કયા ખેલાડીઓનું સ્થાન પાકુ ?

સૌપ્રથમ નજર નાખીએ એવા ખેલાડીઓ કે જેમનું વર્લ્ડ કપમાં રમવું લગભગ નક્કી છે. જો આ ખેલાડીઓમાંથી કોઈ ઈજાગ્રસ્ત ન થાય, તો આ ખેલાડીઓનું રમવું પાકું છે. આ ખેલાડીઓ છે વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ તથા મોહમ્મદ શમી. જોકે કેટલાક એવા સ્થાન અને ખેલાડીઓ છે કે જેના માટે હજી કંઈ પણ કહી શકાય તેવું નથી.

READ  VIRAL કેટલું રીઅલ ? શું તમે જાહેરમાં PUBG રમશો તો પોલીસ તમારો મોબાઈલ જપ્ત કરી લેશે ?

1. રિઝર્વ વિકેટ કીપર તરીકે કાર્તિક સામે પંત આગળ

લગભગ 60 અઠવાડિયાઓ સુધી ચાલનાર વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોની વિકેટ કીપર હશે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ બીજા રિઝર્વ વિકેટ કીપરની પસંદગી કરવાને લઈને સિલેક્ટરોને ભારે ગૂંચ મુશ્કેલી પડશે. સવાલ એ ઊભો થશે કે અનુભવી દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવે કે યુવા જોશથી ભરપૂર રિષભ પંતને ?

કાર્તિકે ગત વર્ષે કેટલીક શ્રેષ્ઠ ઇનિંગોમાં ભારત માટે ગેમ ફિનિશ કરી છે, પરંતુ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅંડમાં તે કંઈ ખાસ ન ઉકાળી શક્યો. ભલે ટેસ્ટ મૅચો જ સહી, પણ રિષભ પંતે ઇંગ્લૅંડ અને ઑસ્ટ્રેલિયામાં સદી લગાવી પોતાનો પરચો દાખવ્યો છે. પંત લાંબી હિટ્સ લગાવે છે અને હાર્દિક પંડ્યા સાથે મળી તે લેટ મિડલ ઑર્ડરમાં વિપક્ષી ટીમો પર કેર વરસાવી શકે છે. આ રેસમાં હાલ રિષભ પંત આગળ લાગે છે.

READ  VIDEO: મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ટ્રેનમાં ફસાયેલા 117 લોકોને સલામત સ્થળ પર લઈ જવાયા

2. નંબર 4 પર ધોની, જાધવ કે રાયડૂ ?

છેલ્લા કેટલાક સમયથી નંબર 4ની પૉઝિશન ટીમ ઇન્ડિયા માટે ગળાની ફાંસ બની છે. જોકે ધોની કે જાધવ નંબર 4 પર રમી શકે છે. કાર્તિક અને પંત પણ આ નંબર પર બૅટિંગ કરી શકે છે, પરંતુ આ પૉઝિશન 15 ખેલાડીઓની ટીમમાં વધારાના બૅટ્સમૅનની પણ બની શકે છે.

અંબાતી રાયડૂએ ન્યૂઝીલૅંડમાં છેલ્લી ગેમમાં મૅચ જિતાડનાર ઇનિંગ રમી લીડ લઈ લીધી છે. કૅપ્ટન કોહલી પણ રમત પ્રત્યે રાયડૂના વલણને પસંદ કરે છે. આ રેસમાં મનીષ પાંડે, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, પૃથ્વી શૉ તથા શુભમન ગિલ જેવા ખેલાડીઓ પણ છે.

3. બીજા ઑલરાઉંડરની રેસમાં 3 ખેલાડીઓ

હાર્દિક પંડ્યા ઉપરાંત બીજો રેગ્યુલર ઑલરાઉંડર કોણ હશે. ? અનુભવના આધારે રવીન્દ્ર જાડેજાનું નામ પહેલા આવે છે, પણ તેની સામે ક્રુણાલ પંડ્યા અને વિજય શંકરનો મોટો પડકાર છે.

READ  મોહાલીમાં સાઉથ આફ્રિકા સામે રૂષભ પંતે ફરી એક મોટી તક ગુમાવી, મળશે તેનું પરિણામ?

બે સ્પિનર ચહલ અને કુલદીપ જાધવ તો હશે જ, એવામાં ત્રીજા સ્પિનરની જરૂર પડશે ? જો આ સવાલનો જવાબ ના હોય, તો જાડેજાને ટીમમાં સ્થાન ન મળી શકે. જાધવ પણ કેટલીક ઓવર સ્પિનની કરી શકે છે. આ સ્પૉટ પસંદગીકારો માટે કડક કસોટી હશે.

4. પાંચમો સીમર કોણ ?

જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા ચાર નક્કી ઝડપી ગોલંદાજો છે. સવાલ પાંચમા ફાસ્ટ બૉલરનો છે.

છેલ્લા બે વર્ષમાં ભારતની સફળતામાં સૌથી મોટો ફાળો ફાસ્ટ બૉલર્સનો મનાય છે. એવામાં પાંચમો બૉલર ક્યાંક નબળી કડી ન સાબિત થઈ જાય ?

પાંચમા ફાસ્ટ બૉલરના સ્થાન માટે મોહમ્મદ ખલીલ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શિરાઝ જેવા બૉલર્સ પસંદગીકારોના રડાર પર હશે. ખલીલ ડાબોડી બૉલર છે, તેથી તે ઍૅટૅકમાં વેરાયટી લાવે છે. કદાચ એટલે જ ખલીલની પસંદગી થઈ શકે.

[yop_poll id=1087]

Oops, something went wrong.
FB Comments