અમેરિકાના રાષ્ટ્રપતિનો ઉત્તર કોરિયા પર વરસ્યો પ્રેમ, ઉ.કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો રદ્દ કરવાની કરી જાહેરાત

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલાં વિવાદ પર નવો વળાંક સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે કે, અમેરિકાનાં નાણા મંત્રાલયે આજે જાહેરાત કરી હતી કે ઉત્તર કોરિયા પર પહેલાથી જ લગાવામાં આવેલા પ્રતિબંધો બાદ હવે તેના પર વ્યાપક સ્તરે વધારે પ્રતિબંધો લગાવવામાં આવશે.

રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું કે, મેં આજે આ અતિરિક્ત પ્રતિબંધોને પરત ખેંચવાનો આદેશ આપ્યો છે. જો કે એ સ્પષ્ટ નથી કે ટ્રમ્પ પોતાના ટ્વિટમાં ઉત્તર કોરિયા પર કયા પ્રતિબંધોની વાત કરી રહ્યા છે. ટ્રમ્પનાં આ ટ્વિટથી મંત્રાલયનાં અધિકારીઓ ચોંકી ગયા છે, કેમકે મંત્રાલયે ઉત્તર કોરિયા વિરુદ્ધ કોઈ નવા પ્રતિબંધની જાહેરાત શુક્રવારનાં નહોતી કરી.

જો કે ટ્રમ્પે આ અઠવાડિયે આવી ધમકી જરૂર આપી હતી. ટ્રમ્પ પ્રશાસને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા અને ઉત્તર કોરિયાની મદદ કરવાની શંકામાં ચીની જહાજ કંપનીઓ પર ગુરૂવારનાં રોજ પ્રતિબંધ લગાવ્યો હતો. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ સારા સૈંડર્સે શુક્રવારનાં નિવેદન આપ્યું હતુ કે ટ્રમ્પ ઉત્તર કોરિયાનાં નેતા કિમને પસંદ કરે છે અને તેમને નથી લાગતુ કે આ પ્રતિબંધ જરૂરી થશે.

આ પણ વાંચો : ભાજપનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીધો સવાલ, ‘માત્ર એક સાંસદની સંપત્તિ પાંચ વર્ષમાં 55 લાખથી 9 કરોડ પર કેવી રીતે પહોંચી ?’

ડૉનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની સિંગાપુરમાં પહેલી બેઠક થઈ હતી, ત્યારબાદ બંને નેતાઓનાં સંબંધો કડવાશ ઓછી થતી જોવા મળી રહી છે. એક સમય હતો જ્યારે બંને દેશો એક-બીજાનાં રાષ્ટ્રને નષ્ટ કરવાની ધમકી આપતા હતા.

Vadodara: Thousands gather to pay homage to army jawan Mohammed Arif Pathan martyred in J&K

FB Comments

TV9 Web Desk6

Read Previous

લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ

Read Next

ગુજરાતની વિધાનસભા પેટાચૂંટણીના પણ ત્રણ ઉમેદવારોના નામ ભાજપે કર્યા જાહેર,કોંગ્રેસનો સાથ છોડનારને ભાજપે આપી ટિકિટ

WhatsApp પર સમાચાર