અમદાવાદથી મુંબઈ માત્ર 2 જ કલાકમાં પહોંચાડનાર દેશની સૌથી ઝડપી ટ્રેનનું આજે થયું સફળ પરિક્ષણ, જુઓ વીડિયો

train-18_Tv9

train-18_Tv9

ભારતીય રેલવે એક પછી એક નવા મુકામ પ્રાપ્ત કરી રહી છે. એક તરફ દેશમાં બુલેટ અને મેટ્રોનું કામ ચાલું થઇ રહ્યું છે ત્યારે હવે રેલવે વિભાગ દ્વારા ‘ટ્રેન-18’ની ટ્રાયલ કરવામાં આવી છે. જેની ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાકની રેકોર્ડ થઇ છે. જે સાથે જ આ ટ્રેન સૌથી ઝડપથી દોડનારી ટ્રેન બની ગઇ છે.

આ ટ્રેનની ઉચ્ચત્તમ ઝડપ 220 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ અગાઉ હાલના રેલવે ટ્રેક પર ‘ટેલ્ગો ટ્રેન’ 180ની ઝડપે દોડી હતી, જો કે આ ટ્રેન સ્પેનની હતી. અને હાલમાં ભારતની સૌથી ઝડપી ટ્રેન ગતિમાન એક્સપ્રેસ છે, જે દિલ્હીથી ઝાંસી વચ્ચે દોડી રહી છે અને તેની ઉચ્ચત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાકની છે.

આ પણ વાંચો : લોકરક્ષક દળની ભરતી પરીક્ષા રદ્દ થતાં કોંગ્રેસ અને વિદ્યાર્થીઓના રોષ વચ્ચે મુખ્યમંત્રીએ આપી મોટી રાહત

નવી પેઢીની કહેવાઇ રહેલી ટ્રેન-18નું ટ્રાયલ દિલ્હી-મુંબઈના રાજધાની રૂટ પર કરવામાં આવી રહ્યો છે. રવિવારે રેલમંત્રી પીષૂષ ગોયલે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની સ્પીડ વચ્ચે કોઇ આંચકો પણ નથી લાગતો તે દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં વીડિયોમાં પાણીની બોટલ પણ દેખાડવામાં આવી છે અને તે પણ સ્થિર જોવા મળી રહી છે.

ચેન્નાઇ ઇન્ટેગ્રલ કોચ ફેક્ટરીમાં બની રહેલી આ ટ્રેનમાં કોઈ પણ એન્જિનની જરૂરત રહેશે નહીં. આ ટ્રેન સંપૂર્ણ રીતે કમ્પૂય્ટર સંચાલિત હશે. જેને બુલેટ ટ્રેનના મોડલ પર તૈયાર કરવામાં આવી છે. ટ્રેનના નિર્માણ પાછળ 100 કરોડની આસપાસનો ખર્ચ થયો છે.

[yop_poll id=”99″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

We are confident of winning LS polls because of the work done by us: BJP leader Shahnawaz Hussain

FB Comments

TV9 Web Desk6

Read Previous

લોકો કેમ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાને કહી રહ્યાં છે ‘દંભી’? જુઓ વીડિયો

Read Next

ફરી એકવાર લોકડાયરામાં થયો નોટોનો વરસાદ, પથરાઈ પૈસાની ચાદર

WhatsApp chat