અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ આપ્યો હતો, સ્ટ્રાઈકની થઈ ચૂકી હતી તૈયારી

ઈરાનને અમેરિકાના ડ્રોનને તોડવાની મોટી કિંમત ચૂકાવવી પડી શકે છે. એક અમેરિકી સમાચાર પત્રકે મોટો ખુલાસો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાન પર હુમલો કરવાની મંજૂરી આપી દીધી છે. હુમલા માટે મિશાઈલયુક્ત ફાઈટર પ્લેનને હવાઈ સીમામાં તેનાત કરી દેવાયા હતા. પરંતુ છેલ્લા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો નિર્ણય પરત લઈ લીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ મોદી સરકારના બીજા કાર્યકાલમાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ તલાકનું બિલ રજૂ કરાયું, જાણો શા માટે ચોથી વખત બિલ મૂકવું પડ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈરાને અમેરિકાનું એક ડ્રોન મિશાઈલ તોડી પાડ્યું હતું. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકીભરેલા અંદાજમાં કહ્યું કે ઈરાને મોટી ભૂલ કરી દીધી છે. અમેરિકન ડ્રોનની કિંમત આશરે 13 કરોડ ડોલર માનવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ ડ્રોનને તોડી પાડ્યા બાદ ટ્રમ્પે પોતાના સેના અધ્યક્ષો સાથે એક બેઠક પણ યોજી હતી. અને આર્મી દ્વારા સ્ટ્રાઈક કરવાની તૈયારી પણ હતી. અધિકારીઓના નિવેદન મુજબ શરૂઆતમાં ટ્રમ્પે હુમલાની મંજૂરી આપી દીધી હતી. જે બાદ નિર્ણયને પરત લેવામાં આવ્યો હતો.

FB Comments

TV9 Webdesk12

Read Previous

VIDEO: વરાછામાં આશાદીપ-4 સ્કૂલ પર ફી વધારાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓનો હોબાળો

Read Next

વિશ્વ યોગ દિવસ નિમિત્તે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીમે લોકો સાથે કર્યા યોગ, જુઓ આ VIDEO

WhatsApp પર સમાચાર