લ્યો બોલો! નવા ટ્રાફિક નિયમના અમલથી લોકો કરતાં ટ્રાફિક પોલીસ વધારે પરેશાન, જાણો કેમ?

નવા નિયમો માત્ર પ્રજા માટે જ નહીં પોલીસ માટે જ માથાનો દુખાવો બન્યા છે કારણ છે  પોલીસને જુની મેમો બૂકને લઇને છાસવારે લોકો સાથે તકરારમાં ઉતરવું પડે છે.  જેનાથી હવે પોલીસકર્મીઓ પણ કંટાળી ગયા છે. જો કે તેમને જૂની મેમો બૂકનો સંપૂર્ણ સ્ટોક પૂર્ણ ન થાય ત્યાં સુધી નવી મળશે નહીં તેવો આદેશ આપી દેવાયો છે. જેને લઈને ટ્રાફિક પોલીસકર્મીઓ પણ કંટાળી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તસવીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  પેટાચૂંટણીનું પોસ્ટમોર્ટમ ભાગ-4: ભાજપે કેમ ગુમાવવી પડી પરંપરાગત થરાદ બેઠક?

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં તો આવી ગયો પણ હજુ સુધી ટ્રાફિક પોલીસ પાસે નવી મેમો બુક પ્રિન્ટ થઈને આવી નથી. જેને કારણે હાલ વાહનચાલકોને જુની મેમો બુકમાંથી જ દંડવામાં આવે છે. જેમાં જુના દંડની વિગતો જ લખવામાં આવી છે. જુના દંડ પ્રમાણે હેલ્મેટના પહેરવા બદલ 100 રૂપિયાનો દંડ વસુલવાની સત્તા છે. નવા નિયમ પ્રમાણે 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે અને આ જ કારણથી ટ્રાફિક પોલીસ કર્મીઓની વાહનચાલકો સાથે રકઝક પણ થતી હોય છે.

READ  કોરોનાની મહામારી વચ્ચે બાળકોના શિક્ષણ માટે કોબા ગામના સરપંચની અનોખી પહેલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તસવીર પ્રતિકાત્મક છે.

જુની 700 જેટલી મેમો બુક હજુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસે પડી છે .અને તેના લીધે નવી મેમો બુક ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાફિકકર્મીઓને આપવામાં આવી નથી. જો કે મહત્વની વાત એ છે કે નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ 16મી સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો છે. જેને દોઢ મહિનાથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી નવી મેમો બુક પ્રિન્ટ થઈ નથી. જુની મેમો બુક પુર્ણ થયા પછી નવી મેમો બુક ટ્રાફિક કર્મીઓને ફાળવવામાં આવશે. જેનાથી પોલીસકર્મીઓની તકલીફ દૂર થઈ શકે છે.

READ  પૈસા આપો.. ટિકિટ નહીં મળે..! મુસાફરો પાસેથી કંડક્ટરો રૂપિયાની કટકી કરતા હોવાનો આક્ષેપ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ રકઝકનું કામચલાઉ સમાધાન લાવવા માટે તમામ પોલીસકર્મીઓને જુુના મેમા પર નવા નિયમ મુજબ દંડ વસુુુલાયો તેવી સૂચના લખવા માટે આદેશ આપ્યા છે. નવા ટ્રાફિક નિયમો અમલમાં આવે તે પહેલા નવી મેમો બુક તેમજ મેમો માટે હેન્ડ મશીન ટ્રાફિક કર્મીઓને ફાળવવાના હતા. જો કે હજુ સુધી આ મશીનો પણ ફાળવવવામાં આવ્યા નથી. જેને લઈને ટ્રાફિક વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

READ  Top News Stories From Gujarat : 22-02-2018 - Tv9 Gujarati

 

 

Oops, something went wrong.
FB Comments