ભાજપ અને BSPના ઉમેદવારો વચ્ચે એવી જંગ જામી કે, પરિણામમાં જીતનું અંતર બસ આટલા….મત ઘટ્યા અને હાર-જીત થઈ

ચૂંટણીના પરિણામ તો આવી ચૂક્યા છે અને કઈ પાર્ટીને કેટલી બેઠક મળી ચૂકી છે તે વાત પણ સ્પષ્ટ છે. પરંતુ ચૂંટણીની શરૂઆત અને ચૂંટણીના અંત સુધીમાં કેટલીક ઘટનાઓ તો જીવનભર યાદ રહી જાય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશની મછલી શહેરની બેઠક પર ભાજપના ઉમેદવાર ભોલાનાથની યાદ રહી જશે. તો ભાજપના ઉમેદવારની સાથે માયાવતીની પાર્ટી બસપાના ઉમેદવાર ત્રિભૂવનને પણ ક્યારેય ભૂલાશે નહીં.

READ  ગુજરાતમાં આયુષ્માન યોજનામાં મોટું કૌભાંડ! એક જ પરિવાર પાસે 1700 કાર્ડ મળ્યા

આ પણ વાંચોઃ સુરતમાં આગના કારણે બાળકોએ મોતની છલાંગ લગાવી, 19 લોકોના મોતની ઘટના પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

 

તમે પણ જાણવા માટે આતૂર હશો કે એવું તો આ બંને વચ્ચેની ચૂંટણી જંગમાં શું થયું હશે. તો વાત એમ છે કે આ બંને ઉમેદવારોની જીત અને હારનું અંતર માત્ર એટલું છે કે કલ્પના પણ ન કરી શકાય. દેશમાં જે પરિણામો આવ્યા છે તે પછી તેવુ કહેવું પડશે કે મોદીજીની સુનામી હતી. જેથી કેટલાક નેતાઓ તો પોતાની ડિપોઝીટ પણ પાછી નથી મેળવી શક્યા. તો મછલી શહેરના ઉમેદવારે પોતાના વિરોધીને માત્ર 181 વોટથી હરાવી દીધા છે. દિવસભર મતદાનની ગણતરી ચાલૂ રહી હતી. અને છેલ્લા રાઉન્ડ સુધી કયો ઉમેદવાર જીત મેળવશે તેને લઈને વારંવાર ઉથલપાથલ થઈ રહ્યા હતા. પણ જ્યારે ચૂંટણી પંચે પરિણામ જણાવ્યું તો બસપાનો ઉમેદવાર 181 વોટથી હારી ગયો અને ભાજપના ઉમેદવારે 181 વોટના અંતરથી જીત મેળવી લીધી.

READ  કેવી રીતે ચૂંટણી પંચે 1951 થી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી રહેલાં દેશના સૌ પ્રથમ મતદાર શ્યામ સરણ નેગીને શોધી કાઢ્યા ?, Ph.D થી ઓછી ચેલેન્જ ન હતી અધિકારીઓ માટે
Oops, something went wrong.
FB Comments