એક હિન્દુ મહિલા વગાડશે અમેરિકામાં ડંકો, આઝાદ અમેરિકાના 243 વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર કોઈ હિન્દુ બની શકે છે રાષ્ટ્રપતિ

ગીતા પર હાથ મૂકીને સોગંદ લેતા તુલસી ગૅબાર્ડ

ગીતા પર હાથ મૂકીને સોગંદ લેતા તુલસી ગૅબાર્ડ

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પ્રાયઃ ભાજપ પોતાની ફાયર બ્રાંડ મહિલા નેતા અને ટીવીની તુલસી એટલે કે સ્મૃતિ ઈરાનીને મેદાને ઉતારે છે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

અમેઠીની વાત આવતાં જ સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી પર રીતસરના પ્રહારો કરે છે. લોકસભા ચૂંટણી 2014માં પણ સ્મૃતિ અમેઠી લોકસભા બેઠક પરથી રાહુલને ટક્કર આપી ચુક્યાં છે અને 2019માં કાંટાના ટક્કર આપવા માટે સ્મૃતિ ઈરાની સતત અમેઠી ખૂંદી રહ્યાં છે.

આ તો વાત થઈ ભારતીય ટેલીવિઝન જગતની વહૂ તુલસી એટલે કે સ્મૃતિ ઈરાનીની. આપણે વાત કરી રહ્યા છીએ અમેરિકાની તુલસીની કે જે ભારતીય તુલસીની જેમ અમેરિકાના ભલ-ભલા નેતાઓના છક્કા છોડાવવાની તૈયારી કરી રહી છે.

ગીતા પર હાથ મૂકીને સોગંદ લેતા તુલસી ગૅબાર્ડ
ગીતા પર હાથ મૂકીને સોગંદ લેતા તુલસી ગૅબાર્ડ

અમેરિકામાં હવાઈથી સીનેટર પદ પર કાબિજ થયા બાદ ભગવદ્ ગીતા પર હાથ રાખીને સોગંદ લઈને ઇતિહાસ રચી દેનાર આ તુલસી એટલે તુલસી ગૅબાર્ડ. તેઓ પહેલી વાર 2011માં પ્રતિનિધિ સભામાં ચૂંટાયા હતાં.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
તુલસી ગૅબાર્ડ
તુલસી ગૅબાર્ડ

અમેરિકામાં વર્ષ 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાનની છે અને હિન્દૂ સાંસદ તુલસી ગૅબાર્ડ પોતાનું કિસ્મત અજામાવવા જઈ રહ્યાં છે.

અમેરિકાના પ્રથમ હિન્દૂ સાંસદ 37 વર્ષીય તુલસી ગૅબાર્ડે જાહેરાત કરી કે તેઓ આવતા વર્ષે થનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઝુકાવશે.

આ પણ વાંચો : 12 જાન્યુઆરીનું રાશિ ફળ : કોના પર મહેરબાન રહેશે સિતારાઓ અને કોણ બનશે માનસિક અશાંતિનો ભોગ ? જાણો શું કહે છે ટૅરો કાર્ડ ?

2020માં યોજાનાર અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ભારતના દૃષ્ટિકોણથી મહત્વની બની રહેશે, કારણ કે એક તરફ તુલસી ગૅબાર્ડ ચૂંટણી લડવાના છે, તો બીજી બાજુ ભારતીય મૂળના અમેરિકન નાગરિક કમલા હૅરિસ (54) પણ આવતા અઠવાડિયે ડેમોક્રેટિક પાર્ટી તરફથી પોતાની ઉમેદવારીનું એલાન કરી શકે છે.

આવી પણ અટકળો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિનું પદ છોડી ચુકેલા નિકી હેલી પણ રિપબ્લિકન પાર્ટી તરફથી આ દોડમાં સામેલ થવાની ઇચ્છા ધરાવે છે. નિકી હેલી અમેરિકન કેબિનેટમાં સામેલ થનાર ભારતીય મૂળના પ્રથમ મહિલા અમેરિકન નાગરિક છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

દરમિયાન હાલના રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની કોઈ ઇચ્છા હજી સુધી જાહેર કરી નથી.

આ પણ વાંચો : દરેક ગુજરાતી ઘરમાં જોવામાં આવતા જેઠાલાલનું જોડાઈ ગયું સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સાથે નામ : જુઓ Video

ફરી વાત કરીએ તુલસી ગૅબાર્ડની, તો તુલસી ભારતીય મૂળના નાગરિક તો નથી, પણ તેઓ હિન્દુ પરિવારથી સંબંધ ધરાવે છે.

તુલસી ગૅબાર્ડ
તુલસી ગૅબાર્ડ

તુલસી ગૅબાર્ડે સીએનએનને આપેલા ઇંટર્વ્યૂમાં જણાવ્યું,

‘મેં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અને હું આવતા અઠવાડિયે આ અંગે ઔપચારિક જાહેરાત કરીશ. આ નિર્ણય કરવા માટે મારી પાસે ઘણા કારણો છે. અમેરિકન લોકો સમક્ષ હાલના સમયમાં ઘણા પડકારો છે અને હું તેને લઈને ચિંતિત છું તથા હું તેના સમાધાનમાં મદદ કરવા માંગુ છું. મુખ્ય મુદ્દો યુદ્ધ અને શાંતિનો છે. હું આ કાર્ય કરવાને લઈને આશાન્વિત છું અને ઊંડાણમાં જઈ આ વિશે વાત કરીશ.’

તુલસી ગૅબાર્ડે અબ્રાહમ વિલિયમ્સ સાથે હિન્દૂ વિધિથી લગ્ન કર્યા છે
તુલસી ગૅબાર્ડે અબ્રાહમ વિલિયમ્સ સાથે હિન્દૂ વિધિથી લગ્ન કર્યા છે

નોંધનીય છે કે રાજકારણમાં આવતા પહેલા તુલસી ગૅબાર્ડ અમેરિકન સેનના તરફતી 12 મહિના માટે ઇરાકમાં તહેનાત રહી ચુક્યાં છે. સૈન્ય પૃષ્ઠભૂમિ હોવા છતાં તુલસીી ગૅબાર્ડે સીરિયામાં અમેરિકન દખલનો વિરોધ કર્યો છે. તેમણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ સાથે મુલાકાત પણ કરી હતી કે જેને લઈને તેમણે ઘણી ટીકાઓ સહન કરવી પડી હતી.

ગૅબાર્ડ તુલસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગૅબાર્ડ તુલસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તુલસી ગૅબાર્ડ ભારત-અમેરિકા સબંધોના સમર્થક રહ્યાં છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સમર્થક છે. તેમણે પાકિસ્તાનને અમેરિકાની આર્થિક મદદમાં કપાત કરવાની હિમાયત પણ કરી હતી.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: 2 arrested for smuggling liquor in tempo truck| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

12 જાન્યુઆરીનું રાશિ ફળ : કોના પર મહેરબાન રહેશે સિતારાઓ અને કોણ બનશે માનસિક અશાંતિનો ભોગ ? જાણો શું કહે છે ટૅરો કાર્ડ ?

Read Next

વિદેશમાં પિકનિક, પ્રવાસ, ફરવાનો કે હનીમૂનનો પ્લાન છે ? તો આ ખબર છે આપના કામની

WhatsApp પર સમાચાર