કેબલ ટીવી મોંઘુ થવાનું TENSION છોડો, એન્જૉય કરો ન્યૂ યર, 31 જાન્યુઆરી સુધી ટળી ગયું છે નવું ટૅરિફ

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી (TRAI)એ થોડાક સમય પહેલા જ નવી ટૅરિફ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હવે TRAIએ આ સમય મર્યાદા વધારી દિધી છે.

TRAIએ તમામ મલ્ટી સર્વિસ ઑપરેટર્સ (MSOs) તથા લોકલ કેબલ ઑપરેટર્સ (LCOs)ને 29 ડિસેમ્બર સુધી નવી ટૅરિફ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હાલ આ ટેન્શનમાંથી મુક્તિ મળી ગઈ છે ગ્રાહકોને, કારણ કે હવે ગ્રાહકો 31 જાન્યુારી સુધી પોતાની મનપસંદ ચૅનલોની પસંદ કરી શકશે.

નવા ટૅરિફ પ્લાન મુજબ ટીવી ઉપભોકતાઓને દર મહિને મળશે માત્ર 130 રૂપિયામાં 100 ફ્રી ટૂ ઍર ચૅનલો. આ 130 રૂપિયા નેટવર્ક કૅપેસિટી ફીના છે કે જે આપવા પડશે. જે 100 ફ્રી ટૂ ઍર ચૅનલો 130 રૂપિયામાં જોવા મળશે, તેમાંથી 26 ચૅનલોનું સબસ્ક્રિપ્શન લેવું ફરજિયાત રહેશે. આ 26 ચૅનલો દૂરદર્શન અને તેની સાથે જોડાયેલી અન્ય ચૅનલો ડીડી સ્પોર્ટ્સ, ડીડી લોકસભા, ડીડી રાજ્યસભા વગેરે રહેશે. બાકીની 74 ચૅનલો આપ પોતાની રીતે પસંદ કરી શકો છો.

READ  શું કોંગ્રેસની "આશા" પરત આવશે ? ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કવાયત શરૂ

જો કોઈ ગ્રાહક 100થી વધુ ચૅનલ જોવા માંગતો હોય, તો તેણે બીજી 25 ચૅનલો માટે 20 રૂપિયા વધારાના આપવા પડશે. આ ઉપરાંત આપ જ પે ચૅનલ્સની પસંદગી કરશો, તેમની નક્કી કિંમતો જોડાઈ જશે. TRAI તરફથી ચૅનલોની પ્રાઇસ રેંજ 1થી 19 રૂપિયા વચ્ચે નક્કી કરાઈ છે.

પસંદગીની ચૅનલોની યાદી તૈયાર કરો

હવે TRAIનો નવા ટૅરિફ પ્લાન લાગૂ થાય, તે પહેલા આપે આટલું કરવાનું રહેશે. આપ સૌ પ્રથમ તો પોતાની પસંદગીની ચૅનલોની યાદી તૈયાર કરો અને પોતાના કેબલ ઑપરેટરને આપી દો કે જેથી તે આપના લિસ્ટને પ્રોસેસમાં નાખી દે. એકમાત્ર ટાટા સ્કાય સિવાય તમામ કેબલ ઑપરેટરના ગ્રાહકો આવી યાદી તૈયાર કરીને આપી શકે છે. ટાટા સ્કાયે ટ્રાઇના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે.

READ  Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જાણો વૅલ્યૂ પૅક સ્કીમ

હવે સમજીએ આખું ગણિત. ભારતમાં 800થી વધુ ચૅનલ્સ છે કે જેમાં 332 ચૅનલોએ પોતાની કિંમતો જાહેર કરી દિધી છે. ઝીએ 68 પૅક્સ જાહેર કર્યા છે કે જેમાં હિન્દી પૅક્સની કિંમત 45 રૂપિયાથી શરુ થાય છે. તેવી જ રીત સ્ટાર ઇંડિયાએ સાત ભાષાઓમાં પોતાના વૅલ્યૂ પૅક જાહેર કર્યા છે. તેમાં તામિળ માટે 25 રૂપિયાથી લઈ હિન્દી માટે 49 રૂપિયાનો સમાવેશ થાય છે. સોની પિક્ચર નેટવર્ક પાસે 32 ચૅનલોના વિતરણ હક છે. તેણે જાહેર કરેલા એચડી ચૅનલ પૅકની કિંમત છે 90 રૂપિયા. તેમાં SET, ET, SAB, Max, SONY, Ten 1, Ten 2, Ten 3 સામેલ છે.

READ  100 ટીવી ચેનલ્સ જોવાનો ખર્ચ હવે થશે ખૂબ ઓછો, 31 જાન્યુઆરી પહેલા તમને ગમતી ચેનલ્સ પસંદ કરી લો

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Narmada: After touching peak level, Sardar Sarovar dam water level reduces by 6 centimeters | Tv9

FB Comments