જો ટ્ર્મ્પની મુલાકાત વખતે થઈ આ ડીલ તો 8 કરોડ લોકોની રોજગારી પર પડી શકે છે અસર!

trump-visit-india-to-heavily-discount-chicken-leg-and-dairy-products-for-trade-deal-with-us

દુનિયામાં દૂધ ઉત્પાદનમાં ભારતની બોલબાલા છે અને ભારતમાંથી દૂધની પ્રોડક્ટની નિકાસ કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે ત્યારે ભારત ડેરી અને પોલ્ટ્રી ઈન્ડસ્ટ્રીઝમાં અમેરિકાને રાહત આપી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે તેઓ અમદાવાદ ખાતે એક દિવસ રોકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

trump-visit-india-to-heavily-discount-chicken-leg-and-dairy-products-for-trade-deal-with-us

આ પણ વાંચો :  રામમંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા જશે સુપ્રીમ કોર્ટે? વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, કેરળમાં પૂરના પ્રકોપથી મોતનો આંકડો 115 સુધી પહોંચ્યો

 

 

ઓનલાઈન મીડિયા રિપોર્ટસના આધારે જાણકારી મળી રહી છે કે ભારત અમેરિકાની સાથે ટ્રેડ ડીલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. આથી ભારત અમેરિકાને ડેરી અને પોલ્ટ્રી ઈન્ડસ્ટ્રીઝમાં રાહત આપી શકે છે. એવી જાણકારી મળી રહી છે કે ભારત અમેરિકાને ડેરી સેક્ટરમાં રોકાણ કરવા બદલ 5 ટકા ટેરિફમાં રાહત અને અલગથી કોટા આપી શકે છે. આ ઉપરાતં કેટલીક શરતોની સાથે અમેરિકાથી ડેરી પ્રોડક્ટ આયાત કરવાને પણ સરકાર મંજૂરી આપી શકે છે. વિશ્વભરમાં ડેરી સેક્ટરમાં અમેરિકા આગળ છે અને તે એડવાન્સ ટેક્નોલોજી સાથે કામ કરે છે.

READ  દૂધસાગર ડેરીની મહિલા કર્મચારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી પર કર્યા આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

8 કરોડ લોકોની રોજગારી પર અસર પડી શકે છે
ડેરી ઉદ્યોગમાં સતત ભારતે સક્ષમતા દાખવી છે અને ભારતને ક્યારેય તેની આયાત કરવાની જરૂર પડી નથી. ખેડૂતો અને પશુપાલકો પાસેથી જ દૂધ મંડળીઓ દ્વારા દૂધની તમામ પ્રોડક્ટ ભારતની જ કંપનીઓ બનાવે છે. જો અમેરિકાથી ભારત ડેરી પ્રોડક્ટ આયાત કરે તો ભારતના આ તમામ નાના ઉદ્યોગો પર અસર પડી શકે છે. અમેરિકાની કંપનીઓની સામે ભારતના ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોની સંખ્યા કુલ 8 કરોડ જેટલી છે અને અમેરિકી કંપનીઓની પ્રોડક્ટ આવવાથી તેઓની રોજગારી છીનવાઈ શકે છે.

READ  પતિની હત્યા કરીને ફરાર થઈ ગયેલી પત્નીને પોલીસે CCTV ફુટેજના આધારે ઝડપી લીધી

 

Oops, something went wrong.
FB Comments