10 ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીરમાં મળવા જઈ રહી છે આ મોટી છુટ, રાજ્યપાલે આપ્યા આદેશ

જમ્મુ-કાશ્મીર છોડવાના હુકમના 2 મહિના બાદ પર્યટકોને ફરી એકવાર કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી છે. હવે ગુરૂવારથી પર્યટકો ફરી જમ્મૂ-કાશ્મીર જઈ શકશે. જમ્મૂ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ગૃહ વિભાગની સલાહ પર પર્યટકોને ઘાટીથી બહાર મોકલવાના આદેશને તરત હટાવી દેવાનો આદેશ કર્યો છે. તે આદેશ 10 ઓક્ટોબર 2019થી લાગૂ થશે.

રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે સલાહકારો અને મુખ્ય સચિવની સાથે સુરક્ષા સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં યોજના આવાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રમુખ સચિવોને પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં રાજ્યપાલને બ્લોક વિકાસ પરિષદ (BDC) ચૂંટણી વિશે જાણકારી આપવામાં આવી. તેમને સુચિત કરવામાં આવ્યા કે BDC ચૂંટણીમાં લોકો સક્રિય થશે અને BDCના પ્રમુખની મોટાભાગની બેઠકો ભરાવાની અપેક્ષા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઇના કોલાબા વિસ્તારની ચર્ચિલ ઇમારતમાં ભિષણ આગમાં એક વ્યક્તિનું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યપાલને સફરજનની ખરીદીમાં થયેલી પ્રગતિ વિશે પણ જણાવ્યું હતું. જે 850 ટન અને 3.25 કરોડ રૂપિયાથી વધારે છે. સફરજનના ભાવમાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેની જાહેરાત ઝડપી જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કર્યા પછી માહોલને શાંત બનાવી રાખવા માટે ઘણા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા. આ પ્રતિબંધો હેઠળ પર્યટકોને જમ્મૂ-કાશ્મીર જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

READ  VIDEO: કડકડતી ઠંડીમાં પણ ગુજરાતી પરિવારના લોકો બરફ વચ્ચે ઘૂમી રહ્યા છે 'ગરબે'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Top News Stories Of This Hour : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments