અજબ બિમારી! આ વ્યક્તિને હાથ પર ઉગે છે ઝાડ, લોકો ટ્રી મેન કહીને બોલાવે છે

કોઈના હાથમાં ઝાડ ઉગે તેવી માની શકાય નહીં પણ દુનિયામાં આવા 200 જેટલાં કિસ્સા સામે આવ્યા છે. જેમાં વ્યક્તિના હાથ પર ઝાડ જેવી સંરચના ઉગી નીકળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બાંગ્લાદેશમાં ટ્રી મેનના નામથી પ્રખ્યાત અબ્દુલ બજનદારે પોતાના હાથને લઈને ફરિયાદ કરી છે. તેઓ પોતાના હાથ કપાવી નાખવા માગે છે કારણ કે તે ખૂબ જ વેદના કરે છે. તેમના હાથમાં ઝાડ જેવી સંરચના ઉગી નીકળી છે. આ સંરચના સતત ઉગતી જ રહે છે. અબ્દુલનું 25 વાર ઓપરેશન કરવામાં આવ્યું છતાપણ આ બિમારીથી છૂટકારો મળતો નથી.

READ  OMG: ક્રિકેટરોએ કરી દીધી હડતાળ, ભારત-બાંગલાદેશ વચ્ચેની સિરીઝ પર સંકટ

આ પણ વાંચો:  ઈન્દીરા ગાંધીએ દેશમાં લાદેલી ઈમરજન્સીના 44 વર્ષ પૂર્ણ, જાણો કટોકટી સાથે સંકળાયેલી 13 મહત્વની વાતો

આ બિમારીને એપિડર્મોડિસ્પ્લાસિયા વેરુસીફોર્મીસ કહેવામાં આવે છે. જેને ટ્રી મેન સિન્ડ્રોમ પણ કહેવાય છે. જેમાં કોઈપણ ચોક્કસ આકાર વગરના અંગોવાળી સંરચના શરીર સાથે ઉગી નીકળે છે.

 

આ બિમારીનો કોઈ ચોક્કસ ઈલાજ નથી પણ સર્જરી એક ઉપાય છે. જો આ બિમારીમાં સતત આવા સંરચનાઓ ઉદભવતી રહે તો તેના લીધે કેન્સર થવાનો ખતરો રહે છે. અબ્દુલ હોસ્પિટલમાંથી પુરી સારવાર કરાવ્યા વિના જ ભાગી આવ્યો હતો અને તેના લીધે પસ્તાઈ રહ્યો છે. અબ્દુલને ફરીથી આ ઝાડ જેવી સંરચનાઓ ઉગવાનું શરુ થઈ ગયું છે. હવે તે પોતાના આ હાથ કપાવી નાખવા માગે છે જેના લીધે આ ભયાનક દર્દ છૂટકારો મળી શકે.

READ  ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો કયા શહેરમાં વસવાટ કરે છે અને શું કરી રહ્યાં છે? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-2

 

On cam: Drunk driver hits 2 with car in Hyderabad, both died | TV9GujaratiNews

FB Comments