સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરનારા તુર્કીને ટ્રંપની ધમકી, ‘અર્થવ્યવસ્થા બરબાદ કરી દઈશું’

ઉત્તર-પૂર્વ સીરિયામાં અમેરિકાએ જેવી સેના હટાવી કે તુર્કીએ બોંબમારો શરુ કરી દીધો છે. જેના લીધે લાખો લોકોને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે. આ બાબતે અમેરિકા ગંભીર છે અને વિરોધ કરતાં કહેવામાં આવ્યું કે અમેરિકા તુર્કીની અર્થવ્યવસ્થા બરબાદ કરી દેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  6 વર્ષની ઉંમરે બંને આંખની રોશની જતી રહી તો પણ પ્રાંજલે UPSC પાસ કરી!

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ અમેરિકામાં તુર્કી અધિકારીઓ પર પ્રતિબંધ લગાવશે. સ્ટીલના પર ટેરિફમાં પણ વધારો કરવામાં આવશે. બંને દેશ વચ્ચે 100 બિલીયન ડોલરના વ્યાપાર સૌદાની વાત ચાલી રહી છે કે તે પણ રદ કરવામાં આવશે.

READ  AIR STIKEથી જુસ્સામાં આવેલી મોદી સરકાર સામે ચૂંટણી પહેલા ટ્રમ્પ તરફથી આવ્યો TRADE WARનો મોટો પડકાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ટ્રંપએ તુર્કીને ધમકી આપીને કહ્યું કે જો તુર્કી તબાહીના રસ્તાં પર આગળ વધશે તો અમે તેની અર્થવ્યવસ્થાને ઝડપથી બરબાદ કરી દેવા માટે તૈયાર છીએ. તુર્કીએ સીરિયામાં કુર્દિશો પર હુમલાઓ કર્યા છે. તુર્કી દ્વારા આ નિર્ણય ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે વોશિગ્ટને કહ્યું કે તેઓ સીરિયામાંથી પોતાના સૈનિકોને હટાવી લેશે. રિપબ્લીકન પાર્ટી દ્વારા આ નિર્ણયની આલોચના કરવામાં આવી છે.

READ  VIDEO: મહારાષ્ટ્રમાં NCP અને શિવસેના સરકાર બનાવશે, કોંગ્રેસ બહારથી ટેકો આપશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ અમેરિકા દ્વારા સીરિયામાંથી સેના પાછી બોલાવવામાં આવ્યા બાદ તુર્કીએ હુમલો કરી દીધો છે. કુર્દીશ સેનાની સાથે તુર્કી સેનાની ટક્કર થઈ રહી છે. અમેરિકાએ આ હુમલાને માનવધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

 

 

Oops, something went wrong.
FB Comments