VIDEO: ફ્લાઈંગ ઈન્સ્ટીટ્યૂટનું ટ્રેનર વિમાન ક્રેશ, 2 પાયલટના મોત

 

તેલંગણાના વિકારાબાદ જિલ્લામાં એક વિમાન ક્રેશ થયું છે. આ દૂર્ઘટનામાં બે મોત થયા છે. ટ્રેની પાયલોટ વિશાલ પ્રકાશ સહિત એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. મહત્વનું છે કે બેગમપેટ એરપોર્ટથી વિમાને ઉડાન ભરી હતી, ત્યારબાદ 100 કિલોમીટર દૂર વિકારાબાદ જિલ્લાના સુલ્તાનપુરા ગામ પાસે એક ખેતરમાં તે ક્રેશ થયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદની કાપડની ફેકટરીમાં આગ લાગવાથી 4 વ્યક્તિના મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વરસાદ અને ભારે પવનના કારણે વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે ટ્રેની પાયલોટે વિમાન પરથી પોતાનું સંતુલન ગુમાવ્યું અને સુરક્ષિત લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે જોતજોતામાં વિમાન ક્રેશ થયું અને બે લોકો મોતને ભેટી ગયા.

READ  મહિસાગરના એક મંદિરમાં અચાનક જોવા મળ્યો મગર, લોકો કંકુ-ગુલાલ અને ફુલોથી કરી રહ્યાં છે પૂજા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments