મોરાદાબાદમાં વડાપ્રધાન મોદીનો હુંકાર, ‘હું મહિલાઓ અને દીકરીઓનો ચોકીદાર છું’, ફરી લાવીશું સંસદમાં ટ્રીપલ તલાક બિલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મોરાદાબાદ ખાતે રેલી કરી હતી અને તેમાં ફરીથી તીન તલાકને લઈને વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું છે.

વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશ ખાતે મોરાદાબાદમાં જનસભાને સંબોધી હતી અને વિજય સંકલ્પ રેલીની શરુઆત પણ કરી હતી. સૌપ્રથમ આંબેડકર જયંતિના પ્રસંગે બાબાસાહેબ આંબેડકરને વડાપ્રધાને યાદ કર્યા હતા. લોકોને પણ જય ભીમના નારા લગાવવા મોદીએ કહ્યું હતું. કોંગ્રેસ-મહાગઠબંધનની સરકારને મહામિલાવટની સરકાર કહીને તેને આડેહાથ નરેન્દ્ર મોદીએ લીધી હતી.

હું મહિલાઓ અને દીકરીઓનો ચોકીદાર છું: પીએમ મોદી

વડાપ્રધાને મોદીએ પોતાને ચોકીદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે હું મહિલાઓ અને દીકરીઓનો ચોકીદાર છું, આ મારા માટે સમ્માનની વાત છે. મેં કુંભના મેળામાં સફાઈ કર્મચારીઓના પગ ધોયા તો બહનજીને પીડા થઈ. મને અપશબ્દ સાંભળવાનો તો બે દશકાથી અનુભવ છે. હવે હું અપશબ્દ પ્રૂફ થઈ ગયો છું.

 

ઉત્તર પ્રદેશમાં જે જૂની સરકારો હતી તેને દીકરીઓનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. મહિલાઓ તીન તલાક જેવી સમસ્યાઓ સહન કરવા માટે મજબૂર બની હતી. અમારી સરકારે તેમને રાહત આપી. 23 મેના રોજ અમારી સરકાર બન્યા પછી ફરીથી તીન તલાક બીલને સંસદમાં લાવવામાં આવશે.

 

Ahmedabad: Health dept seals clinic of a doctor involved in illegal practice| TV9News

FB Comments

TV9 WebDesk8

Read Previous

વિશ્વભરમાં થોડા સમય માટે ડાઉન થયું ફેસબુક, ઈન્સ્ટાગ્રામનું સર્વર, વોટ્સએપ પર પણ અસર!

Read Next

મોદીને વોટ આપવા માટે આ યુવાને છોડી દીધી ઓસ્ટ્રેલિયાની લાખો રુપિયાનો નોકરી!

WhatsApp પર સમાચાર