પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓનું ગુંડારાજ, LIVE ટીવી શો દરમિયાન પત્રકારને માર્યો માર, જુઓ VIDEO

સોશિયલ મીડિયામાં વાયરલ થયો પાકિસ્તાનનો VIDEO. આ વીડિયોમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતા ટીવીમાં લાઈવ ડિબેટ દરમિયાન જ એક પત્રકાર પર હુમલો કરી દે છે. એકતરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ન્યૂ પાકિસ્તાનના સપના જોઈ રહ્યા છે. તો બીજીબાજુ તેમની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનના સપના પર ઠંડુ પાણી રેડી રહ્યા છે. VIDEOમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઈમરાન ખાનની પાર્ટીના નેતા મન્સૂર અલી લાઈવ ડિબેટ દરમિયાન પત્રકાર સાથે મારીમારી કરી દે છે.

READ  વિશ્વ કપમાં વિરાટ સેનાને આગામી 5 મેચ રમ્યા વગર જ લાગ્યો સૌથી મોટો ઝટકો, 3 અઠવાડિયા માટે સૌથી મોટા મેચ વિનર બાહર

VIDEOમાં જઈએ તો મન્સૂર અલી અને ઈમ્તિયાઝ ખાન વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ત્યાર બાદ ઈમ્તિયાઝ ખાન કંઈક બોલતા મન્સૂર અલીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. અને પછી જે બન્યું તે પાકિસ્તાન સહિત વિશ્વભરમાં ચર્ચિત બની ગયું છે. આ ઘટના સોમવારે બની હતી. બન્ને વચ્ચે મારામારી થતા ચેનલના સ્ટાફે છુટા પાડ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું

 

FB Comments